બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ફેશન અને સૌંદર્ય / does pulling one grey hair cause more white hair

Hair care / શું સફેદ વાળ તોડવાથી એ વધી જાય અથવા બમણા થઈ જાય છે? એક્સપર્ટે દૂર કર્યું કન્ફ્યુઝન, જાણો સત્ય

Bijal Vyas

Last Updated: 09:59 AM, 30 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે પણ સફેદ વાળ તોડો છો, તમે જ નહીં, ઘણા લોકો આવું કરે છે. પરંતુ શું તમે સાંભળ્યું છે કે તોડવાથી સફેદ વાળ વધે છે? હવે સ્કિન અને હેરના એક્સપર્ટ પાસેથી વિગતવાર માહિતી મેળવીએ....

  • સફેદ વાળ એ વૃદ્ધ થવાની કુદરતી પ્રક્રિયા છે. 
  • ગ્રે વાળ તોડવાથી વધુ સફેદ વાળ બિલકુલ થતા નથી
  • સફેદ વાળ તોડવાથી ઘણી વખત માથાની ચામડીમાં ઈન્ફેક્શનની સમસ્યા થઈ શકે છે.

White Hair:ઘણી વખત તમે સાંભળ્યું જ હશે કે સફેદ વાળ તોડવાથી તે વધે છે. પરંતુ શું તે ખરેખર વધે છે? આ સવાલનો જવાબ ડર્મેટોલોજિસ્ટ પાસેથી જાણીએ, એક્સપર્ટ અનુસાર, સફેદ વાળ એ વૃદ્ધ થવાની કુદરતી પ્રક્રિયા છે. જે વાળના ફોલિકલમાં મેલાનિનની ઉણપને કારણે થાય છે. ગ્રે વાળ તૂટવાથી વધુ ગ્રે વાળ થાય છે કે નહીં તે વિગતવાર જાણો.

કેવી રીતે થાય છે સફેદ વાળ? 
આપણા સ્કાલ્પની ઉપરની ચામડીમાં વાળના ફોલિકલ્સ હોય છે અને ત્યાંથી આપણા વાળ વધે છે. વાળના ફોલિકલની આસપાસ મેલાનોસાઇટ્સ હોય છે, જે મેલાનિન ઉત્પન્ન કરે છે. મેલાનિન એ રંગદ્રવ્ય છે જે તમારા વાળને તેનો કુદરતી રંગ આપે છે. જ્યારે તેનું ઉત્પાદન ઓછું થાય છે, ત્યારે વાળ તેના કુદરતી રંગદ્રવ્યને ગુમાવવાનું શરૂ કરે છે. આ ઘણા કારણોને લીધે સફેદ વાળ થઈ શકે છે, જેમ કે વૃદ્ધાવસ્થા, તણાવ, આહાર, આનુવંશિકતા વગેરે. જ્યારે પિગમેન્ટેશન ખતમ થવા લાગે છે, ત્યારે વાળ સફેદ થઈ જાય છે.

નાની ઉંમરમાં માથામાં આવી ગયેલા સફેદ વાળને આવી રીતે કરો બ્લેક | Tips grey or  white hair turns into black

મેલાનોસાઇટ્સ, પિગ્મેન્ટ બનાવનારા સેલ્સ છે જે એજિંગના કારણે ફોલિકલમાંથી છૂટા થવાનું વલણ ધરાવે છે. ઓક્સિડેટીવ સ્ટ્રેસને કારણે ઉત્પન્ન થતા ફ્રી રેડિકલ તમારા માથાના કોષોને પણ નુકસાન પહોંચાડી શકે છે અને વાળના અકાળે સફેદ થવાનું કારણ બની શકે છે.

શું સફેદવાળ તોડવાથી વધી શકે છે? 
એક્સપર્ટ કહે છે કે, દરેક વાળના ફોલિકલ ઇન્ડિપેન્ડેંટ રીતે કામ કરે છે અને એક ગ્રે વાળ તોડવાથી વધુ સફેદ વાળ બિલકુલ થતા નથી. આ એક સૌથી મોટી માન્યતા છે જેની પર લોકો વિશ્વાસ કરી રહ્યા છે. વાળ સફેદ થવા ઘણા કારણોસર થાય છે. તમે સફેદ વાળ તોડો કે નહીં, તેની આસપાસના અન્ય વાળ પણ તેમનો રંગ ગુમાવવા લાગ્યા હશે. સફેદ વાળ તોડવાથી તેમની વૃદ્ધિ બિલકુલ થતી નથી. ઉપરાંત, સફેદ વાળ તમારા કુદરતી રંગના વાળ કરતાં થોડા વધુ જાડો હોય છે.

સફેદવાળ તોડવાથી સાઇડ ઇફેક્ટ્સ શું છે?
1. સફેદ વાળ તૂટવાથી વાળ પાતળા થઈ શકે છે

વાળ ખરવાની સમસ્યા પણ આના કારણે થઈ શકે છે. જ્યારે તમે સફેદ વાળને વારંવાર તોડો છો, તો તેનાથી ફોલિકલ્સ સંકોચાઈ જાય છે. જો ફોલિકલ્સ આ રીતે બંધ કરવામાં આવે તો તે જગ્યાએ સફેદ કે કાળા વાળ પણ ફરી ઉગતા નથી. આ રીતે વાળ ખરવાની સમસ્યા થશે. 

તમારે સફેદ વાળ આવે છે? વૈજ્ઞાનિકોએ જાણી લીધું કેમ થાય છે આવું, રિસર્ચમાં જે  તારણો નીકળ્યા તે ચોંકાવનારા scientists discovered why hair turns grey

2. સફેદ વાળ તૂટવાથી વાળના ટેક્સચર પર અસર થાય છે.
જ્યારે તમે સ્કાલ્પ ઉપરની ચામડીમાંથી વાળ ખેંચો છો, ત્યારે અન્ય વાળ જે ઉગે છે તે ઘણીવાર અલગ હોય છે. નવા વાળ શુષ્ક અને બરછટ હોઈ શકે છે. આ કારણોસર, તમારા વાળની ​​કુદરતી રચના બદલાય છે. જો તમે ઇચ્છતા ન હોવ તો સફેદ વાળ ન તોડો.

3. સફેદ વાળ તોડવાથી સ્કાલ્પ ડેમેજ થાય છે
વાળ તોડવાથી ફોલિકલ સંકોચાય છે અથવા બંધ થાય છે. હવે આવી સ્થિતિમાં, જો માથાની ચામડીની આસપાસ વાળ ઉગતા હોય, તો તેની અસર પણ થઈ શકે છે. તે કોષોને અસર કરીને સ્કાલ્પને નુકસાન પહોંચાડી શકે છે. જેના કારણે ઘણી વખત માથાની ચામડીમાં ઈન્ફેક્શનની સમસ્યા થઈ શકે છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ