બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / પગમાં મેહસૂસ થાય છે બળતરા અને ઝણઝણાટ? જાણો કઈ બીમારીનો સંકેત

હેલ્થ / પગમાં મેહસૂસ થાય છે બળતરા અને ઝણઝણાટ? જાણો કઈ બીમારીનો સંકેત

Nirav Kumar

Last Updated: 02:00 AM, 30 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પગમાં દરરોજ ઝણઝણાટ કે બળતરા થવી એ અમુક લોકોને થાક કે કમજોરી લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે, આ કોઈ ગંભીર સ્વાસ્થ્ય સ્થિતિનો સંકેત પણ હોઈ શકે છે.

પગમાં બળતરા કે ઝણઝણાટ એ અમુકને સામાન્ય સમસ્યા લાગે છે, પરંતુ તે ગંભીર બીમારીની નિશાની પણ હોઈ શકે છે. અમુક લોકો તેને થાક કે કમજોરી ગણે છે. પણ તે ગંભીર સ્થિતિનું સંકેત પણ હોઈ શકે છે. આથી જો તમને વારંવાર આ સમસ્યાનો અનુભવ થાય તો તમારે તરત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

  • બળતરા અને ઝણઝણાટના કારણો

આ સમસ્યાનું સૌથી કોમન કારણ પેરિફેરલ ન્યુરોપથી હોઈ શકે છે. આ નર્વ સંબંધિત સ્થિતિ હોય છે જે પગમાં બળતરા, નિષ્ક્રિયતા અને ઝણઝણાટનું કારણ બને છે. આ સિવાય ડાયાબિટીસ ધરાવતા લોકોમાં તે સૌથી દેખાય છે. કેમ કે લાંબા સમય સુધી હાઈ બ્લડ સુગર લેવલ ચેતાને નુકસાન પહોંચાડે છે અને આ લક્ષણોનું કારણ બને છે.

બીજી સમસ્યા સાયટિકા હોઈ શકે છે, જે સાયટિકા નર્વ પર દબાણને કારણે થાય છે, જે કરોડરજ્જુમાંથી પેદા થતી સૌથી લાંબી ચેતા હિય છે. ચેતા સંકુચિત થઈ જાય છે જેના કારણે પગમાં દુખાવો, બળતરા અને ઝણઝણાટ થાય છે. લાંબા સમય સુધી બેસવાથી, ખરાબ મુદ્રામાં રહેવાથી કે ભારે વજન ઉપાડવાથી આ સમસ્યા વધુ ખરાબ થઈ શકે છે.

રેસ્ટલેસ લેગ્સ સિન્ડ્રોમ પણ આ સ્થિતિનું કારણ બની શકે છે. જ્યારે તમે સૂઈ જાઓ છો કે આરામ કરો છો ત્યારે તમને તમારા પગમાં એક વિચિત્ર બળતરા અને ઝણઝણાટની સંવેદના, તમારા પગને ખસેડવાની સતત ઇચ્છા અને બેચેનીની એક અલગ લાગણી અનુભવાય છે. આ સ્થિતિ ઘણીવાર રાત્રે થાય છે જેના કારણે ઊંઘ મુશ્કેલ બને છે.

vtv app promotion

વિટામિનની ઉણપ, ખાસ કરીને વિટામિન B12, ચેતાને નુકસાન પહોંચાડી શકે છે અને તમારા હાથ અને પગમાં તીવ્ર બળતરા અને ઝણઝણાટનું કારણ બની શકે છે. આ સ્થિતિ ખાવાની આદતો, કમજોર પોષણ અને જંક ફૂડના વધુ પડતા સેવનને કારણે થઈ શકે છે. આથી સંતુલિત અને પૌષ્ટિક આહાર લેવો જરૂરી છે.

  • કિડની બીમારી એક શક્યતા
    જો તમને કિડની કે થાઇરોઇડની સમસ્યા હોય તો તમે આ લક્ષણોનો અનુભવ કરી શકો છો. જેમાં શરીરમાં રહેલા ઝેરી તત્વો ચેતા પર ઊંડી અસર કરે છે. આ સમસ્યાને રોકવા માટ તમારી લાઈફસ્ટાઈલમાં સુધારો કરવો જરૂરી છે.

વધુ વાંચો : ચહેરા પરના ડાર્કનેસ દૂર કરવા માટે આ મોસમી ફળો લગાવો, ત્વચા કાચ જેવી ચમકશ

જેમાં નિયમિતપણે કસરત કરો, સંતુલિત આહાર લો અને પુષ્કળ પાણી પીઓ. વિટામિન અને ખનિજોથી ભરપૂર ખોરાક લો. લાંબા સમય સુધી એક જગ્યાએ બેસવાનું ટાળો અને નિયમિતપણે ખેંચાણનો અભ્યાસ કરો. જો ઝણઝણાટની સંવેદના ચાલુ રહે અને દુખાવો અસહ્ય બની જાય તો તરત ન્યુરોલોજીસ્ટની સલાહ લો.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Burning Tingling Feet
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ