ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / eknath shinde wrote to the deputy speaker of maharashtra assembly regarding the reaffirmation of his appointment as the leader of the shiv sena legislature party

ભંગાણનાં એંધાણ / 37 ધારાસભ્યોની સહી લઈને બળવાખોર ગ્રૂપનાં નેતા એકનાથ શિંદેએ લખ્યો ડેપ્યુટી સ્પીકરને પત્ર, કરી દીધો આ મોટો દાવો

Published By: Mayur

Last Updated: 12:30 AM, 24 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એકનાથ શિંદેએ મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરને એક પત્ર લખ્યો છે જેમાં 37 બળવાખોર ધારાસભ્યોએ સહી કરી છે.

ADVERTISEMENT

  • બળવાખોર નેતા એકનાથ શિંદેએ મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરને લખ્યો પત્ર
  • શિવસેનાનાં ધારાસભ્ય મંડળનાં નેતા તરીકે તેમની નિમણૂક કરવા રજૂઆત 
  • પક્ષના મુખ્ય દંડક તરીકે ભરતશેટ ગોગાવાલેની કરી ભલામણ

મહારાષ્ટ્રનાં રાજકારણમાં મોટાપાયે ઉથલપાથલ મચેલી છે એવામાં બળવાખોર ધારાસભ્યોનું ગ્રૂપ ગુવાહાટીમાં એક હોટલમાં રોકાયેલું છે જ્યાં તેમણે એકનાથ શિંદેને પોતાનાં નેતા તરીકે પસંદ કરી લીધા છે. 

શિવસેનાનાં ધારાસભ્ય મંડળનાં નેતા તરીકે મારી નિમણૂક થાય: એકનાથ શિંદે 

શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરને પત્ર લખીને શિવસેનાનાં ધારાસભ્ય મંડળનાં નેતા તરીકે તેમની નિમણૂક અને પક્ષના મુખ્ય દંડક તરીકે ભરતશેટ ગોગાવાલેની નિમણૂક અંગે ફરી રજૂઆત કરી હતી. 

37 ધારાસભ્યોએ કરી સહી 

જો કે શિવસેના અને સરકાર માટે ચિંતાની બાબત એ છે કે 37 ધારાસભ્યોએ આ પત્રમાં સહી કરી દીધી છે. 

 

ઉલ્લેખનીય છે કે મંગળવારે એકનાથ શિંદેના બળવા બાદ શિવસેનાએ શિંદેને મહારાષ્ટ્ર વિધાનસભામાં પાર્ટીના ધારાસભ્ય દળના નેતા પદ પરથી હટાવી દીધા હતા. શિંદેના સ્થાને અજય ચૌધરીને ધારાસભ્ય દળના નેતા બનાવવામાં આવ્યા હતા. આ પછી બુધવારે શિવસેના તરફથી વ્હીપ જારી કરીને ધારાસભ્યોને ધારાસભ્ય દળની બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા. જેમાં બળવાખોર ધારાસભ્યો પહોંચ્યા ન હતા.

12 ધારાસભ્યો સામે કાર્યવાહીની માંગ 

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે શિવસેનાના નવનિયુક્ત ધારાસભ્ય દળના નેતા અજય ચૌધરીએ મહારાષ્ટ્ર વિધાનસભાના ઉપાધ્યક્ષને પત્ર લખીને વિધાનસભ્યોની બેઠકમાં હાજરી નહીં આપનારા 12 ધારાસભ્યો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. 

શિવસેના સાંસદ અરવિંદ સાવંતે શું કહ્યું?

આ અંગે શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે કહ્યું કે અમે ડેપ્યુટી સ્પીકર સમક્ષ પિટિશન દાખલ કરી છે અને માંગણી કરી છે કે 12 ધારાસભ્યોની સભ્યતા રદ કરવામાં આવે કારણ કે તેઓ ગઈકાલની બેઠકમાં હાજર ન હતા. એ લોકોએ ખોટું કર્યું છે તેથી આ સ્થિતિ આવી છે. તેમની સદસ્યતા રદ થશે. તેમણે પોતે જ પોતાનાં પગ પર કુહાડી મારી દીધી છે. 

અમે નોટિસ આપી હતી અને કહ્યું હતું કે અમે તમારી સામે કાયદેસરની કાર્યવાહી કરીશું. જે કાયદેસર રીતે યોગ્ય નથી તે કેવી રીતે થઈ શકે? હા, કેટલાક લોકો ચોક્કસપણે પાછા આવવા માંગે છે, તેમને એક તક આપવામાં આવી છે.

એકનાથ શિંદેનો પલટવાર

આ અંગે એકનાથ શિંદેનું નિવેદન પણ સામે આવ્યું છે. શિંદેએ કહ્યું કે તમે 12 ધારાસભ્યો સામે કાર્યવાહીની અરજી કરીને અમને ડરાવી નહીં શકો.

કારણ કે આપણે આદરણીય શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેના અસલી શિવસેનાનાં શિવસૈનિક છીએ. તમે કોને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છો? અમે કાયદો પણ જાણીએ છીએ. બંધારણના 10મા શિડ્યુલ મુજબ, વ્હીપ મિટિંગો માટે નહીં પરંતુ વિધાનસભ્યનાં કાયદાકીય કામકાજ માટે છે. આ અંગે સુપ્રીમ કોર્ટના પણ ઘણા નિર્ણયો આવેલા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Eknath Shinde Gujarati News maharashtra news maharashtra politics મહારાષ્ટ્ર રાજકારણ Maharashtra Politics

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ