બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
તાપમાન વધવાના ક્રમને જો આ વર્ષે પણ ગંભીરતાથી લેવામાં નહીં આવે તો હવે માત્ર આઠ વર્ષ જ બચ્યાં છે જ્યારે ધરતીના એ તાવનો ઇલાજ નહીં થાય. વર્ષ ૨૦૨૨નો સૌથી મોટો સવાલ આ જ છે. બધાંને ખબર છે કે ૨૦૩૦થી ૨૦૫૨ સુધી ધરતીનું તાપમાન ૧.૫ ડિગ્રી સેલ્સિયસ સુધી વધશે, જે પર્યાવરણ માટે ઘણું જ પ્રતિકૂળ હશે. રિસર્ચર્સ જણાવે છે કે વાહનો, ઉદ્યોગો, કારખાનાંમાંથી નીકળતો કાર્બન ડાયોક્સાઇડ, પરાગરજ બધું આપણા શરીરમાં પહોંચીને આપણને અસ્થમા, રાઇનાઇટિસ, સી.ઓ.પી.ડી., સ્કિન કેન્સર અને અન્ય તમામ એલર્જીની ભેટ આપે છે.
ખુદની બહેતરીની આડમાં આપણે પ્રકૃતિને સતત વકિૃત કરી
ADVERTISEMENT
આપણે જેટ ગતિથી પ્રગતિ તો કરી લીધી. અંધાધૂંધ ઔદ્યોગિકીકરણ, શહેરીકરણને અંજામ પણ આપી દીધો, નવા નવા મુકામ પણ મેળવી લીધા, પરંતુ આ બધાથી ઝડપી સુપરસોનકિ ગતિથી આપણા વિનાશની કહાણી પણ લખી લીધી. આ સત્યને સ્વીકારવું જ પડશે. વકિાસ અને વધતી જનસંખ્યાની જરૂરિયાતો વચ્ચે માનવ સભ્યતાની આ જ તથા-કથા છે. ખુદની બહેતરીની આડમાં આપણે પ્રકૃતિને સતત વકિૃત કરી અને તેના સ્વરૂપ તેમજ સંસાધનોને તોડી-મરોડી નાખ્યાં.
ત્રણ લાખ વર્ષ પહેલાં ધરતી પર નવ માનવ પ્રજાતિઓ ઉત્પન્ન થઇ હતી
ADVERTISEMENT
થોડાં વર્ષોમાં સખત અન્યાય કરતા આપણે તો એ પણ ભૂલી ગયા કે જેને આપણે બરબાદ કરી રહ્યા છીએ તેને વસાવવામાં લાખો વરસો લાગ્યાં છે. ગ્રીન હાઉસ ગેસ કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રેટ ઓક્સાઇડ, મિથેન, હેલોકાર્બનનું ભારે માત્રામાં ઉત્સર્જન જળવાયુ પરિવર્તનનું મુખ્ય કારણ છે. એ પણ સાચું છે કે ત્રણ લાખ વર્ષ પહેલાં ધરતી પર નવ માનવ પ્રજાતિઓ ઉત્પન્ન થઇ હતી, જેમાંથી હવે આપણે એકલા જ બચ્યા છીએ.
નદીઓ સમય કરતાં પહેલાં સુકાવા લાગી
ADVERTISEMENT
આપણી સુખ-સુવિધાઓ માટે લાખો વર્ષ જૂનાં પ્રાકૃતકિ સ્વરૂપો-સંસાધનોને એ રીતે બગાડ્યાં કે નદીઓ સમય કરતાં પહેલાં સુકાવા લાગી. જંગલ ઝાડ વગર વેરાન થઇ ગયાં. પહાડ તૂટીને ઇમારતમાં ફેરવાઇ ગયા. પાણીથી છલકતી ધરતી સૂકી બની ગઇ, પ્રાણદાતા વાયુમંડળ પ્રાણ વિરોધી ઝેરી હવાઓથી ભરાઇ ગયું. આ તમામ પ્રકારની પ્રતિસ્પર્ધાઓની હોડમાં આપણે સતત બધું ભૂલતા ગયા અને હજુ સુધરી રહ્યા નથી.
વાયુમંડળનો ગરમ થતો મિજાજ બેકાબૂ થયો
ADVERTISEMENT
વધતા વાયુમંડળનું તાપમાન અસહ્ય બનતું ગયું. ઉદ્યોગો, કારખાનાંમાંથી ઉત્સર્જિત દૂષિત ગેસ ખરાબ રીતે આપણા શ્વાસમાં ભરાવા માટે તૈયાર થઇ ગયો. આંકડા જોઇએ તો માત્ર દસ વર્ષમાં દુનિયાભરમાં જીવાશ્મ ઇંધણની ખપત આ વાતાવરણને બગાડવા માટે પૂરતી છે. જીવાશ્મ ઇંધણ અને બીજી ઔદ્યોગકિ પ્રક્રિયાના કારણે વિશ્વમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં ૪,૫૭૮.૩૫ મિલિયન મેટ્રકિ ટનના વધારો શું થયો વાયુમંડળનો ગરમ થતો મિજાજ બેકાબૂ થયો. આ જ તો ગ્લોબલ વોર્મિંગ છે.
આખા દેશની હાલત ખરાબ રહી
ADVERTISEMENT
ભારતમાં મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ, જમ્મુ-કાશ્મીર, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ સહિતનાં દક્ષિણનાં રાજ્યો કુલ મળીને આખા દેશની હાલત ખરાબ રહી. બીજી બાજુ અમેરકિાના વોશિંગ્ટન અને કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં હીટ ડોમ બનવાથી હવા એક જગ્યાએ શું ફસાઇ કે તાપમાન ૪૯.૬ ડિગ્રી સેલ્સિયસ સુધી જઇ પહોંચ્યું. અમેરકિાનાં જંગલોની આગે બે અઠવાડિયાંમાં લોસ એન્જલસ જેટલો વિસ્તાર તો ખાખ કરી દીધો.
જંગલોનું અસ્તિત્વ પણ જોખમમાં મુકાયું
બ્રાઝિલના મધ્યવર્તી વિસ્તારો પણ શતાબ્દી પહેલાં દુષ્કાળની ઝપટમાં આવી ગયા અને એમેઝોનનાં જંગલોનું અસ્તિત્વ પણ જોખમમાં મુકાયું. પર્યાવરણીય અસંતુલનથી પહેલાંથી જ બેલગામ વરસાદ અને તાપે પ્રાકૃતિક મુશ્કેલીઓ વધારી દીધી છે. આગળ હજુ શું થશે તે વિચારવું ચિંતાજનક છે. આખી દુનિયા વિચાર-વિમર્શમાં મશગૂલ છે, પરંતુ કોઇ ઉકેલ મળતો નથી. લોકો મારું પ્રદૂષણ અને તારું પ્રદૂષણ જેવી બાબતોમાં ઊલઝી રહ્યા છે.
પર્યાવરણને સ્થિર રાખવું પડશે
જળવાયુ પરિવર્તન શું છે? તેની સમજ હજુ કેટલાય લોકો માટે સરળ હોઇ પણ સરળ નથી. દુનિયામાં ઔદ્યોગકિ ક્રાંતિની શરૂઆત ૧૮૫૦થી ૧૯૦૦ વચ્ચે થઇ. તે સમયે ધરતીનું તાપમાન જેટલું હતું તેને જ યોગ્ય માપદંડ સમજીને સ્થિર રાખવાનું છે, જેથી પર્યાવરણ પણ સ્થિર રહી શકે. બસ, આટલી જરા જેટલી નાસમજ વ્યક્તિ પર ભારે પડી ગઇ છે. કાશ! ધરતીની પણ થોડી દરકાર લેવાઇ જાત.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.