બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Early in the morning the Chief Minister held a khatla meeting at Jalotra village of Banaskantha
Last Updated: 01:06 PM, 11 February 2024
ADVERTISEMENT
લોકસભાની ચૂંટણીઓના પડઘમ વચ્ચે ભાજપનું ગાંવ ચલો અભિયાન શરૂ થયું છે. જેની શરૂઆત ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વડગામના જલોત્રા ગામે પહોંચીને કરાવી છે. ગઈકાલે જલોત્રા ગામે પહોંચેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગામના અલગ અલગ મંદિરોમાં દર્શન કર્યા અને તે બાદ રાત્રે જલોત્રા ગામના ખેડૂતના ઘરે રાતવસો કરી વહેલી સવારથી જ ખેડૂતો સાથે ખાટલા બેઠક યોજી હતી. ગામના અલગ અલગ વિસ્તારોમાં ગામના લોકો સાથે સીએમે બેઠક કરી હતી.
ADVERTISEMENT
મુખ્યમંત્રીએ ખાટલા બેઠક યોજી દિવસની શરૂઆત કરી
ત્યારે સીએમએ વહેલી સવારથી જ ખેડૂતો સાથે ખાટલા બેઠક યોજી આજના દિવસની શરૂઆત કરી હતી. ખેડૂતો સાથે ખાટલા બેઠક દરમિયાન સીએમએ ખેડૂતો સાથે વાર્તાલાપ કરીને ખેડૂતો ના અલગ અલગ પ્રશ્નો સાંભળ્યા છે. ત્યારે સીએમ સાથે વાર્તાલાપ કરવાનો લ્હાવો મેળવનાર ખેડૂતો પોતાને ખુબ જ નસીબદાર ગણાવી રહ્યા છે. અને ખેડૂતોનાં પ્રશ્નોને મુખ્યમંત્રીએ સાંભળીને નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી.
અમારા ખેડૂતોનો માર્કેટનો જે પ્રશ્ન હતો. તેને ધ્યાને લીધો છે
આ બાબતે ખેડૂતે ભીખાભાઈ પટેલે કહ્યું હતું કે, જલોત્રા મુકામે મુખ્યમંત્રીએ જે બેઠક કરી એનાથી ખેડૂતોમાં ખૂબ આનંદની લાગણી છે. તેમજ ખેડૂતોમાં ખુશી છે. અમારા ખેડૂતોનો માર્કેટનો જે પ્રશ્ન હતો. તેને ધ્યાને લીધો છે. જેથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.
બેઠકમાં ખેડૂતોએ પાણીનાં પ્રશ્નોની રજૂઆત કરી હતી
ખેડૂત લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ જલોત્રા મુકામે રાત્રી રોકાણ કરી વહેલી સવારે બેઠક કરી હતી. ખાટલા બેઠકમાં તમામ તાલુકાનાં લોકો આવ્યા હતા. આ બેઠકમાં ખેડૂતોએ પાણીનાં પ્રશ્નોની રજૂઆત કરી હતી. જે તમામ બાબતો પર ચર્ચા વિચારણા કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.