આપણી લાઈફસ્ટાઈલની અસર આપણાં શરીર અને સ્વાસ્થ્ય પર પડે છે. ખરાબ લાઈફસ્ટાઈલ અનેક બીમારીઓનું કારણ બની શકે છે પરિણામે પ્રીમેચ્યોર ડેથ શક્ય છે.
રાત્રે જલ્દી જમવાથી શરીરને ફાયદો મળે છે
બ્લડ શુગર અને હદય રોગની બીમારીઓને પણ દૂર રાખવામાં મદદરૂપ
સાંજે જલ્દી જમી લેવાથી તમારું સ્વાસ્થ્ય સુધરે છે
એક સ્ટડી અનુસાર જલ્દી ડિનર કરવાથી તમારી ઉંમર લાંબી થઈ શકે છે. વહેલું ડિનર કરવાનાં અન્ય પણ અનેક ફાયદાઓ છે જે તમારું સ્વાસ્થ્ય સુધારી શકે છે. એક સ્ટડીમાં ઈટલીનાં એક ગામનાં લોકો પર રિસર્ચ કરવામાં આવ્યું અને તેમાં જાણવા મળ્યું કે જેટલા પણ લોકો 90થી વધારેની ઉંમરનાં છે તેઓ સાંજે 7 વાગ્યા આસપાસ જમી લે છે. સાથે જ તેઓ લો કેલેરીવાળું જમવાનું જમે છે. તેમના ડાયટમાં સીરિયલ્સ, ફળ, શાકભાજી અને દાળ વધારે પ્રમાણમાં સમાવિષ્ટ હતાં. આ લોકોની લાઈફસ્ટાઈલ પણ ઘણી એક્ટિવ જોવા મળી. આ સ્ટડીથી સમજી શકાય છે કે લાઈફસ્ટાઈલ આપણાં જીવનની ગુણવત્તા પર અસર કરે છે.
પાચન માટે ફાયદાકારક
જલ્દી ડિનર કરવું તમારા પાચન માટે ફાયદાકારક છે. સાંજે આશરે 7 વાગ્યા આસપાસ ડિનર કરવાથી સૂવા પહેલા ઘણો સમય મળે છે જેના લીધે ડિનર સરળતાથી પચે છે. લેટ નાઈટ ડિનર કરવાથી એસિડિટી, ગેસ, બ્લોટિંગ જેવી સમસ્યાઓ થાય છે કારણકે આપણી બોડીનું ફંક્શન ધીમું થઈ જાય છે. તેથી જલ્દી ડિનર કરવું તમારા પાચનતંત્ર માટે લાભદાયી બની શકે છે.
જલ્દી ડિનર કરવાનાં ફાયદાઓ
સારી નિંદર
ડિનર અને સૂવાની વચ્ચે વધારે સમય હોવાને લીધે તમને નિંદર સારી આવે છે. આવું એટલા માટે કારણકે જમવાનું સરળતાથી પચી જાય છે. અપચાની સમસ્યા ઘટી જવાને લીધે સારી નિંદર આવે છે.
વજન ઘટાડવામાં મદદરૂપ
જલ્દી ડિનર કરવાથી વજન વધવાની સમસ્યા ઘટી જાય છે. સાંજે ડિનર કરવાથી તમારું મેટાબોલિઝમ તેજ થાય છે જેથી તમારું જમવાનું સૂવા પહેલા મોટાપ્રમાણમાં ડાયજેસ્ટ થઈ જાય છે અને રાત્રે ખાવાની ક્રેવિંગ પણ નથી થતી.
બ્લડ શુગર કંટ્રોલ
રાત્રે જલ્દી ખાવાથી તમારી બોડીને બ્રેક લેવાનો સમય મળી જાય છે અને તમામ પોષકતત્વો સારીરીતે એબ્સોર્બ થઈ જાય છે. જલ્દી ડિનર કરવાથી તમારી બોડી ઈંસુલીનનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકે છે અને બ્લડ શુગરનો લેવલ વધતું નથી. જેથી ડાયાબિટીઝ, હદય રોગ વગેરેનો ખતરો ઘટી જાય છે.