બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health / drinking water in the morning help with weight loss

ટિપ્સ / વજન ઉતારવા માટે સવારે પાણી પીવું જરૂરી કે નહીં, આ કારણોથી સમજો

Published By: Noor

Last Updated: 01:01 PM, 10 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શરીરને હેલ્ધી રાખવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું ખૂબ જ જરૂરી છે. જો તમે વજન ઉતારવા માગો છો તો તમારે ડેઈલી વોટર ઈનટેક પર ધ્યાન આપવું જરૂરી છે. સવારે ઉઠીને સૌથી પહેલાં પાણી પીવાની સલાહ તો બધાં જ આપે છે પરંતુ સવારે ઉઠીને નવશેકું પાણી પીવાથી વજન ઉતારવામાં ફાયદો મળે છે કે નહીં એ જણાવીશું.

  • હેલ્ધી રહેવા પૂરતું પાણી પીવું જરૂરી
  • બોડીને રાખે છે હાઈડ્રેટ
  • પાણી બોડીના ટોક્સિન્સ દૂર કરવામાં કરે છે મદદ

કેલરી ઈનટેક ઘટે છે

એવું કહેવાય છે કે પાણી પીવાથી કેલરી ઈનટેક ઘટી જાય છે, કારણ કે તેનાથી પેટ ભરેલું રહે છે. જોકે યુવાનોને એટલો ફાયદો થતો નથી, કારણ કે યુવાનોને ભૂખ વધુ લાગે છે. પણ પૂરતાં પ્રમાણમાં પાણી પીવાથી બોડી હાઈડ્રેટ રહે છે અને સ્કિન પણ હેલ્ધી રહે છે. સાથે જ પૂરતું પાણી પીવાથી ભૂખ કંટ્રોલમાં રહે છે. 

ટોક્સિન્સ

આપણાં શરીરમાં રહેલાં ટોક્સિન્સ દૂર કરવાનું કામ કિડની કરે છે. પૂરતાં પ્રમાણમાં પાણી પીવાથી કિડની સ્વસ્થ રહે છે અને બોડીના ટોક્સિન્સ પણ દૂર થાય છે. જોકે પાણી પીવાના સમય સાથે તેનો કોઈ સંબંધ નથી. 

વેટ લોસ માટે પાણી પીવાના લાભ

ડિહાઈડ્રેટ

સવારે યૂરિનનો કલર ડાર્ક યેલો હોવાને કારણે લોકોને લાગે છે કે બોડી ડિહાઈડ્રેટ થઈ ગઈ છે અને સવારે પાણી પીવું જરૂરી છે. જેથી યૂરિન સારી રીતે પાસ થઈ જાય. પણ યૂરિનનો કલર હાઈડ્રેશન કે ડિહાઈડ્રેશનનો ચોક્કસ સંકેત માની શકાય નહીં. જોકે, સવારે પાણી પીવાથી બોડી હાઈડ્રેટ રહે છે. 

આ છે જરૂરી વાત

એવું ક્યાંય ચોક્કસ તારણ મળ્યું નથી કે સવારે સૌથી પહેલાં પાણી પીવાથી વજન ઉતારવામાં મદદ મળે છે કે નહીં. પરંતુ જો તમને સવારે પાણી પીવાની આદત હોય તો એ બહુ જ સારી વાત છે, કારણ કે તેનાથી શરીર હાઈડ્રેટ રહે છે, સાથે જ આખો દિવસ પૂરતું પાણી પીવાથી વધુ ભૂખ લાગતી નથી. જેથી રોજ 2થી 3 લીટર પાણી અવશ્ય પીવું જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

Health drinking water tips weight loss પાણી વેટ લોસ હેલ્થ tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ