બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / DyCM Nitin Patel Gujarat Budget 2021 online app

બજેટ / મોટા સમાચાર: ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર રજૂ થશે આવુ બજેટ, જાણો શું કહ્યુ DyCM નીતિન પટેલે?

Gayatri

Last Updated: 04:56 PM, 26 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતનું 2021-22નું બજેટ પેપરલેશ હશે. નીતિન પટેલે ઓનલાઇન બજેટ માટે મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી છે

  • ગુજરાતનું 2021-22નું બજેટ પેપરલેશ હશે
  • નીતિન પટેલે ઓનલાઇન બજેટ માટે મોબાઇલ એપ્લિકેશન કરી લોન્ચ
  • ગુજરાત પહેલુ રાજ્ય છે જ્યા મોબાઇલ એપ. બજેટ મુકાશે

ગુજરાતનું 2021-22નું બજેટ પેપરલેશ હશે. નીતિન પટેલે ઓનલાઇન બજેટ માટે મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી છે. ત્યારે ગુજરાત પહેલું રાજ્ય છે જ્યાં મોબાઇલ એપ દ્વારા બજેટ મુકાશે. ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં તમામ દસ્તાવેજ એપમાં હશે. લોકો એપ્લિકેશનમાં બજેટને લઇ તમામ વિગતો જોઇ શકશે. 

હવે બજેટમાં સીધો ટેક્સ નાખવાની કોઇ જોગવાઇ નથી

બજેટ એપ્લિકેશનમાં ગત વર્ષના બજેટના દસ્તાવેજ પણ રહેશે. અને દરેક વિભાગની બજેટ જોગવાઇ પણ જોઇ શકાશે. બજેટ એપમાં 26 વિભાગના પ્રકાશન મુકવામાં આવશે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે ગુજરાતના વિધાનસભા ઇતિહાસમાં ઐતિહાસિક પગલું છે. સીએમ રૂપાણી સાથે ચર્ચા બાદ નિર્ણય લેવાયો છે. અને આજે બજેટ એપ્લિકેશન એપ લોન્ચ કરી છે. રાજ્યને હવે બજેટમાં સીધો ટેક્સ નાખવાની કોઇ જોગવાઇ નથી.

વિધાનસભા અધ્યક્ષની મંજૂરી બાદ નિર્ણય લેવાયો

DyCM નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતુ કે, વિધાનસભા અધ્યક્ષની મંજૂરી બાદ નિર્ણય લેવાયો છે. લોકશાહીમાં દરેક નાગરિકને બજેટની બધી વિગતો ઉપલબ્ધ થશે. આજે બજેટ એપ્લિકેશન લોન્ચ કરી છે. અત્યાર સુધી વિધાનસભા કામગીરીના જીવંત પ્રસારણની માંગ હતી. રાજ્યને હવે બજેટમાં સીધો ટેક્સ નાખવાની કોઇ જોગવાઇ નથી. GST આવ્યા બાદ વન નેશન વન ટેક્ષ છે. ગુજરાતમાં 74 પ્રકારના પ્રકાશનો બજેટને લઈને બહાર પડતા હતા. દર બજેટમાં 73 જેટલા પ્રકાશનો રજૂ કરવામાં આવે છે. 73 પ્રકાશન વિતરણમાં 5517305 કાગળ પેજ વપરાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

DyCM Nitin Patel Gujarat budget ગુજરાત બજેટ Gujarat budget
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ