બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / Dwarka and Shamlaji Temple Krishna Birth janmashtami

ઉજવણી / નંદ ઘેર આનંદ ભયો...: દ્વારકા અને શામળાજી ખાતે કૃષ્ણ જન્મની તડામાર તૈયારીઓ

Published By: Divyesh

Last Updated: 08:35 AM, 23 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભગવાન દ્વારકાધીશના જન્માષ્ટમી ઉત્સવને ધામધૂમ પૂર્વક ઉજવણી કરવા માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. મંદિર સહિતના પરિસરમાં ખૂબ સુંદર દ્વારકા મંદિરને શણગાર કરવામાં આવ્યો છે અને ભક્તોની ભીડ પણ દ્વારકામાં જોવા મળી રહી છે.

દર વર્ષે હજારો ભક્તો દ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવ માટે આવતા હોય છે ત્યારે આ ઉત્સવને ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે. સમગ્ર દ્વારકામાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. યાત્રિકોનો પણ હાલ ધીમે - ધીમે વધી રહ્યાં છે. જન્માષ્ટમીના ઉત્સવને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.

જન્માષ્ટમીના ઉત્સવને લઇને સમગ્ર દ્વારકામાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. આ ઉત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે.  દેવભૂમિ દ્વારકામાં જન્માષ્ટમીના પર્વને લઇને દ્વારકાધીશ મંદિરમાં તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

જગતના તાતના મંદિરને અલગ-અલગ લાઇટથી શણગારવામાં આવ્યું છે. આ શણગારાયેલું મંદીર રાતના સમયે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. 

અરવલ્લીના શામળાજી મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી રહી છે. જેમાં આજે સંતો અને ભજન મંડળી દ્વારા ભજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. શહેરમાં આજે 10 વાગ્યા બાદ શામળાજી યુવક મંડળ અહીં શોભાયાત્રા કાઢશે.

આ શોભાયાત્રા સમગ્ર નગરમાં ફરશે. શોભાયાત્રામાં 101 મટકી પણ ફોડવામાં આવશે. જ્યારે 100 કિલોથી વધુ અબીલ ગુલાલ ઉડાવવામાં આવશે. ભગવાનના અવતારની ઝાંખી સાથે નૃત્ય કરાશે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Dwarka temple Janmashtami 2019 Shamlaji Temple જન્માષ્ટમી 2019 દ્વારકા શામળાજી religious

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ