બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / eknath shinde tasked to raj thackeray about maharashtra political crisis supreme court will give verdict
ADVERTISEMENT
આજે સુપ્રીમમાં સુનાવણી
મહારાષ્ટ્રમાં રાજકીય ધમાસાણ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયું છે. આજે મહારાષ્ટ્રના રાજકીય સંકટ પર આજે સુપ્રીમકોર્ટમાં સુનાવણી થશે.
ADVERTISEMENT
શિંદે જૂથે સુપ્રીમકોર્ટમાં બે અરજી દાખલ કરી છે. આજે સવારે 10.30 વાગ્યે જસ્ટિસ સૂર્યકાન્તની બેંચ સુનાવણી કરશે. અભિષેક મનુ સિંઘવી ઉદ્ધવ ઠાકરે વતી સુપ્રીમ કોર્ટમાં પોતાની દલીલ રજૂ કરશે તો સામે હરીશ સાલ્વે શિંદે જૂથ વતી સુપ્રીમકોર્ટમાં પોતાની દલીલ રજૂ કરશે.

ADVERTISEMENT
શિંદે જૂથે સુપ્રીમકોર્ટમાં બે અરજી દાખલ કરી છે. એક તો શિંદે જૂથે 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની ડેપ્યુટી સ્પીકરની નોટિસ વિરુદ્ધ રવિવારે અરજી કરી છે. અને બીજી શિંદે જૂથે એકનાથ શિંદેનું ધારાસભ્ય દળના નેતાનુ પદ છીનવાયુ તે નિર્ણયને પડકાર્યો છે
16 બળવાખોર ધારાસભ્યોએ ડેપ્યુટી સ્પીકરે આપેલી નોટિસને કોર્ટમાં પડકારવામાં આવી છે. ધારાસભ્યોએ આ મામલે સોમવારે તાત્કાલિક સુનાવણીની માગ કરી છે, ત્યારે સુપ્રીમ કોર્ટ આજે આ અંગે સુનાવણી કરશે. શનિવારે ડેપ્યુટી સ્પીકર નરહરિ જિરવાલે 16 ધારાસભ્યોને સભ્યતા રદ કરવાની નોટિસ મોકલી હતી.
ADVERTISEMENT
શિંદેએ રાજ ઠાકરે સાથે કરી વાતચીત
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ઘમસાણ વચ્ચે બળવાખોર જૂથના લીડર એકનાથ શિંદેએ રાજઠાકરે સાથે ફોન પર વાતચીત કરી હતી. અહેવાલો અનુસાર તેઓ વચ્ચે બબ્બે વખત વાતચીત થઈ હતી. રાજ ઠાકરેની તબિયતને લઈને અને હાલના રાજકીય સંજોગોને લઈને તેઓ વચ્ચે સંવાદ થયો હતો.
ADVERTISEMENT
Rebel Shiv Sena MLA Eknath Shide spoke to MNS chief Raj Thackeray over phone twice. Shinde spoke to Thackeray about the recent political situation in Maharashtra and enquired about his health, an MNS leader confirmed
— ANI (@ANI) June 27, 2022
ADVERTISEMENT
આદિત્ય ઠાકરેએ મારો શાહરુખનો ડાયલોગ
આ સમગ્ર મામલે આદિત્ય ઠાકરેએ જણાવ્યું કે એકનાથ શિંદેને 20 મેનાં રોજ મુખ્યમંત્રી બનવાની ઓફર ઉદ્ધવજી દ્વારા કરવામાં આવી હતી, પરંતુ તેમને આ ઓફર બાદ પણ બળવો કર્યો હતો. તેમણે શાહરુખ ખાનનો એક ડાયલોગ બોલતા કહ્યું હતું કે અમે શરીફ શું થયા, દુનિયા બદમાશ થઈ ગઈ. તેમણે કહ્યું હતું કે બાળાસાહેબ હોત તો બરાબર જવાબ આપત.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.