બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / PF ધારકો માટે મોટી ખુશખબર, હવે ATM અને UPIથી કાઢી શકાશે પૈસા
Last Updated: 02:28 PM, 18 June 2026
જો તમે નોકરી કરો છો અને તમારા પગારમાંથી દર મહિને PF (Provident Fund) કપાય છે, તો તમારા માટે એક સારા સમાચાર છે. કેન્દ્ર સરકાર EPFO ખાતાધારકોને વધુ સરળ અને ઝડપી સુવિધા આપવા માટે નવી વ્યવસ્થા લાવવા જઈ રહી છે. આ નવી સિસ્ટમ લાગુ થયા પછી PFના પૈસા ઉપાડવા માટે લાંબી પ્રક્રિયા કે વારંવાર ઓફિસના ચક્કર લગાવવાની જરૂર નહીં રહે.
ADVERTISEMENT
સરકાર EPFO ખાતાઓને બેંકિંગ સિસ્ટમ સાથે જોડવા માટે કામ કરી રહી છે. આ યોજના હેઠળ PF ખાતાધારકોને ATM કાર્ડ જેવી સુવિધા આપવામાં આવશે જેના દ્વારા તેઓ જરૂર પડ્યે પોતાના PF ખાતામાંથી સીધા જ પૈસા ઉપાડી શકશે. હાલમાં PFના પૈસા ઉપાડવા માટે ક્લેમ ફોર્મ ભરવું, મંજૂરીની રાહ જોવી અને અનેક પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે, પરંતુ નવી વ્યવસ્થાથી આ પ્રક્રિયા ઘણી સરળ બનશે.
ADVERTISEMENT
આ ઉપરાંત PF ખાતાધારકો માટે સૌથી મોટો ફેરફાર UPI સુવિધા હશે. નવી સિસ્ટમ લાગુ થયા બાદ લોકો જેમ મોબાઇલથી UPI મારફતે પૈસા ટ્રાન્સફર કરે છે અથવા ચૂકવણી કરે છે તેવી જ રીતે પોતાના PF ખાતામાંથી પણ સીધા પૈસા ઉપાડી શકશે. આ સુવિધાથી તાત્કાલિક નાણાંની જરૂરિયાત સમયે લોકોને મોટી રાહત મળશે.
માહિતી મુજબ EPFOનું નવું 2.01 સર્વર સિસ્ટમ લગભગ તૈયાર થઈ ગયું છે. જેમ જ આ સિસ્ટમ સંપૂર્ણ રીતે સક્રિય થશે, તેમ નવી ATM અને UPI આધારિત સુવિધા શરૂ કરવામાં આવશે. શ્રમ મંત્રાલયના જણાવ્યા અનુસાર ટેકનિકલ તૈયારીઓ અંતિમ તબક્કામાં છે અને જૂન મહિનાના અંત સુધીમાં આ સેવા શરૂ કરવાની યોજના છે. સિસ્ટમને વધુ સુરક્ષિત અને ઝડપી બનાવવા માટે વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ફેંકી ન દેતા તરબૂચના બીજ, આવી રીતે ઉપયોગ, મળશે ઘણા ફાયદા
ADVERTISEMENT
હાલમાં PF ઉપાડવા માટે ઓનલાઈન ક્લેમ, દસ્તાવેજોની ચકાસણી અને ઘણી વખત દિવસો સુધી રાહ જોવી પડે છે. પરંતુ નવી વ્યવસ્થા શરૂ થયા પછી આ પ્રક્રિયા ઘણી સરળ બની જશે. ખાસ કરીને મેડિકલ ઈમરજન્સી, ઘરખર્ચ અથવા અન્ય તાત્કાલિક જરૂરિયાતોમાં લોકોને તરત જ પોતાના PFના પૈસા ઉપલબ્ધ થઈ શકશે.
સરકારે આ સુવિધા જૂન મહિનાના અંત પહેલા શરૂ કરવાનો લક્ષ્ય રાખ્યો છે. આગામી દિવસોમાં તેની સત્તાવાર જાહેરાત પણ થઈ શકે છે. જો આ યોજના સમયસર અમલમાં આવશે તો દેશના કરોડો EPFO સભ્યો માટે તે એક મોટો અને ઐતિહાસિક ફેરફાર સાબિત થઈ શકે છે, જે PFના નાણાં સુધી પહોંચને વધુ સરળ, ઝડપી અને સુવિધાજનક બનાવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.