બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:47 PM, 10 April 2022
ADVERTISEMENT
ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સર
તમે સ્ત્રીઓમાં એક રોગ બ્રેસ્ટ કેન્સર વિશે ઘણું સાંભળ્યું હશે, પરંતુ શું તમે ક્યારેય ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સર વિશે સાંભળ્યું છે? સ્ત્રીઓમાં જોવા મળતા કોઈપણ પ્રકારના બ્રેસ્ટ કેન્સરમાં 10 થી 15 ટકા કેસ ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સરના હોય છે. ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સર એ સામાન્ય બ્રેસ્ટ કેન્સરનું ઘાતક સ્વરૂપ છે. જ્યારે કેન્સરના કોષોમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જોવા મળતું નથી અને આ કોષો પ્રોટીન બનાવી શકતા નથી અથવા જેને HER2 કહેવાય છે, ત્યારે આ કેન્સરનો સામનો કરવો પડે છે.
ADVERTISEMENT
40 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓને ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સરનું જોખમ રહેલું છે. આ સિવાય જેમના શરીરમાં બીઆરસીએ 1 મ્યુટેશન છે તેમને અન્ય કરતા વધુ તેનો સામનો કરવો પડે છે. આપણા શરીરમાં BRCA1 અને BRCA2 બે પ્રકારના જીન્સ હોય છે. જ્યારે આ જીન્સ કોઈપણ કારણસર યોગ્ય રીતે કામ કરી શકે નહી, તો આ સ્થિતિમાં ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા વધી જાય છે.
ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સર અન્ય બ્રેસ્ટ કેન્સરથી ઘણું અલગ છે. તે ઝડપથી વધે છે અને ફેલાય છે. આમાં સારવારના વિકલ્પો નહિવત હોય છે. આ કેન્સરથી પીડિત મહિલાઓની તબિયત સમય સાથે વધુ બગડવા લાગે છે.
ADVERTISEMENT
ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સરનાં લક્ષણો
ADVERTISEMENT
ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સરનાં કારણો
ADVERTISEMENT
ફ્લોરિડાનાં એ એંડ એમ વિશ્વવિધ્યાલયનાં અસીસ્ટંટ પ્રોફેસર અને રિસર્ચ એનાલિસ્ટ ડૉ. પેટ્રીસીયા મેન્ડોન્કાનું કહેવું છે કે ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેંસરથી બચવા માટે કાર્ડામોનિન ઘણું ફાયદાકારક સાબિત થઇ શકે છે. ડૉ. પેટ્રીસીયા અનુસાર, કાર્ડામોનિન એક એવું નેચરલ કમ્પાઉન્ડ છે, જે આ કેન્સરનાં સારવારમાં ઘણું અસરકારક સાબિત થઇ શકે છે. આ એલચી અને આદુંમાં મળતું એક તત્વ છે.
ADVERTISEMENT
ડૉ. પેટ્રીસીયાનું કહેવું છે કે કાર્ડામોનિનમાં એંટીકેન્સર કમ્પાઉન્ડ હોય છે, જેનો ઉપયોગ ટ્રિપલ નેગેટીવ બ્રેસ્ટ કેન્સરને અટકાવવા માટે કરવામાં આવે છે. મેન્ડોન્કાએ અમેરિકન સોસાયટી ફોર ઇન્વેસ્ટીગેટિવ પેથોલોજીની વાર્ષિક બેઠકમાં આ રિસર્ચ સાથે જોડાયેલ રિપોર્ટ જાહેર કર્યો હતો.
ડો. મેન્ડોન્કાએ જણાવ્યું કે, એલચીમાં કેન્સર વિરોધી ગુણો જોવા મળે છે, જે બ્રેસ્ટ, પ્રોસ્ટેટ અને કોલોરેક્ટલ કેન્સરની સારવારમાં મદદ કરી શકે છે. આ સાથે, તે સોજો અને હૃદય સંબંધિત રોગોની સારવાર માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. મેન્ડોન્કાએ કહ્યું કે ભારતીય ભોજનમાં વર્ષોથી એલચીનો ઉપયોગ કરવામાં આવે છે અને સાથે જ તે મેડિકલ સ્ટોર્સમાં સપ્લીમેન્ટ તરીકે પણ વેચાય છે. તેમણે કહ્યું કે અમે PD-1 અને PD-L1/Nrf2 એક્સિસ પર તેના પ્રભાવોની તપાસ કરવાનો પણ નિર્ણય લીધો છે.
.jpg)
શું છે PD - 1 અને PD -L1?
શરીરમાં કેન્સર કોશોનાં રિસ્પોન્સમાં બે ચેકપોઈન્ટ પ્રોટીન મહત્વની ભૂમિકા નિભાવે છે.
PD - 1
PD - 1ને પ્રોગ્રામ્ડ સેલ ડેથ પ્રોટીન 1 કહેવામાં આવે છે. આ ટી કોશિકાઓમાં હાજર એક પ્રોટીન હોય છે. આ ઈમ્યૂન સેલ્સ છે, જે શરીરને સંક્રમણથી બચાવે છે અને કેન્સર કોશિકાઓને વિકસિત થાવાથ અટકાવે છે.
PD -L1
PD -L1ને સેલ ડેથ લીગેંડ 1 કહેવામાં આવે છે. આ એક પ્રોટીન છે જે એન્ટીજન - પ્રોજેન્ટિંગ કોશિકાઓની સાથે સાથે અમુક કેન્સર સેલ્સમાં મોટી માત્રામાં મળે છે.
જ્યારે PD-1 અને PD-L1 સાથે જોડાય છે, ત્યારે તે 'બ્રેક' તરીકે કામ કરે છે જે T કોષોને અન્ય કોષો પર હુમલો કરતા અટકાવે છે. આમ કરતી વખતે, તે ટી સેલ્સને કેન્સરના કોષોને મારવાથી પણ અટકાવે છે. આવી સ્થિતિમાં, જો PD-1 અને PD-L1 ને એકસાથે જોડાતાં અટકાવવામાં આવે, તો કેન્સરના કોષોને મારવાની ટી કોશિકાઓની ક્ષમતા વધે છે.
ડૉ. મેન્ડોન્કાએ કહ્યું કે એલચીનો ઉપયોગ સદીઓથી મસાલા તરીકે કરવામાં આવે છે અને હવે તે સપ્લીમેન્ટ્સના રૂપમાં પણ ખાવામાં આવે છે. એલચી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમણે કહ્યું કે અમારી સ્ટડીમાં જાણવા મળ્યું છે કે એલચીમાં ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સરની સારવાર કરવાની ક્ષમતા છે.
એલચીનાં ફાયદાઓ
બ્લડ પ્રેશરનાં જોખમને ઓછું કરે છે

હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે એલચી ઘણી ફાયદાકારક સાબિત થાય છે. આ ઉપરાંત, એલચીમાં એંટીઓક્સીડંટ ભરપૂર માત્રામાં હોય છે, જે બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદરૂપ છે.
કેન્સર ફાઈટિંગ કમ્પાઉન્ડ્સ
.jpg)
એલચીમાં હાજર કમ્પાઉન્ડ્સ કેન્સર કોશિકાઓ સાથે લડવામાં મદદ કરી શકે છે. ઉંદરોમાં થયેલ શોધોથી જાણવા મળ્યું છે કે એલચી અમુક એન્ઝાઈમોની એક્ટીવીટી વધારી શકે છે, જે કેન્સર સાથે લડવામાં મદદ કરે છે. એલચીનું સેવન કરવાથી ટ્યુમર પર અટેક કરવાવાળા નેચરલ કીલર સેલ્સની ક્ષમતા વધે છે.
ડાઈજેશન માટે ફાયદાકારક
.jpg)
ડાઈજેશન માટે વર્ષોથી એલચીનું સેવન કરવામાં આવે છે. એલચીનાં સેવનથી બેચેની, ઉલ્ટી જેવી સમસ્યાઓથી પણ રાહત મળે છે. આ પેટ સંબંધિત સમસ્યાઓથી છૂટકારો અપાવવામાં પણ મદદ કરે છે.
ઓરલ હેલ્થ
.jpg)
એલચીનું સેવન માઉથ ફ્રેશનર તરીકે પણ કરવામાં આવે છે. એલચીનું સેવન મોંમાં થતા બેક્ટેરિયાને મારવામાં પણ મદદ કરે છે, જેને કારણે મોંમાંથી દુર્ગંધ આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.