બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Early morning earthquake in Afghanistan-Tajikistan

BIG BREAKING / ફરી ભયંકર ભૂકંપ, 6.8ની તીવ્રતા: અફઘાનિસ્તાન-તાજિકિસ્તાનમાં ધરા ધણધણી, ચીનમાં પણ આવ્યા આંચકા

Priyakant

Last Updated: 07:43 AM, 23 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વહેલી સવારે અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા, ચીનની સરહદને અડીને આવેલા વિસ્તારોમાં પણ ભૂકંપની અસર જોવા મળી

  • અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા 
  • વહેલી સવારે 6.8 તીવ્રતાનો ભૂકંપ, ચીનમાં પણ આવ્યા આંચકા 
  • તાજિકિસ્તાનમાં સવારે 6:07 વાગ્યે 6.7ની તીવ્રતાનો ભૂકંપ 

ગુરુવારે અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હોવાનું સામે આવ્યું છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.8 હતી. એટલું જ નહીં ચીનની સરહદને અડીને આવેલા વિસ્તારોમાં પણ ભૂકંપની અસર જોવા મળી હતી. આ આંચકા એવા સમયે આવ્યા છે જ્યારે તુર્કીયે અને સીરિયામાં તાજેતરમાં આવેલા ભૂકંપોએ ભારે તબાહી મચાવી છે.

વિગતો મુજબ અફઘાનિસ્તાનમાં આજે એટલે કે ગુરુવારે સવારે 06.07 મિનિટે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર ફૈઝાબાદથી 265 કિમી દૂર છે. USGS અનુસાર, તાજિકિસ્તાનમાં સવારે 6:07 વાગ્યે 6.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ચીનની સરહદ નજીક ભૂકંપની અસર જોવા મળી છે.

તુર્કીયે અને સીરિયામાં ભૂકંપથી તબાહી 
આ ભૂકંપના આંચકા એવા સમયે આવ્યા જ્યારે આ મહિને તુર્કીયે અને સીરિયામાં ભૂકંપના કારણે તબાહી સર્જાઈ છે. તુર્કીયે અને સીરિયામાં 6 ફેબ્રુઆરીએ 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. બંને દેશોમાં અત્યાર સુધીમાં 46000 થી વધુ લોકોના મોત થયા છે. એકલા તુર્કીયેમાં જ ભૂકંપના કારણે 2 લાખથી વધુ એપાર્ટમેન્ટ નાશ પામ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર તુર્કીયે-સીરિયા બોર્ડર પર હતું. આવી સ્થિતિમાં સીરિયામાં ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઈ હતી. હજારો લોકો હજુ પણ ગુમ છે.

ભૂકંપ આવે તો શું કરવું?
ત્યારે ભૂકંપ આવતો કઈ વાતનું ધ્યાન રાખવું તે લોકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. લોકોએ ભૂકંપ આવે ત્યારે તુરંત ઓફિસ કે ઘરે હોય ખુલ્લા મેદાન તરફ ભાગવું અને ઈમારત, વીજળીના થાંભલા કે કોઈ દરવાજા હોય ત્યાથી દૂર રહેવું. આ ઉપરાંત અનેક ઉપાયો છે જે ભૂકંપથી રક્ષા કરી શકે છે.

ભૂકંપ આવે તો શું કરવું?

  • ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
  • વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
  • ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
  • ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
  • ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
  • ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
  • ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
  • દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ