બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / તરસ લાગે ત્યારે જ યાદ આવે છે પાણી પીવાનું?, જાણી લેજો આ આદતો કિડનીને કરી નાંખશે બિમાર

તમારા કામનું / તરસ લાગે ત્યારે જ યાદ આવે છે પાણી પીવાનું?, જાણી લેજો આ આદતો કિડનીને કરી નાંખશે બિમાર

Jinal Chauhan

Last Updated: 03:22 PM, 9 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા લોકોને જ્યારે તરસ લાગે ત્યારે જ પાણી પીવે છે. જોકે આ આદત તમારી તંદુરસ્તી માટે નુકસાનકારક બની શકે છે. ચાલો જાણીએ કે ડોક્ટર શું કહે છે.

આપણમાંથી ઘમા લોકો પાણી પીવાની વાતને સામાન્ય ગણે છે. તરસ લાગે તો ગ્લાસ પકડી લેવાનો. પણ પરંતુ કિડની એટલી લાપરવાહી સહન નથી કરી શકતી.આ નાનો અંગ રક્તને સાફ કરે છે, શરીરમાંથી ઝેરને બહાર કાઢે છે, ઇલેક્ટ્રોલાઇટનું સંતુલન જાળવે છે અને શરીરના પાણીના સ્તરને કંટ્રોલ કરે છે. જ્યારે શરીરને પૂરતું પાણી ન મળે તો કિડનીને વધારે મહેનત કરવી પડે છે. આ માત્ર થાકની વાત નથી, લાંબા સમયમાં પથરી, યુરિન ઇન્ફેક્શન અને ક્રોનિક કિડની રોગનું જોખમ વધી શકે છે.

પાણીને લઈને લોકોને શું છે ગેરસમજ?

ઘણા લોકો માને છે કે આખા દિવસ ચા, કોફી અથવા જ્યુસ પીવું પૂરતું છે. પરંતુ કેફીન અને સુગરવાળા પીણાં શરીરમાંથી પાણી ઝડપી રીતે બહાર કાઢી શકે છે. બીજી ગેરસમજણ એ છે કે “પાણી ત્યારે જ પીવો જ્યારે તરસ લાગે.” સાચું એ છે કે જ્યારે તરસ લાગે છે ત્યારે શરીર હળવું-સાંકડી રીતે ડિહાઈડ્રેટ થઈ ગયું હોય છે અને કિડની પર ભાર વધી ગયો હોય છે. કેટલાક લોકો જરૂરી કરતાં વધારે પાણી પી લે છે એવું વિચારે છે કે વધારે પાણી હંમેશાં ફાયદાકારક છે. પરંતુ થોડા સમયમાં 3-4 લીટર અથવા વધુ પાણી પીવું જોખમી બની શકે છે. આથી લોહીમાં સોડિયમનું લેવલ ઘટી શકે છે જેને હાઈપોનેટ્રેમિયા કહે છે. ગંભીર કેસમાં આ મગજમાં સોજો, કોમા સુધી પણ લઈ જઈ શકે છે.

kidney-damage-1

ડોક્ટર શું કહે છે?

યુરોલોજિસ્ટના જણાવ્યા પ્રમાણે કિડનીને યોગ્ય માત્રામાં પાણીની જરૂર હોય છે. ઘણું ઓછું કે ઘણું વધારે બંને શરીર માટે નુકસાનકારક છે. ઓછું પાણી પીવાથી પેશાબ ઘટ થઈ જાય છે જેના કારણે પથરી અને ઈન્ફેક્શનનું જોખમ વધી શકે છે.ડાયાબિટીસ કે હાર્ટના દર્દીઓમાં વધુ પાણી લેવાનું શરીર પર ભાર પાડી શકે છે. ડૉક્ટર કહે છે કે 8 ગ્લાસ પાણીનો નિયમ દરેક પર લાગુ નથી.મહિલાઓને લગભગ 2.2 લીટર પાણી લેવું જોઈએ. પુરુષોને લગભગ 3 લીટર પાણીની જરૂર પડે છે.

vtv app promotion

આ પણ વાંચોઃ નારિયેળ પાણીમાં આ વસ્તુ મિક્સ કરીને પીવાથી શરીરને થશે અનેક ફાયદા

પેશાબનો રંગ પણ આ બાબત બતાવે છે:

  • હળવા પીળા રંગનો પેશાબ યોગ્ય હાઈડ્રેશન બતાવે છે
  • ખૂબ ડાર્ક રંગ પાણીની અઠત દર્શાવે છે
  • પારદર્શક પેશાબ વધુ પાણી પીવાનું સૂચવે છે

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

kidney health hydration tips water intake
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ