બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / donald trump refuses to wear a mask while recommending it to people amid coronavirus pandemic
ADVERTISEMENT
અમેરિકામાં કોરોના વાયરસના કારણે ઇન્ફેક્શનનો આંકડો 2,77,607 પહોંચી ચુક્યો છે. સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન નવી ગાઇડલાઇન્સ જારી કરીને આ ખતરનાક વાયરસને વધારે ફેલાતા રોકવાની કવાયતમાં લાગ્યું છે, પરંતુ જે એક વ્યક્તિના હાથમાં દેશની કમાન છે, એ ખુદ જ એનું પાલન નહીં કરવાને લઇને તૈયાર છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે લોકોને કહ્યું કે એમને ઘરની બહાર જતી વખતે માસ્ક પહેરવું જોઇએ પરંતુ એમને એવું પણ કહ્યું કે એ ખુદ આવુ કરશે નહીં.
હેલ્થ વર્કર્સ પહેરે મેડિકલ માસ્ક
CDCએ લોકોને સલાહ આપી છે કે એ ઘરથી બહાર નિકળે તો કપડાનું માસ્ક પહેરીની નિકળે. મેડિકલ ગ્રેડનું માસ્ક હેલ્થ વર્કર્સ માટે રાખવામાં આવે. આ માટે જાણકારી આપતા ટ્રંપે લોકોને ઘરથી બહાર નિકળતી વખતે નૉન મેડિકલ માસ્ક, સ્કાર્ફ અવા ઘરે બનેલા માસ્કથી જ ચહેરો ઢાકવાનું કહ્યું છે. એને ઑનલાઇન ખરીદી શકાય છે એવા ઘરે પણ બનાવી શકાય છે. એમને જણાવ્યું કે જેમ જેમ આ વાત સામે આવી રહી છે કે કોઇ શખ્સમાં વાયરસ હોવા છતાં લક્ષણ હોઇ શકે નહીં, માસ્ક પહેરવાનું મહત્વ સમજમાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
'મને નથી લાગતું હું આવું કરીશ'
જો કે ટ્રંપે એવું પણ કહ્યું કે આવું કરવું અશક્ય છે. ટ્રંપે કહ્યું કે એ ખુદને રાષ્ટ્રપતિઓ, પ્રધાનમંત્રીઓ, તાનાશાહો, રાજાઓ અને રાણીઓને ઓવર ઑફિસમાં માસ્ક પહેરેની સંબોધિત કરતા વિચારી શકે નહીં. એમને કહ્યું, 'તમારે આવું કરવું જરૂરી નથી, મને નથી લાગતું હું આવું કરીશ.' જો કે ટ્રંપે સ્પષ્ટ કહ્યું કે એમનો કોરોના વાયરસ માટે ટેસ્ટ કરવામાં આવી ચુક્યો છે અને એટલા માટે એ વાતનું જોખમ નથી કે એ વાયરસ ફેલાવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.