બ્રેકિંગ ન્યુઝ
Noor
Last Updated: 09:21 AM, 14 June 2021
ADVERTISEMENT
દેશભરમાં વધી રહેલાં પ્રદૂષણને કારણે ભારત સરકારે પ્લાસ્ટિક બેન કરી દીધું છે. ત્યારે કેટલાક બિઝનેસ એવા છે જેને તમે પ્લાસ્ટિક સાથે રિપ્લેસ કરી શકો અને જોરદાર કમાણી કરી શકો. અત્યારના સમયમાં પેપર કપનો બિઝનેસ સૌથી વધારે પોપ્યુલર અને ડિમાન્ડમાં છે. દરેક જગ્યાએ પ્લાસ્ટિકના કપમાં ચા આપવામાં આવતી હતી, હવે તેની જગ્યાએ પેપરના કપ ઉપયોગમાં લેવામાં આવે છે. જેથી પેપરકપની ડિમાન્ડ વધી ગઇ છે. આ બિઝનેસ માટે સરકાર મુદ્રા લોન આપે છે. સરકાર તરફથી આ માટે પ્રોજેક્ટ રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવી છે. ચાલો જાણીએ ડિટેલ્સ.
આ બિઝનેસ માટે તમારે 500 વર્ગફૂટ એરિયાની જરૂર પડશે. મશીનરી, ઇક્વિપમેન્ટ તેમજ ફર્નિચર, ડાઈ, ઈલેક્ટ્રિફિકેશન, ઈન્સ્ટોલેશન અને પ્રી ઓપરેટિવ વગેરે ખર્ચ માટે 10.70 લાખ રૂપિયા.
ADVERTISEMENT
વર્કર્સને આપવાની સેલેરી
જો તમે સ્કિલ્ડ અને અનસ્ક્લિડ બંને પ્રકારના કારીગર રાખો છો તો તમારે લગભગ 35000 રૂપિયા મહિને ખર્ચો થશે.
3.75 લાખ રૂપિયા તમારે રૉ મટેરિયલનો ખર્ચ થશે.
યુટીલિટીઝ પર 6000 રૂપિયા ખર્ચ થશે.
અન્ય ખર્ચ 20,500 રૂપિયા થશે.
કેટલો થશે નફો
જો તમારો બિઝનેસ શરૂ થઇ ગયો છે તો વર્ષના 300 દિવસ કામ કરો છો તો તમે 300 દિવસમાં 2.20 કરોડ યુનિટ પેપર કપ તૈયાર કરી શકો છો. તે સિવાય તમે પ્રતિ કપ કે ગ્લાસને 30 પૈસામાં વેચી શકો છો.
સરકાર કરશે મદદ
કેન્દ્ર સરકાર મુદ્રા લોન હેઠળ આ બિઝનેસમાં મદદ કરશે. મુદ્રા લોન હેઠળ સબસિડી આપશે. 75 ટકા લોન સરકાર આપશે, જ્યારે 25 ટકા તમારે ઇનવેસ્ટ કરવું પડશે.
ક્યાં મળે છે મશીન
કાગળના કપ બનાવવાનું મશીન દિલ્હી, હૈદરાબાદ આગ્રા તેમજ અમદાવાદના કેટલાક શહેરોમાં મળે છે. આ મશીન તૈયાર કરવાનું કામ એન્જીનીયરિંગ વર્ક કરનાર કંપનીઓ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.