બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / Download Aadhaar and PAN card through WhatsApp know step by step process

તમારા કામનું / હવે WhatsAppમાંથી પણ ડાઉનલોડ થઈ જશે Aadhaar અને PAN કાર્ડ, જાણો સ્ટેપ ટૂ સ્ટેપ પ્રોસેસ

Arohi

Last Updated: 02:51 PM, 22 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત સરકારની ડિજિલોકર સર્વિસ હવે વોટ્સએપ પર પણ ઉપલબ્ધ છે. તમે MyGov હેલ્પડેસ્ક વોટ્સએપ ચેટબોટ દ્વારા ડિજિલોકરથી આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવા પોતાના ડોક્યુમેન્ટ્સ સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. આજો જાણીએ કઈ રીતે....

 • ભારત સરકારની ખાસ સેવા 
 • ડિજિલોકર સર્વિસ હવે વોટ્સએપ પર પણ ઉપલબ્ધ 
 • જાણો કઈ રીતે કરશો ઉપયોગ 

મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેન્શન ટેક્નોલોજી દ્વારા ડેવલોપ કરવામાં આવેલ ડિજિલોકર હવે ઈન્સ્ટન્ટ મેસેજર વોટ્સએપ પર પણ ઉપલબ્ધ છે. ડિજિલોકરમાં તમે પોતાના જરૂરી ડોક્યુમેન્ટ્ જેવા કે-વ્હીકલ રજીસ્ટ્રેશન, ડ્રાઈવિંગ લાઈસન્સ અને માર્કશીટને સેવ કરી શકો છો. જોકે સર્વિસ માટે ડેડિકેટેડ ડિજિલોકર વેબસાઈટ અને એપ હાજર છે. 

વોટ્સએપ પર પણ ઉપલબ્ધ રહેશે આ સર્વિસ 
ભારત સરકારની આ સર્વિસ હવે વોટ્સએપ પર પણ ઉપલબ્ધ છે. તમે MyGov હેલ્પડેસ્ક વોટ્સએપ ચેટબોલ દ્વારા ડિજિલોકરથી આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવા પોતાના ડોક્યુમેન્ટ્સ સરળતાથી ડાઉનલોડ કરી શકશો. આવો જાણીએ કઈ રીતે....

WhatsApp પર  Aadhaar PAN કઈ રીતે કરશો ડાઉનલોડ? 

 • સૌથી પહેલા તમારે MyGov હેલ્પડેસ્ક કોન્ટેક્ટ નંબર +91 9013151515 પોતાના ફોનમાં સેવ કરવાનો રહેશે. 
 • હવે તમારે પોતાનું વોટ્સએપ ઓપન કરીને કોન્ટેક્ટ લિસ્ટ રિફ્રેશ કરી લો. 
 • હવે તમારે માયગોવ હેલ્પડેસ્ક ચેટબોટને સર્ચ કરીનો ઓપન કરવાનું રહેશે. 
 • ત્યાર બાદ માયગોવ હેલ્પડેસ્ક ચેટબોક્સને Hi મેસેજ મોકલો. 
 • આ ચેટબોટમાં તમારે ડિજિલોકર અથવા કોવિનમાં એક સર્વિસ પસંદ કરવાનો ઓપ્શન મળશે. 
 • અહીં તમને ડિજિલોકર સર્વિસ પસંદ કરવાની રહેશે ત્યાર બાદ Yes પર ટેપ કરી દો. 
 • હવે હેલ્પડેસ્ક ચેટબોટ તમારા ડિજિલોકર એકાઉન્ટ વિશે પુછશે. 
 • પછી ચેટબોટ તમને પોતાનો 12 આંકડાના આધાર નંબરથી ડિજિલોકર એકાઉન્ટને લિંક અને ઓથેન્ટિકેટ કરવાનો રહેશે. ત્યાર બાદ આધાર નંબર નાખો અને સેટ કરો. 
 • હવે તમને એક ઓટીપી મળશે. જને આપેલી જગ્યા પર ફીડ કરવાથી તમારો મોબાઈલ નંબર રજીસ્ટર્ડ થઈ જશે. 
 • ચેટબોટ લિસ્ટમાં ડિજિલોકર એકાઉન્ટની સાથે લિંક ડોક્યુમેન્ટ જોવા મળશે. 
 • ત્યાર બાદ ડાઉનલોડ, ટાઈપ, સેન્ડ નંબરનો ઓપ્શન જોવા મળશે. 
 • આ રીતે તમે પોતાના ડોક્યુમેન્ટ પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકશો. 

સંકળાયેલા મુદ્દાઓ

Aadhaar Card PAN Card WhatsApp ડિજિલોકર ભારત સરકાર વોટ્સએપ WhatsApp
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ