ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ડ્રગ્સ તસ્કર સલીમ ડોલા સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં EDની મોટી કાર્યવાહી
Last Updated: 11:09 PM, 2 June 2026
ADVERTISEMENT
ડ્રગ્સ તસ્કરી અને મની લોન્ડરિંગના ગંભીર આરોપો સાથે જોડાયેલા કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ગુજરાત અને મહારાષ્ટ્રમાં એકસાથે વ્યાપક દરોડા પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી બંને રાજ્યોમાં ચકચાર મચી ગઈ છે.
ADVERTISEMENT
અંકલેશ્વર, સુરત અને રાજકોટ સહિત અનેક સ્થળોએ સર્ચ
મળતી માહિતી અનુસાર, EDની ટીમોએ ગુજરાતના અંકલેશ્વર, સુરત અને રાજકોટ સહિત અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ખાસ કરીને અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલી વંદના કેમિકલ કંપનીમાં પણ અધિકારીઓએ સઘન તપાસ શરૂ કરી હતી.
ADVERTISEMENT

દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી
ADVERTISEMENT
આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ નોંધાયેલા કેસના અનુસંધાને કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તપાસ એજન્સી દ્વારા શંકાસ્પદ નાણાકીય વ્યવહારો, રોકાણો અને સંપત્તિ સાથે જોડાયેલા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે.

ADVERTISEMENT
તપાસ ચાલુ
સૂત્રોના જણાવ્યા મુજબ, દરોડા દરમિયાન EDને કેટલાક મહત્વના દસ્તાવેજો તેમજ ડિજિટલ પુરાવા મળ્યા હોવાનું માનવામાં આવે છે, જેને તપાસ માટે કબજે કરવામાં આવ્યા છે. આ પુરાવાઓના આધારે મની ટ્રેલ અને સંભવિત ગેરકાયદે નાણાકીય વ્યવહારો અંગે વધુ તપાસ આગળ વધારવામાં આવશે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ તસ્કર સલીમ ડોલા સાથે સંકળાયેલા નાણાકીય નેટવર્કને લઈને ED લાંબા સમયથી તપાસ ચલાવી રહી છે. તાજેતરની કાર્યવાહીને આ તપાસમાં મહત્વપૂર્ણ કડી માનવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ રાજ્યના 6 વરિષ્ઠ IAS અધિકારીઓને વધારાની જવાબદારીઓ સોંપાઈ
ADVERTISEMENT
EDની અંકલેશ્વરમાં મોટી કાર્યવાહી
EDની આ મોટી કાર્યવાહી બાદ અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.