ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Ecommerce companies Flipkart, Snapdeal could resume full operations

લૉકડાઉન 2.0 / ઑનલાઈન ખરીદી કરનારાઓ માટે આવ્યા સારા સમાચાર, 20 એપ્રિલથી આ વસ્તુઓ ખરીદી શકશો

Published By: Juhi

Last Updated: 06:20 PM, 16 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકાર દ્વારા જાણકારી આપવામાં આવી છે કે, લૉકડાઉન દરમિયાન 20 એપ્રિલથી મોબાઇલ, ટીવી, ફ્રિઝ, લેપટૉપ અને અન્ય સ્ટેશનરી આઇટમ્સને ઇ-કોમર્સ વેબસાઇટની મદદથી વેચવામાં આવશે.

ADVERTISEMENT

અમેઝોન, ફ્લિપકાર્ટ અને સ્નેપડીલ જેવી ઇ-કોમર્સ કંપનીઓના માધ્યમથી મોબાઇલ, ટીવી, ફ્રિઝ, લેપટૉપ અને અન્ય સ્ટેશનરી આઇટમ્સનું વેચાણ 20 એપ્રિલથી કરવામાં આવશે. 3 મે સુધી લૉકડાઉન વધારવાને લઇને ગૃહ સચિવ અજય ભલ્લા દ્વારા જાણકારી આપ્યાને એક દિવસ પછી ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ આ સ્પષ્ટીકરણ કર્યુ છે. 

અધિકારી અનુસાર, મોબાઇલ, ટીવી, ફ્રિઝ, લેપટૉપ અને અન્ય સ્ટેશનરી આઇટમ્સ ઇ-કોમર્સ પર 20 એપ્રિલથી વેચાણ માટે ઉપલબ્ધ થશે, જોકે આ સામાનની ડિલિવરી કરનારા વાહનોને રસ્તા પર ચલાવવા માટે મંજૂરી લેવી પડશે. બુધવારી જારી કરવામાં આવેલી ગાઇડલાઇન્સ અનુસાર,'' કેટલીક ઇન્ડસ્ટ્રીઝ અને વેપારને 20 એપ્રિલથી શરૂ કરવામાં આવશે. આ ગતિવિધિયોમાં ઢીલ આપવાની સાથે જ રાજ્ય સરકારો દ્વારા સુનિશ્ચિત કરવાનું રહેશે કે તમામ ઑફિસો અને વ્યાવસાયિક કેન્દ્રોમાં સોશ્યલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવુ પડશે. આ સાથે જ તે વિસ્તારોમાં વેપાર શરૂ નહી થાય, જ્યાં કોરોના સંક્રમિત હશે અને હોટસ્પોટ જાહેર થયા હશે. જોકે આ સાથે જ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ઇ-કોમર્સ કંપનીઓએ વાહનોના જરૂરી મંજૂરીની સાથે રસ્તા પર ચલાવવા માટે પરવાનગી લેવી પડશે.''

ગાઇડલાઇન્સ અનુસાર, આવશ્યક વસ્તુઓની શુંખલામાં આવતી તમામ સુવિધાઓ અને વસ્તુઓ માટે વ્યવસ્થા ઊભા કરવામાં આવશે. જે સ્થાનિક દુકાનો, રિટેલ સ્ટોર અને ઇ કોર્મસ કંપનીઓના સામાન આપે છે તેમને ડિલિવરીની પણ અનુમતિ આપવામાં આવશે. જો કે આ તમામ વાતોમાં સોશ્યલ ડિસ્ટેંસિંગનું કડક પણે પાલન થવું ફરજીયાત છે.

સંકળાયેલા મુદ્દાઓ

20 April India LockDown 2.0 Online Shopping Social Distancing e commerce viral LOCKDOWN

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ