electronic gadgets price may lower after union budget 2022
શક્યતા /
બજેટ બાદ આ વસ્તુઓ સસ્તી કરવાની ગુડ ન્યૂઝ આપશે સિતારમણ? જાણીને યુવાનો થઈ જશે ખુશ
Team VTV03:28 PM, 28 Jan 22
| Updated: 10:14 AM, 29 Jan 22
1લી ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકાર બજેટ રજૂ કરવા જઇ રહી છે જેમાં આ વર્ષે મોબાઇલ અને ગેજેટ્સના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે
1લી ફેબ્રુઆરીએ નિર્મલા સીતારમણ બજેટ કરશે રજૂ
બજેટમાં મોબાઇલ-ગેજેટ્સના ભાવમાં થઇ શકે ઘટાડો
કસ્ટમ ડ્યૂટીમાં થઇ શકે છે ઘટાડો
1લી ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થવાનુ છે. બજેટને લઇને તમામ લોકો આશા સેવી રહ્યા છે કે કંઇક રાહત મળે. મોંઘવારીથી પરેશાન જનતાની આશા છે કે હવે મોંઘવારી કાબૂમાં આવે. ત્યારે આ બજેટમાં ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોમાં ઘટાડો થાય તેવી આશા છે. આ અંગે સંલ્ગન અધિકારીઓએ જણાવ્યુ કે સરકાર કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ અને મોબાઈલ ફોનના ઘટકો અને કેટલાક ભાગો પર કસ્ટમ ડ્યૂટી ઘટાડવાની યોજના બનાવી રહી છે.
બજેટમાં લેવાઇ શકે છે આ નિર્ણય
સરકારનો ઉદ્દેશ્ય સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ સંબંધિત ઉત્પાદનોની નિકાસ વધારવાનો છે. કસ્ટમ સાથે જોડાયેલી પ્રક્રિયાઓને પણ આસાન કરવામાં આવશે. જેથી આયાતકારો અને કમ્પ્લાયન્સ પર બોજો ઘટાડી શકાય. બજેટમાં ઑડિયો ડિવાઇસ અને સ્માર્ટવૉચ, સ્માર્ટબેન્ડ જેવા વિયરેબલ્સના કોમ્પોનન્ટસ પર પણ કસ્ટમડ્યુટી ઘટાડી શકાય છે. જેનાથી ઘરેલુ કંપનીઓને ઉત્પાદન વધારવામાં મદદ મળશે. ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રીમાં પણ કસ્ટમ ડ્યુટીના ઘટાડાની માગ કરવામાં આવી હતી.
ઈલેક્ટ્રોનિક ઉત્પાદનોની નિકાસ બમણી થઈ શકે છે
કોમ્યુનિકેશન અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં કહ્યું હતું કે ભારત ઇલેક્ટ્રોનિક્સ ઘટકોના ક્ષેત્રમાં ઝડપથી ઉભરી રહ્યું છે. મોબાઈલ ફોન ઉત્પાદન અને નિકાસમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. એવો અંદાજ છે કે 2025-26 સુધીમાં ઇલેક્ટ્રોનિક્સ ઘટકોની નિકાસ $8 બિલિયન સુધી પહોંચી જશે, જે 2020-21માં લગભગ કંઈ જ નહોતું. એટલું જ નહીં, આ જ સમયગાળામાં ઈલેક્ટ્રોનિક ઉત્પાદનોની નિકાસ પણ બમણી થઈને $17.3 બિલિયન સુધી પહોંચી શકે છે.
2026 સુધીમાં ભારત મેન્યુફેક્ચરિંગ પાવરહાઉસ બનશે
IT મંત્રીના જણાવ્યા અનુસાર, અમે અમારી હાલની ક્ષમતા દ્વારા બેટરી પેક, ચાર્જર, યુએસબી કેબલ, કનેક્ટર્સ, ઇન્ડક્ટિવ કોઇલ, મેગ્નેટિક્સ અને ફ્લેક્સિબલ PCBA (પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ એસેમ્બલી)ના ઉત્પાદન ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી શકીએ છીએ. આ રીતે, 2026 સુધીમાં, ભારત $300 બિલિયનના મૂલ્યના ઈલેક્ટ્રોનિક્સનું ઉત્પાદન કરીને વિશ્વનું પાવરહાઉસ બની શકે છે. અત્યારે અમારી ઉત્પાદન ક્ષમતા $75 બિલિયનની આસપાસ છે.
$25 બિલિયનની ઘટક ઉત્પાદન ક્ષમતા
પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ હેઠળ, ભારત વાર્ષિક $25 બિલિયન મૂલ્યના કંપોનેટ બનાવી શકે છે, જે વિશ્વભરમાં ઉપયોગમાં લેવાતા કંપોનેટના 12 ટકા છે. આ માટે, નાણાકીય વર્ષ 2023-24 માટે કસ્ટમ ડ્યુટી વર્તમાન 20 ટકાથી ઘટાડીને 5 ટકા, 2024-25 માટે 10 ટકા, 2025-26 માટે 15 ટકા કરી શકાય છે. અન્ય કંપોનેટ પર પણ 2024-25 માટે 5 ટકા અને 2025-26 માટે 10 ટકા કરી શકાય છે.