બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / eknath shinde replied after shivsenas letter for disqualification of 12 mlas saying we are real shivsainiks
ADVERTISEMENT
12 ધારાસભ્યો સામે કાર્યવાહીની માંગ
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે શિવસેનાના નવનિયુક્ત ધારાસભ્ય દળના નેતા અજય ચૌધરીએ મહારાષ્ટ્ર વિધાનસભાના ઉપાધ્યક્ષને પત્ર લખીને વિધાનસભ્યોની બેઠકમાં હાજરી નહીં આપનારા 12 ધારાસભ્યો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે મંગળવારે એકનાથ શિંદેના બળવા બાદ શિવસેનાએ શિંદેને મહારાષ્ટ્ર વિધાનસભામાં પાર્ટીના ધારાસભ્ય દળના નેતા પદ પરથી હટાવી દીધા હતા. શિંદેના સ્થાને અજય ચૌધરીને ધારાસભ્ય દળના નેતા બનાવવામાં આવ્યા હતા. આ પછી બુધવારે શિવસેના તરફથી વ્હીપ જારી કરીને ધારાસભ્યોને ધારાસભ્ય દળની બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા. જેમાં બળવાખોર ધારાસભ્યો પહોંચ્યા ન હતા.
कोणाला घाबरवण्याचा प्रयत्न करताय?
— Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) June 23, 2022
तुमची बनवाबनवी आणि कायदा आम्हालाही कळतो!
घटनेच्या 10 व्या परिशिष्टाप्रमाणे (शेड्युल) व्हीप हा विधानसभा कामकाजासाठी लागतो, बैठकीसाठी नाही.
यासंदर्भात सुप्रीम कोर्टाचे असंख्य निकाल आहेत.#RealShivsainik
ADVERTISEMENT
આ ધારાસભ્યોનું સભ્યપદ રદ કરવાની માંગ
ADVERTISEMENT
1. એકનાથ શિંદે
2. પ્રકાશ સુર્વે
3. તાનાજી સાવંત
4. મહેશ શિંદે
5. અબ્દુલ સત્તાર
6. સંદીપ ભુમરે
7. ભરત ગોગાવાલે
8. સંજય શિરસાટ
9. યામિની યાદવ
10. અનિલ બાબર
11. બાલાજી દેવદાસ
12. લતા ચૌધરી
આ અંગે અજય ચૌધરીએ હવે મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરને પત્ર લખીને બેઠકમાં હાજર ન રહેતા ધારાસભ્યો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. એકનાથ શિંદે સહિત શિવસેનાના 12 બળવાખોર ધારાસભ્યો વિરુદ્ધ સભ્યપદ રદ કરવાની અરજી આપવામાં આવી છે. અન્ય ધારાસભ્યોમાં અબ્દુલ સત્તાર, સંદીપન ભુમરે, પ્રકાશ સુર્વે, તાનાજી સાવંત, મહેશ શિંદે, અનિલ બાબર, યામિની જાધવ, સંજય શિરસાટ, ભરત ગોગાવલે, બાલાજી કિનીકર અને લતા ચૌધરી છે.
ADVERTISEMENT
Rebelled Shiv Sena MLAs whose names proposed for disqualification:
— ANI (@ANI) June 23, 2022
1. Eknath Shinde
2. Prakash Surve
3. Tanaji Sawant
4. Mahesh Shinde
5. Abdul Sattar
6. Sandeep Bhumare
7. Bharat Gogawale
8. Sanjay Shirsat
9. Yamini Yadhav
10. Anil Babar
11. Balaji Devdas
12. Lata Chaudhari
ADVERTISEMENT
શિવસેના સાંસદ અરવિંદ સાવંતે શું કહ્યું?
આ અંગે શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે કહ્યું કે અમે ડેપ્યુટી સ્પીકર સમક્ષ પિટિશન દાખલ કરી છે અને માંગણી કરી છે કે 12 ધારાસભ્યોની સભ્યતા રદ કરવામાં આવે કારણ કે તેઓ ગઈકાલની બેઠકમાં હાજર ન હતા. એ લોકોએ ખોટું કર્યું છે તેથી આ સ્થિતિ આવી છે. તેમની સદસ્યતા રદ થશે. તેમણે પોતે જ પોતાનાં પગ પર કુહાડી મારી દીધી છે.
અમે નોટિસ આપી હતી અને કહ્યું હતું કે અમે તમારી સામે કાયદેસરની કાર્યવાહી કરીશું. જે કાયદેસર રીતે યોગ્ય નથી તે કેવી રીતે થઈ શકે? હા, કેટલાક લોકો ચોક્કસપણે પાછા આવવા માંગે છે, તેમને એક તક આપવામાં આવી છે.
એકનાથ શિંદેનો પલટવાર
આ અંગે એકનાથ શિંદેનું નિવેદન પણ સામે આવ્યું છે. શિંદેએ કહ્યું કે તમે 12 ધારાસભ્યો સામે કાર્યવાહીની અરજી કરીને અમને ડરાવી નહીં શકો.
કારણ કે આપણે આદરણીય શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેના અસલી શિવસેનાનાં શિવસૈનિક છીએ. તમે કોને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છો? અમે કાયદો પણ જાણીએ છીએ. બંધારણના 10મા શિડ્યુલ મુજબ, વ્હીપ મિટિંગો માટે નહીં પરંતુ વિધાનસભ્યનાં કાયદાકીય કામકાજ માટે છે. આ અંગે સુપ્રીમ કોર્ટના પણ ઘણા નિર્ણયો આવેલા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.