બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / eknath shinde replied with a photo on claims of nitin deshmukh of being kidnapped

પલટવાર / અપહરણ કર્યાના શિવસેના MLA નીતિન દેશમુખનાં આક્ષેપનો એકનાથ શિંદેએ આપ્યો વળતો જવાબ, જોઈ લો ફોટો

Mayur

Last Updated: 10:10 AM, 24 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિવસેનાના MLA નીતિન દેશમુખ સુરતની હોટલથી નાસી જવામાં સફળ રહ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે તેઓનું અપહરણ થયું હતું પરંતુ બાદમાં એકનાથ શિંદેએ ફોટોઝ જાહેર કરીને વળતો જવાબ આપ્યો છે.

  • શિવસેનાના MLA નીતિન દેશમુખ સુરતની હોટલથી નાગપુર પહોંચ્યા 
  • પોતાનું અપહરણ થયાનો કર્યો દાવો 
  • એકનાથ શિંદેએ જાહેર કર્યો ફોટો 

એકનાથ શિંદેએ ફોટો જાહેર કરી આપી સાબિતી 

એકનાથ શિંદેએ જાહેર કરેલ ફોટોઝમાં નીતિન દેશમુખ પ્લેનની બહાર બે MLA સાથે દેખાઈ રહ્યા છે અને ખુશ જણાઈ રહ્યા છે તો બીજા એક ફોટોમાં તેઓ પ્લેનની અંદર દેખાઈ રહ્યા છે અને તેમ પણ તેઓ હસતાં નજરે ચડયા હતા. જેનો અર્થ તેમના કહેવા અનુસાર એવો થાય કે તેઓ મરજીથી જ વિમાનમાં ચડયા હતા. અને આ ફોટો સુરત જતાં વખતનો ફોટો છે. ત્યાં પહોંચ્યા બાદ નીતિન દેશમુખનાં સુર બદલાયા હતા. 

બળજબરીથી હોસ્પિટલ લઈ જઈ ઈન્જેક્શન લગાવ્યા

 

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે શિવસેનાના ધારાસભ્ય નીતિન દેશમુખ સુરતની હોટલથી નાગપુર ભાગી ગયા છે. નાગપુર પહોંચ્યા બાદ ધારાસભ્ય દેશમુખે કહ્યું કે 20 થી 25 લોકોએ મને હોસ્પિટલ લઈ ગયા બાદ બળજબરીથી ઈન્જેક્શન લગાવ્યા. તે ઇન્જેક્શન શું હતા, એની મને ખબર નથી. તેમણે આગળ કહ્યું-મને બેભાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેના કારણે હું કંઈ સમજી શક્યો નહીં. હું ઉદ્ધવ ઠાકરેનો શિવસૈનિક હતો, શિવસેનામાં રહીશ.

નીતિન દેશમુખે વધુમાં જણાવ્યું હતું કે, હું જ્યારે સુરતની હોટલમાં રાત્રે 3 વાગ્યે કોઈને કહ્યાં વગર ચાલીને હોટલની પાસે આવેલા ચાર રસ્તા પાસે પહોંચ્યો ત્યારે સુરત પોલીસના 150-200 જવાનો મારો પીછો કરી રહ્યાં હતાં.તેઓ મને કોઈ પણ પ્રકારને મહારાષ્ટ્ર પરત જવા  દેવા ન માગતાં હતાં. હું જે કોઈ પણ વાહનને ઉભું રાખીને મુંબઈ આવવાનો પ્રયાસ કરતો હતો. ત્યારે તેમણે મારી અટકાયત કરી હતી.

બાદમાં 20 થી 25 લોકો મને હોસ્પિટલ લઈને ગયા અને બળજબરીથી ઈન્જેક્શન લગાવી મને બેભાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ ભગવાનની કૃપાથી મને કંઈ ના થયું ત્યાર બાદ તેઓએ એવી અફવા ચલાવી કે મને હાર્ટએટેક આવ્યો છે.  

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News Shivsena eknath shinde nitin deshmukh maharashtra news maharashtra politics મહારાષ્ટ્ર Eknath Shinde nitin deshmukh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ