બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / નવરાત્રિની પહેલી રાત્રે કરો એક કામ, દેવી દુર્ગાના આશીર્વાદથી ધનધાન્યથી છલકાશે ઘરના ભંડાર

Navratri 2025 / નવરાત્રિની પહેલી રાત્રે કરો એક કામ, દેવી દુર્ગાના આશીર્વાદથી ધનધાન્યથી છલકાશે ઘરના ભંડાર

Nirav Kumar

Last Updated: 08:06 PM, 22 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવરાત્રિમાં જો અમુક ઉપાય કરવામાં આવે તો ઘરમાં ધન, સૌભાગ્ય અને સમૃદ્ધિ આવે છે. સાથે લગ્નમાં થતી બાધાઓ પણ દુર થાય છે. ચાલો તે ઉપાય વિશે જાણીએ.

આજથી નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે. આ નવ દિવસ દુર્ગા માતાને સમર્પિત છે. નવરાત્રિ દરમિયાન દુર્ગા માતાની પૂજા કરવાથી મનને શાંતિ મળે છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન કરવામાં આવતી પૂજાથી નકારાત્મક શક્તિઓથી દુર થાય છે. અને સાથે મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. નવરાત્રિ દરમિયાન કેટલાક ઉપાયો કરવાથી તમને શુભ પરિણામો મળે છે. ચાલો તે ઉપાયો વિશે જાણીએ.

  • શુદ્ધ ઘીનો દીવો
    નવરાત્રિના તહેવારમાં દુર્ગા માતાની સામે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાને શુભ અને ફળદાયી માનવામાં આવે છે. શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાથી દુર્ગા માતાનો વિશેષ આશીર્વાદ મળે છે. નવરાત્રિમાં કોઈપણ સમયે પ્રગટાવી શકાય છે, પરંતુ સવાર અને સાંજે દીવો પ્રગટાવવાને વધુ શુભ મનાય છે. દીવો પ્રગટાવતી વખતે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો.
  • મુખ્ય પ્રવેશદ્વાર પર શુભ ચિન્હ અને ચૌમુખી દીવો
    નવરાત્રિની રાત્રે મુખ્ય પ્રવેશદ્વાર પર લાલ કુમકુમ સાથે સ્વસ્તિક, શ્રી કે ઓમનું  ચિન્હ બનાવો અને ચૌમુખી દીવો પ્રગટાવો. આ ઉપાયથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને નકારાત્મક શક્તિઓ દૂર થાય છે.
  • લાલ કપડામાં પાનના પત્તા અને સિક્કા
    નવરાત્રિમાં આ ઉપાય કરવાને ખુબ શુભ માનવામાં આવે છે. નવરાત્રિની રાત્રે લાલ કપડામાં તાજા પાનના પત્તા અને કેટલાક સિક્કા બાંધીને દુર્ગા માતાની સામે મૂકવું. આ પોટલીને ઘરની તિજોરીમાં મૂકો. તેનાથી ઘરમાં ધન, સૌભાગ્ય અને સમૃદ્ધિ આવે છે. લાલ રંગને શક્તિ અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક મનાય છે, જ્યારે પાનના પત્તા શુદ્ધતા અને તાજગીનું પ્રતીક મનાય છે.


  • પીળા કપડામાં સિંદૂર અને સોપારી
    નવરાત્રિમાં આ ઉપાય શુભ ફળ આપે છે. નવરાત્રિની રાત્રે પીળા કપડામાં લપેટીને થોડુ સિંદૂર અને થોડી સોપારી બાંધીને દુર્ગા માતાને અર્પણ કરો. તેનાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે. પીળો રંગ સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક મનાય છે, જ્યારે સિંદૂર જીવનસાથી માટે શક્તિનું પ્રતીક છે. સોપારી ચઢાવવાથી સંબંધોમાં મધુરતા આવે છે.

વધુ વાંચો : નવરાત્રિના બીજા દિવસે માં બ્રહ્મચારિણીની આ કથાનો કરો પાઠ, મળશે દરેક કાર્યોમાં સફળતા

  • કેસર, ઘી અને મિશ્રીનો ભોગ
    નવરાત્રિના શુભ પ્રસંગે દુર્ગા માતાને કેસર, ઘી અને મિશ્રીનો ભોગ અર્પણ કરવો ખુબ શુભ અને ફળદાયી મનાય છે. કેસરને શક્તિ અને શુદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે. આ ભોગ ચઢાવવાથી ઘરમાં શાંતિ આવે છે.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Durga Mata Navratri 2025 Remedies
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ