બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Don't be afraid if a girl asks for money from a naked photo in a hotel or gets sexually assaulted, just do this.

બચો હવે / હોટલમાં છોકરી નગ્ન ફોટાથી પૈસા માગે કે સેકસટોર્શન થાય તો ડરતાં નહીં, ખાલી આટલું કરજો

Hiralal

Last Updated: 09:48 PM, 24 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ સેક્સટોર્શન નામે ઓળખાતો ગંદો ધંધો ફૂલીફાલી રહ્યો છે. તેનાથી બચવાનાં અહીં કેટલાક ઉપાયો અપાયાં છે.

હોટલમાં નગ્ન ફોટા-વીડિયો બનાવીને કે ફોન કરીને નગ્ન વીડિયો કે ફોટાને સહારે પૈસા પડાવવાનો એક મોટો ખેલ આજકાલ ચાલી રહ્યો છે. સેક્સટોર્શન નામે ઓળખાતો આ ગંદો ધંધો આજકાલ ફૂલફાલ્યો છે. કેટલાક જાણીજોઈને તો કેટલાક ભોળા ભાવે સેક્સટોર્શનની ગેંગમાં ફસાઈ જતાં હોય છે અને પૈસે ટકે ખુવાર થઈ જતાં હોય છે અથવા લાખો રુપિયા ગુમાવતાં હોય છે. તાજો કિસ્સો નવી દિલ્હીની પહાડગંજ એરિયામાં આવેલી હોટલનો છે જ્યાં એક યુવાન પાસે આવીને છોકરી નગ્ન થઈ ગઈ હતી અને તેને આધારે તેની પાસેથી 15000 પડાવી લીધાં હતા, અધુરામાં પુરુ નગ્ન છોકરી સાથેના તેના ફોટા પણ તેની પાસે આવી ગયાં હતા. 

હોટલમાં છોકરી નગ્ન ફોટાથી પૈસા માગે કે સેકસટોર્શન થાય 
જો હોટલમાં તમારી સાથે આવો ઘાટ થાય તો સૌથી પહેલા તમારે ન ડરવાનું કામ કરવું. એટલે કે ગેંગવાળા ગમે તેટલી ધમકી કે તારા ફોટા વાયરલ કરી દેશું તો પણ તેને તાબે નહીં થવાનું. પૂરી હિંમત ટકાવી રાખવાથી આમ કરવાનો મોટો લાભ ગેંગવાળાનું મનોબળ તૂટી જશે અને તેમને ખબર પડી જશે આની જોડે આપણી દાળ ગળવાની નથી. જો તમે ડરી જશો ગેંગવાળા કામ કઢાવી જશે અને તમારી પાસેથી મોં માંગી રકમ પડાવી જશે. માટે સાવધાન. તે તમારી દુખતી નસને જોરે ઉછળતાં હોય છે પરંતુ તમારે પણ તેની ગાડીમાં બેસી જવાનું અને કહેવાનું જે કરવું હોય તે કરો, બસ તમારી આટલી વાત ટીમનું મનોબળ તોડી નાખશે. 

જરુર પડે તો ઘરવાળાને સાચી વાત કહી દેવી 
જો સેક્સટોર્શનનો ભોગ બન્યાં હોય તો ગેંગવાળાની વાતોમાં આવી ન જતાં. ઘરનાને સાચી વાત કહી દેવો તે પણ બચવાનો એક ઉપાય છે. 

'જે થાય તે કરી લે' વાળી હિંમત પણ કામ લાગશે
જો તમે ગેંગવાળાને સામે છાતીએ એવું કહો કે 'જે થાય તે કરી લે' તો પેલાની હિંમત તૂટી જશે. સામાન્ય રીતે સેક્સટોર્શન વાળા ડરપોક હોય છે, તમે ના પાડો તો તે કંઈ ફોટા કે વીડિયો વાયરલ નથી કરી દેતાં તેમને પણ પોલીસની તો બીક હોય જ છે. માટે સામી છાતીએ સામનો કરો. 

પોલીસમાં બેધકડ ફરિયાદ કરવી

તમે ઈચ્છો તો પોલીસમાં પણ ફરિયાદ કરી શકો પરંતુ એક વાત લખી રાખજો કે આવી ગેંગ સામે કદી પણ ડરતાં નહીં, હિંમતથી સામનો કરવામાં તમે 100 ટકા બચી જશો. 

રુમમાં ઘુસી આવ્યાં છોકરી 
દિલ્હીના પહાડગંજ એરિયામાં આવેલી એક સસ્તી હોટલમાં ઉતરેલા યુવાન સાથે એક ભયંક ઘટના બની અને 1000 રુપિયાની હોટલમાં અનેક ગણા વધારે પૈસા લૂંટાવાનો વારો આવ્યો અને અધુરામાં પુરુ તેના ફોટા પણ નગ્ન છોકરી સાથે ઝડપાઈ ગયાં હતા તેથી તેને હવે બોલાયેવું રહ્યું નથી. દીપિકા નારાયણ ભારદ્વાજ નામની એક સામાજિક કાર્યકરે આ આખો કિસ્સો ટ્વિટર પર કહી સંભળાવ્યો છે. દીપિકાએ કહ્યું કે ભારદ્વાજે કહ્યું કે તેણીને તેના મિત્રના સાથીદાર વિશે ખબર પડી, જેણે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નજીક સ્થિત પર્વતગંજ વિસ્તારમાં એક સસ્તી હોટેલ બુક કરી હતી અને તે રોકાયો નહોતો પરંતુ ખાલી સામાન રાખવા માટે જ રુમ બુક કરાવી હતી. કામ પૂરુ થયાં બાદ તે સામાન લેવા હોટલ પર આવ્યો ત્યારે અચાનક તેના રુમમાં 5 ગુડાંઓ એક છોકરી સાથે ધસી આવ્યાં હતા અને યુવાનને થપ્પડ મારવા લાગ્યા હતા, આ દરમિયાન છોકરીએ તેના કપડાં કાઢી નાખ્યાં અને પેલા યુવાન સાથે ફોટા પડાવ્યાં હતા. ત્યાર બાદ ગુંડાઓએ યુવાનને કહ્યું હતું કે તારે તારા ફોટા ફરતાં ન કરવા હોય તો 15,000 રુપિયા આપવા પડશે. ડરી ગયેલા યુવાને તરત 15000 આપી દીધાં હતાં અને ત્યાંથી તરત ભાગી નીકળ્યો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

Sextortion bihar sextortion delhi sextortion sextortion news sextortion
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ