બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Election Commission has announced all the dates for filling the nomination form for the Lok Sabha elections
Last Updated: 04:46 PM, 16 March 2024
ADVERTISEMENT
લોકસભા ચૂંટણી તારીખના બ્યુગ્લ ફૂંકાઈ ગયા છે,ચૂંટણી પંચે ઉમેદવાર ફોર્મ ભરવાથી લઈ મતદાન અને મતદાન ગણતરી સુધીની તમામ તારીખો જાહેર કરી દીધી છે. ત્યારે રાજકીય ચહલ પહલ પણ વધી ગઈ છે. ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ તૈયારીમાં લાગી ગયું છે. તો ચૂંટણી તારીખ જાહેર થતાંની સાથે જ રાજકીય દાવ પેચ પણ શરૂ થઈ ગયા છે. આજે ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીને લઈ વિવિધ તારીખો જાહેર કરી દીધી છે. તો બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ પણ બાકી ઉમેદવારોની યાદી ગમે ત્યારે જાહેર કરી શકે છે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં સાથે રાજકીય પક્ષો હવે તમામ તૈયારીઓ આરંભી દેશે.

ADVERTISEMENT
લોકસભા 2024ની સામાન્ય ચૂંટણી - તબક્કો 3
ADVERTISEMENT

ADVERTISEMENT

જુઓ, ગુજરાતમાં ભાજપના 22 ઉમેદવારોના નામ
1. કચ્છ - વિનોદ ચાવડા
2. બનાસકાંઠા- ડો. રેખાબેન ચૌધરી
3. પાટણ- ભરતસિંહ ડાભી
4. ગાંધીનગર - અમિત શાહ
5. અમદાવાદ (પશ્ચિમ) - દિનેશ મકવાણા
6. રાજકોટ - પરષોત્તમ રૂપાલા
7. પોરબંદર - મનસુખ માંડવીયા
8. જામનગર - પુનમ માંડમ
9. આણંદ - મિતેશ પટેલ
10. ખેડા -દેવુસિંહ ચૌહાણ
11. પંચમહાલ - રાજપાલ સિંહ જાદવ
12. દાહોદ - જશવંત સિહ ભાભોર
13. બારડોલી - પ્રભુભાઈ વસાવા
14. ભરૂચ - મનસુખ વસાવા
15. નવસારી - સી આર પાટીલ
16. ભાવનગર - નીમુંબેન બામભણિયા
17. વલસાડ - ધવલ પટેલ ઉમેદવાર
18. સુરત - મુકેશ દલાલ ઉમેદવાર
19. છોટાઉદેપુર - જશુભાઈ રાઠવા
20. વડોદરા - રંજનબેન ભટ્ટ ઉમેદવાર
21. અમદાવાદ પૂર્વ - હસમુખ પટેલ ઉમેદવાર
22. સાબરકાંઠા - ભીખાજી ઠાકોર
ADVERTISEMENT
કોંગ્રેસના 7 ઉમેદવારોના નામ
1. બનાસકાંઠા - ગેનીબેન ઠાકોર
2. અમદાવાદ પશ્ચિમ - ભરત મકવાણા
3. અમદાવાદ પૂર્વ - રોહન ગુપ્તા
4. બારડોલી - સિધાર્થ ચૌધરી
5. વલસાડ - અનંત પટેલ
6. પોરબંદર - લલિત વસોયા
7. કચ્છ - નીતિશ લાલણ
ADVERTISEMENT
આદર્શ આચાર સંહિતા લાગુ
Lok Sabha Election 2024 : દેશમાં સાત તબક્કામાં યોજાશે લોકસભા ચૂંટણી, જાણો કઇ તારીખે કેટલી બેઠકો પર મતદાન? ક્યારે મત ગણતરી?#loksabhaelection2024 #2024election #loksabhaelections2024 #loksabhaelection #loksabhaelections #electionresults #electioncommissionofindia #IVote4Sure… pic.twitter.com/qGqYgvzqCO
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 16, 2024
'ચૂંટણીનો પર્વ દેશનો ગર્વ '
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, ચૂંટણીનો પર્વ દેશનો ગર્વ છે. તેમણે માહિતી આપતા કહ્યું કે, ચૂંટણીમાં 10.5 લાખ પોલિંગ સ્ટેશન રહેશે. દેશમાં કુલ મતદાતાઓ 96.8 કરોડ છે. જેમાં પુરૂષ મતદાતા 49.7 કરોડ છે જ્યારે 47.1 કરોડ મહિલાઓ છે તેમજ ટ્રાન્સજેન્ડર મતદાતાઓ 48 હજાર છે. વધુમનાં વિગતો આપતા કહ્યું હતું કે, પ્રથમવાર મતદાન કરતા મતદાતાઓ (18-19 વર્ષ) 1.8 કરોડ છે. તો 85 વર્ષથી વધુ ઉંમરના 82 લાખ મતદાતાઓ છે
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર જણાવ્યું કે, 96.8 કરોડ નોંધાયેલા મતદારો નોંધાયા છે. જેની સામે 10.5 લાખ મતદાન મથકો, 1.5 કરોડ મતદાન અધિકારીઓ અને સુરક્ષા કર્મચારીઓ, 55 લાખ EVM, 4 લાખ વાહનો છે. ચૂંટણીમાં બળ અને ધનના ઉપયોગને રોકવા માટે ચૂંટણી કમિશન કટિબદ્ધ છે. ચૂંટણીમાં હિંસાને કોઈ સ્થાન નથી, જે રોકવા માટે કડક પગલા લેવામાં આવશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.