બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / વિશ્વ / Elon musk again sold the tesla shares, is he facing financial crisis after twetter deal

વિશ્વ / ટ્વિટર ડીલ બાદ કંગાળ થઈ રહ્યા છે Elon Musk? ફરી વેચ્યા Teslaના આટલા શેર

Vaidehi

Last Updated: 05:33 PM, 15 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર ખરીદનાર એલોન મસ્કે ફરી પોતાની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાનાં શેર વેચ્યાં છે. ટ્વિટર ડીલનાં એલાન બાદથી એલોન મસ્ક ટેસ્લાનાં ઘણાં શેર વહેંચી રહ્યાં છે.

  • ટ્વિટર ડીલ બાદ મસ્કને થઇ રહ્યો છે ઘાટો?
  • ટેસ્લા કંપનીનાં શેર ફરી વેંચી રહ્યાં છે એલોન મસ્ક
  • ટેસ્લાનાં શેરનો ભાવ ઘટીને થઇ ગયો છે અડધો

દુનિયાનાં બીજાં સૌથી ધનીક વ્યક્તિ અને અરબોપતિ એલોન મસ્ક નવી  Twitter Dealથી શું ઘાટામાં જઇ રહ્યાં છે?  તેમણે ફરી એકવાર પોતાની ઇલેક્ટ્રીક કાર કંપની ટેસ્લાનાં શેર વેચ્યા છે. એપ્રિલમાં ટ્વિટર ખરીદવા માટે તેમણે 44 અરબ ડોલરની ડીલ કરી હતી જે પછીથી તે મોટી સંખ્યાંમાં ટેસ્લાનાં શેર વેંચી રહ્યાં છે.

ટેસ્લા કંપનીનાં શેર વેંચી રહ્યાં છે મસ્ક
અમેરિકાનાં માર્કેટ રેગ્યુલેટરને મળેલ જાણકારી અનુસાર ટેસ્લાનાં  CEO અને ટ્વીટરનાં નવા માલિક એલોન મસ્કે બુધવારે ટેસ્લાનાં શેરો વેંચ્યાં છે. આ શેરની કિંમત 3.58 ડોલર છે. જો કે કંપની તરફથી આ બાબતે કોઇ માહિતી આપવામાં આવી નથી કે આ રકમનો ઉપયોગ ક્યાં કરવામાં આવશે.

ટેસ્લાનાં આટલા શેરનું થયું છે વેંચાણ
એલોન મસ્ક આ વર્ષે એપ્રિલથી અત્યાર સુધી ટેસ્લાનાં 23 અરબ ડોલરનાં શેરો વહેંચી ચૂક્યા છે. તેમાંથી મળેલ મોટાભાગની રકમનો ઉપયોગ 44 અરબ ડોલરવાળી ટ્વિટરની ડીલને પૂરી કરવા માટે કરાયો છે. એલોન મસ્કે એપ્રિલમાં જ ટ્વિટરને ખરીદવાનું એલાન કર્યું હતું. તો બીજી તરફ ટેસ્લાનાં શેરમાં એપ્રિલથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

ટેસ્લાનાં શેરનો ભાવ થયો અડધો
એલોન મસ્કનાં ટ્વિટર ખરીદ્યાની ઘોષણા બાદથી જ ટેસ્લાનાં શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો આંકડાકીય રીતે જોઇએ તો ટેસ્લાનાં શેરોની કિંમત ઘટીને અડધી થઇ ગઇ છે. એપ્રિલમાં આ શેરનો ભાવ 380 ડોલર આસપાસ રહેતો હતો જે હવે ઘટીને 156 ડોલર થયો છે. વર્ષ 2022ની શરૂઆતમાં આ 399.93 ડોલર પ્રતિ શેરનાં ભાવે હતો. જે હવે ઘટીને 155.3131 ડોલર થયો છે.

શું થશે નુક્સાન?
ટેસ્લાનાં શેરનાં ભાવમાં થઇ રહેલા ઘટાડાની અસર મસ્કની વેલ્થ પર પડી રહ્યો છે. સૂત્રો અનુસાર હવે તેમની સંપત્તિ ઘટીને 174 અરબ ડોલર પર આવી ગયો છે. ગયાં અઠવાડિયે જ ફ્રાન્સનાં ઉદ્યોગપતિ બર્નાર્ડ આરનોલ્ટે મસ્કને પાછળ ધકેલીને દુનિયાનાં સૌથી ધનિક વ્યક્તિ હોવાનો તાજ હાંસિલ કરી લીધેલ છે. તેમની સંપત્તિ હવે 187 અરબ ડોલરથી પણ વધુ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ