બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / education news std 3 to 8 exam date in gujarat due to corona
Gayatri
Last Updated: 10:19 AM, 26 February 2021
ADVERTISEMENT
દરેક સ્કૂલો માટે વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવીને પરીક્ષા લેવી ફરજિયાત છે. શાળાઓમાં ધોરણ 6થી 12ના વર્ગો શરુ થઈ ગયા છે ત્યારે હવે સરકારે જાહેરાત કરી છે કે ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે.
15 માર્ચથી પ્રથમસત્રની નિદાન કસોટી શરુ થશે
ADVERTISEMENT
શિક્ષણ વિભાગે પરિપત્ર કરીને પરીક્ષા લેવા માટે આદેશ કરી દીધો છે. જે અનુસાર, પ્રથમ સત્રાંત પરીક્ષા 15 માર્ચથી યોજવામાં આવશે. આ પરિપત્ર અનુસાર, તમામ સ્કૂલોએ પરીક્ષા ફરજિયાતપણે લેવી પડશે. 15 માર્ચથી પ્રથમસત્રની નિદાન કસોટી શરુ થશે.
ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર સ્કૂલો સ્વૈચ્છિક રીતે લઈ શકશે
ગુજરાતી, વિજ્ઞાન, ગણિત, સામાજીક વિજ્ઞાન જેવા વિષયોની પરીક્ષા લેવામાં આવશે અને તમામ સ્કૂલોમાં એક જ પ્રશ્નપત્ર રહેશે. એટલું જ નહીં, વિદ્યાર્થીઓએ શાળામાં જઈને પરીક્ષા આપવાની રહેશે. આ કસોટીનો હેતુ વિદ્યાર્થી શેમાં કાચો છે તે જાણવાનો છે. આ ઉપરાંત, ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજીક વિજ્ઞાનની પરીક્ષા સમાન રહેશે. બાકીના વિષયોની પરીક્ષા ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર સ્કૂલો સ્વૈચ્છિક રીતે લઈ શકશે.
આ રહ્યુ સમયપત્રક
15 માર્ચ
16 માર્ચ
17 માર્ચ
18 માર્ચ
19 માર્ચ
20 માર્ચ
22 માર્ચ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.