ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / earthquake hits veraval and gir somnath gujarat

ધરતીકંપ / વેરાવળ,ગીર-સોમનાથ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં અનુભવાયા ભૂકંપના આંચકા, સ્થાનિકો ઘરની બહાર દોડ્યા

Published By: Kavan

Last Updated: 05:28 PM, 9 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક તરફ ગુજરાતમાં કોરોના વાયરસ નામની મહામારી બેકાબૂ બની છે ત્યારે સૌરાષ્ટ્રના વેરાવળ- સોમનાથ સહિત ગીર સોમનાથ જિલ્લામાં ભૂંકપની આંચકા અનુભવાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે. આ આંચકા બપોરે 3.36 કલાકે અનુભવાયા હતા.

ADVERTISEMENT

  • વેરાવળ સહિત ગીર-સોમનાથમાં ભૂંકપના આંચકા
  • સ્થાનિકો ઘરની બહાર દોડી આવ્યા
  • કોઇ જાનહાની નહીં  

ભર મધ્યાને અચાનક ધરતી ધ્રજી ઉઠતા સ્થાનિકોના જીવ પડીકે બંધાયા હતા અને તાત્કાલિક અસરથી બધા ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે, ભૂંકપને પગલે કોઇ જાનહાની થઇ હોય તેવી કોઇ ઘટના બની નથી. 

પોરબંદરની ધરા પણ ધ્રુજી 

ઉલ્લેખનીય છે કે, પોરબંદરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બપોરે 3.36 કલાકે આંચકા અનુભવાતા લોકોમાં ભય જોવા મળ્યો હતો. માંગરોળથી 44 કીમી સાઉથ ઈસ્ટમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું જાણવા મળ્યું હતું. 

જૂનાગઢમાં પણ ભૂંકપનો આંચકો

આપને જણાવી દઇએ કે, જૂનાગઢમાં પણ ભૂકંપના આંચકાનો અહેસાસ થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ હતી અને સ્થાનિક ઘરની બહાર દોડી આવ્યા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4 મપાઇ છે.

થોડા દિવસ પહેલા બનાસકાંઠામાં મોડી રાતે અનુભવાયા હતા આંચકા 

બનાસકાંઠામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. અચાનક રાત્રીના ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો. જેને લઈ લોકો ઘરની બહાર દોડી આવ્યા.

સંકળાયેલા મુદ્દાઓ

Earthquake gujarat ભૂકંપ Earthquake

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ