બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / Educated girls should...': Union Minister blames Shraddha Walkar for her murder, faces flak

પ્રતિક્રિયા / 'શ્રદ્ધા પોતાની હત્યા માટે ખુદ દોષી', કેન્દ્રીય મંત્રીના નિવેદન પર ભડક્યા મહિલા સાંસદ કહ્યું, 'બેશરમ, અને ક્રૂર'

Hiralal

Last Updated: 08:53 PM, 17 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીની શ્રદ્ધા વોકર હત્યાકાંડમાં એક નિવેદન આપતા કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરે હત્યા બદલ પીડિતાને ખુદ જવાબદાર ઠેરવી છે.

  • દિલ્હીના ચકચારી શ્રદ્ધા હત્યાકાંડ પર કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરનું નિવેદન
  • હત્યા બદલ પીડિત છોકરીને દોષી ગણાવી
  • કહ્યું- માતાપિતાની મરજી વગર શું કામ બહાર ગઈ 
  • શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કેન્દ્રીય પર કર્યા પ્રહાર 

કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરે એક ખાનગી ચેનલ સાથે વાત કરતા આ હત્યા માટે પીડિત યુવતી શ્રદ્ધા વોકરને જવાબદાર ઠેરવી છે. શ્રદ્ધા મર્ડર કેસ સાથે જોડાયેલા એક સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે "છોકરીઓની પણ જવાબદારી હોય છે. જે માતા-પિતા દ્વારા ઉછેરવામાં આવે છે અને તે માતાપિતાને એક જ ઝાટકે છોડી દે છે. સાથે જ તેમણે સવાલ કર્યો હતો કે લિવ ઇન રિલેશનશિપમાં રહેવાનો અર્થ શું છે.

ભણેલી છોકરીઓએ અભણ છોકરીઓ પાસેથી શીખવું જોઈએ
કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરે કહ્યું કે, જો કોઇ લિવ ઇન રિલેશનશિપમાં રહેવા માંગે છે તો તેના માટે રજિસ્ટ્રેશન હોવું જોઇએ. આ સાથે તેમણે એવું પણ સૂચન કર્યું હતું કે, જો માતા-પિતા જાહેરમાં તૈયાર ન હોય તો પહેલા તમારે પહેલા કોર્ટ મેરેજ કરવા જોઈએ અને પછી સાથે રહેવું જોઈએ. મંત્રી કૌશલ કિશોરે વધુમાં જણાવ્યું હતું કે, આ તમામ ઘટનાઓ શિક્ષિત છોકરીઓ સાથે બની રહી છે. કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરે એવું પણ કહ્યું કે ભણેલી છોકરીઓએ અભણ છોકરીઓ પાસેથી શીખવું જોઈએ. 

છોકરીઓએ માતાપિતાનું કહ્યું માનવું જોઈએ 
મંત્રી કૌશલ કિશોરે કહ્યું, "આ ઘટનાઓ એવી છોકરીઓ સાથે થઈ રહી છે જે કહે છે કે હું ખૂબ જ ફ્રેન્ક છું. તે કહે છે કે હું સમજણી બની ગઈ છું, મારામાં મારા ભવિષ્ય વિશે વિચારવાની ક્ષમતા છે. આ પછી જ્યારે રિપોર્ટરે પૂછ્યું કે શું તે પીડિતાને તેની હત્યા માટે જવાબદાર ગણાવી રહ્યાં છો ત્યારે મંત્રીએ કહ્યું કે એકદમ બરાબર,  કૌશલ કિશોરે જણાવ્યું હતું કે "આ છોકરીની આ ઘટનામાં માતાએ ના પાડી દીધી, પિતાએ તેને ના પાડી તેમ છતાં પણ તે માની નહીં. છોકરીઓ માતાપિતાનું માનવું જોઈએ.  

શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કૌશલ કિશોર પર કર્યો વળતો વાર 
શિવસેના નેતા અને રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે "આશ્ચર્ય થયું છે કે આ દેશમાં જન્મ લેવા માટે છોકરીઓ જવાબદાર છે." બેશરમ, હૃદયહીન અને ક્રૂર, બધી સમસ્યાઓ માટે સ્ત્રીઓને દોષી ઠેરવતી માનસિકતા સતત ખીલી ઊઠતી રહે છે. આ સાથે તેમણે PMO Indiaને ટેગ કરીને મંત્રી કૌશલ કિશોરને બરતરફ કરવાની માંગ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ