બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / during exercise if These 4 signs appear in the body even by mistake be careful

હેલ્થ / એલર્ટ! કસરત ટાણે ભૂલથી પણ શરીરમાં દેખાય આ 4 સંકેત, તો ચેતી જજો!

Megha

Last Updated: 03:19 PM, 9 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી વખત એવું જોવા મળ્યું છે કે લોકોને વર્કઆઉટ કરતી વખતે ચક્કર આવે છે તો કેટલાક બેભાન પણ થઈ જાય છે, આ સહિત બીજા કેટલાક લક્ષણો ઘણા સંજોગોમાં જીવલેણ પણ બની શકે છે.

આજના સમયમાં લોકો ઘણી બિમારીઓની ચપેટમાં આવી રહ્યા છે, એવામાં ફિટ રહેવું દરેક લોકો માટે ખૂબ જ જરૂરી બની ગયું છે. સાથે દરેક હવે ડાયેટ સભાન બની ગયા છે અને જીમમાં વધુને વધુ સમય વર્કઆઉટ કરે છે. પરંતુ કેટલીકવાર વર્કઆઉટ તમારા સ્વાસ્થ્ય માટે ઘાતક પણ બની શકે છે. વાસ્તવમાં, વધુ પડતું જિમ કરવું કેટલાક લોકોના શરીરને અનુકૂળ નથી અને તે હૃદયને અસર કરે છે.

હેલ્થ માટે એક્સરસાઇઝ કરવી બેસ્ટ, પણ ખાલી પેટે કરવી હિતાવહ ખરા ? જાણો  લાભ-ગેરલાભ | when to do exercise after meal or before

ઘણી વખત એવું પણ જોવા મળ્યું છે કે કેટલાક લોકોને વર્કઆઉટ કરતી વખતે ચક્કર આવે છે તો કેટલાક કસરત કરતી વખતે બેભાન પણ થઈ જાય છે. આવું કેટલાક સંજોગોમાં જીવલેણ પણ બની શકે છે. જો તમને કસરત કરતી વખતે કેટલાક સંકેતો દેખાય છે, તો તે તમારા સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે.

છાતીમાં બેચેની થવી 
જો તમને કસરત કરતી વખતે વારંવાર છાતીમાં દુખાવો થતો હોય તો તમારે તેની અવગણના ન કરવી જોઈએ. આવી સ્થિતિમાં તરત જ કસરત કરવાનું બંધ કરો અને ડૉક્ટરની સલાહ લેવી જોઇએ. આ સિવાય જો વર્કઆઉટ કરતી વખતે તમારા ધબકારા અસાધારણ રીતે વધી જાય તો તે ગંભીર પણ હોઈ શકે છે.

શ્વાસમાં તકલીફ થવી 
વર્કઆઉટ કરતાં સમયે શ્વાસ લેવામાં થોડી તકલીફ થવી એ સામાન્ય બાબત છે, પરંતુ જ્યારે તમને વારંવાર શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે અને બેચેની અનુભવાય અને ખૂબ પરસેવો થાય તો તે ગંભીર બની શકે છે. આ હાર્ટ અટેક્ની નિશાની છે અને તેને અવગણવી જોઇએ નહીં. 

રનિંગ કે વૉકિંગ? વજન ઘટાડવા કઇ એક્સરસાઇઝ છે સૌથી બેસ્ટ, જાણો શું કહે છે  સાયન્સ | Health News walking vs running which is best exercise for weight  loss

ચક્કર
જો તમને કસરત કરતી વખતે વારંવાર ચક્કર આવે છે અથવા નબળાઈ અનુભવાય છે, તો તમારે તેને અવગણવું જોઈએ નહીં. જો કે શરીરમાં પાણીની અછતને કારણે કસરત કરતી વખતે ચક્કર આવવું એ સામાન્ય બાબત છે, પરંતુ જો તમને દરરોજ આવું લાગતું હોય તો ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો.

વધુ વાંચો: ભૂલથી પણ chronic painને નજર અંદાજ ન કરતા, નહીં તો હેરાન-હેરાન થઇ જશો, જાણો કેમ

પરસેવો
વ્યાયામ કરતી વખતે પરસેવો થવો સામાન્ય છે, પરંતુ ઉબકા અને અસામાન્ય પરસેવો ગંભીર હોઈ શકે છે. આ હાર્ટ એટેકનું પ્રારંભિક લક્ષણ છે. જો આ પછી પણ તમે કસરત કરવાનું બંધ ન કરો તો તમને હાર્ટ એટેક આવી શકે છે. તેથી, આવી પરિસ્થિતિ ઊભી થાય તે પહેલાં, ડૉક્ટરની સલાહ લો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ