બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / e filing home page income tax department refunds worth over 26000 crore rupees

સુવિધા / લૉકડાઉનની વચ્ચે IT ડિપાર્ટમેન્ટે લાખો ટૅક્સપેયર્સના ખાતામાં ટ્રાન્સફર કર્યા 26242 કરોડ

Published By: Krupa

Last Updated: 09:25 PM, 22 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT)એ શુક્રવારે કહ્યું કે એક એપ્રિલથી 21 મેની વચ્ચે 16,84,298 ટેક્સપેયર્સને રિફંડ મળ્યું. સીબીડીટીએ કહ્યું કે 15,81,906 ટેક્સપેયર્સને 14,632 કરોડ રૂપિયાનો ઇન્કમ ટેક્સ રિફંડ જારી કરવામાં આવ્યા.

  • કોવિડ-19 સંકટની વચ્ચે લોકોને રોકડ ઉપલબ્ધ કરાવવા માટે ડિપાર્ટમેન્ટે રિફંડનું કામ ખૂબ જ ઝડપથી કર્યું
  • બીજી બાજુ 1,02,329 ટેક્સપેયર્સને કૉર્પોરેટ ટેક્સ રિફંડ જારી કર્યા

ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટએ એપ્રિલથી 16.84 લાખ ટેક્સપેયર્સને 26,424 કરોડ રૂપિયાના ટેક્સપેયર્સને 26,424 કરોડ રૂપિયાનો ટેક્સ રિફંડ જારી કર્યા. કોવિડ-19 સંકટની વચ્ચે લોકો અને કંપનીઓને રોકડ ઉપલબ્ધ કરાવવા માટે ડિપાર્ટમેન્ટે રિફંડનું કામ ખૂબ જ ઝડપથી કર્યું છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડે શુક્રવારે કહ્યું કે એક એપ્રિલથી 21 મે ની વચ્ચે 16,84,298 ટેક્સપેયર્સને રિફંડ મળ્યું. સીબીડીટીએ કહ્યું કે 15,81,906 ટેક્સપેયર્સને 14,632 કરોડ રૂપિયાના ઇનકમ ટેક્સ રિફંડ જારી કરવામાં આવ્યા છે. તો બીજી બાજુ 1,02,329 ટેક્સપેયર્સને કૉર્પોરેટ ટેક્સ રિફંડ જારી કર્યા. 

ગત સપ્તાહે નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાનની જાહેરાત બાદ રિફંડ જારી કરવાનું કામ વધારે ઝડપથી કરવામાં આવ્યું. સીતારમણે કહ્યું હતું કે અમે રિફંડમાં મોડુ કરી રહ્યા નથી. અમે એને રોકીને બેઠા નથી. અમે એટલા માટે રિફંડ એટલા માટે ઝડપથી જારી કરી રહ્યા છે કે કારણ કે આ સમયે તમને પૈસાની જરૂર છે અને આ તમારી પાસે પહોંચવા જોઇએ. ટેક્સ રિફંડના પૈસાને અમે અમારી પ્રોત્સાહનની ગણનામાં સામેલ કર્યા નથી. 

સીબીડીટીએ 16 મે સમાપ્ત દરમિયાન 37,531 ટેક્સપેયર્સને 2,050.61 કરોડ રૂપિયાનું રિફંડ જારી કર્યું હતું. આ રીતે કૉર્પોરેટ ટેક્સપેયરસ્ને 867.62 કરોડ રૂપિયાનું રિફંડ જારી કર્યું હતું. તો બીજી બાજુ 21 મે એ સમાપ્ત સપ્તાહ એટલે કે 17 મે થી 21 મે દરમિયાન 1,22,764 ટેક્સપેયર્સને 2,672.97 કરોડ રૂપિયાનું રિફંડ જારી કર્યું હતું, તો બીજી બાજુ 33,774 કોર્પોરેટ ટેક્સપેયર્સને 6,714.34 કરોડ રૂપિયાનું રિફંડ જારી કરવામાં આવ્યું.  

સંકળાયેલા મુદ્દાઓ

Income Tax Department business ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ટેક્સ રિફંડ ટેક્સપેયર્સ રિફંડ Facilities

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ