બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Efforts of conciliation initiated by the government before the Gram Panchayat elections

મોટા સમાચાર / ચૂંટણી પહેલા સરકારે શરૂ કર્યા સમરસતાના પ્રયાસ, મહિલા ગ્રામ પંચાયતને જાણો હવે કેટલી ફાળવાશે ગ્રાન્ટ

Ronak

Last Updated: 04:38 PM, 13 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા સરકાર દ્વારા સમરસતાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. જેમા સરકાર દ્વારા હવે ગ્રામપંચાયતોની ગ્રાન્ટમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે.

  • ડિસેમ્બરમાં યોજાવાની છે ગ્રામપંચાયતોની ચૂંટણી 
  • ગ્રામપંચાયતોને સમરસ બનાવા સરકાર કરશે પૂરતા પ્રયાસ 
  • સરકાર દ્વારા ગ્રામપંચાયતોની ગ્રાન્ટ વધારવામાં આવી 

રાજ્યમાં ડિસેમ્બરમાં ગ્રામપંચાયતોની ચૂંટણી યોજાવાની છે. આપને જણાવી દઈએ કે ગુજરાતમાં કુલ 11 હજાર ગ્રામપંચાયતો આવેલી છે જેની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીને લઈને ગ્રામ પંચાયતને સમરસ કરવા માટે સરકાર પ્રયાસ કરી રહી છે. જેમા ગ્રામપંચાયતોનો વિકાસ કરવા માટે સરકાર દ્વારા હવે બને તેટલા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 

મહિલા સમરસ ગ્રામ પંચાયતને 13 લાખની ગ્રાન્ટ ફાળવાશે 

ગ્રામ પંચાયતો સમરસ થાય તે માટે સરકાર દ્વારા ગ્રાન્ટ પણ વધારી દેવામાં આવી છે. જેમા સરકાર દ્વારા ગ્રાન્ટની રકમમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. જે પણ ગ્રામપંચાયતની વસ્તી 5 હજાર કરતા વધારે હશે તે ગ્રામપંચાયતોને 8 લાખ કરતા પણ વધુની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. ઉપરાંત મહિલા સમરસ ગ્રામ પંચાયતને સરકાર દ્વારા 13 લાખ સુધીની ગ્રાન્ટ ફાળવવામાં આવશે 

ગ્રાન્ટની ફાળવણીનું ગણીત 

  • પ્રથમ વખત - 5 હજાર સુધી વસ્તી - 3 લાખ ગ્રાન્ટ
  • પ્રથમ વખત - 5 થી 25 હજાર વસ્તી - 4.50 લાખ ગ્રાન્ટ 
  • બીજી વખત - 5 હજાર સુધી વસ્તી - 3.75 લાખ ગ્રાન્ટ + સીસી રોડ માટે 2 લાખ સહાય
  • બીજી વખત - 5 થી 25 હજાર વસ્તી - 5.75 લાખ ગ્રાન્ટ + સીસી રોડ માટે 2 લાખ સહાય
  • ત્રીજી વખત - 5 હજાર સુધી વસ્તી - 4.75 લાખ ગ્રાન્ટ + વિકાસ કામ માટે 3 લાખ સહાય 
  • ત્રીજી વખત - 5 થી 25 હજાર વસ્તી - 7 લાખ ગ્રાન્ટ + વિકાસ કામ માટે 3 લાખ સહાય 
  • ચાર વખત - 5 હજાર સુધી વસ્તી - 5.25 લાખ ગ્રાન્ટ + વિકાસ કામ માટે 3 લાખ સહાય 
  • ચાર વખત - 5 થી 25 હજાર વસ્તી - 7.50 લાખ ગ્રાન્ટ + વિકાસ કામ માટે 3 લાખ સહાય 
  • પાંચમી વખત - 5 હજાર સુધી વસ્તી - 5.50 લાખ ગ્રાન્ટ + વિકાસ કામ માટે 3 લાખ સહાય
  • પાંચમી વખત - 5 થી 25 હજાર વસ્તી - 8.00 લાખ ગ્રાન્ટ + વિકાસ કામ માટે 3 લાખ સહાય
     

સંકળાયેલા મુદ્દાઓ

Goverment Gram Panchayat election Gujarat Gram Panchayat Election 2021 grant incriced ગ્રાન્ટમાં વઘારો ગ્રામ પંચાયત ચૂંટણી Gujarat Gram Panchayat Election 2021
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ