બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Do not keep these 5 things near Tulsi plant even by mistake

વાસ્તુ ટિપ્સ / ભૂલથી પણ તુલસીના છોડની આસપાસ ન રાખતા આ 5 ચીજ, નહીંતર થઈ શકે છે અણધાર્યું નુકસાન!

Arohi

Last Updated: 05:14 PM, 12 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે માટે વ્રત, તહેવાર, શુભ અને માંગલિક કાર્યો પર તુલસીની પૂજા કરવામાં આવે છે અને દેવી-દેવતાઓને તુલસી અર્પિત કરવામાં આવે છે. તુલસીની પૂજાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

  • તુલસીના છોડમાં હોય છે માતા લક્ષ્મીનો વાસ 
  • શુભ પ્રસંગે કરવામાં આવે છે માતા લક્ષ્મીની પૂજા 
  • જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવે છે તુલસીનો છોડ 

હિંદૂ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તુલસીના છોડમાં સ્વયમ માતા લક્ષ્મીનો વાસ હોય છે આ માટે વ્રત, તહેવાર, શુભ અને માંગલિક કાર્યો પર તુલસીની પૂજા કરવામાં આવે છે દેવી-દેતાઓને તુલસીના પાન અર્પિત કરવામાં આવે છે. તુલસીની પૂજાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. જે લોકોના ઘરમાં તુલસીનો છોડ હોય છે તેમણે અમુક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. વાસ્તુ અનુસાર તુલસીના છોડની પાસે 5 વસ્તુઓ ક્યારેય ન રાખવી જોઈએ. 

જુતા-ચંપલ 
વાસ્તુ અનુસાર તુલસીના છોડની પાસે જુતા-ચંપલ ન રાખવા જોઈએ. તેનાથી તુલસીની સાથે સાથે મતા લક્ષ્મીનું પણ અપમાન હોય છે. તમારી આ ભૂલથી ધનની દેવી માતા લક્ષ્મી રીસાઈ જાય છે. માટે તુલસીના છોડની પાસે સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. 

સાવરણી 
તુલસી ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. માટે તેની નિયમિત પૂજા-પાઠ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે તુલસીની પાસે સાવરસણી ન રાખવી જોઈએ. તેનાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ બન્નેનું અપમાન થાય છે. તુલસીની પાસે સાવરણી રાખવાથી વ્યક્તિ કંગાળ થઈ જાય છે. માટે જો તમે આમ કરી રહ્યા છો તો તમારી આ આદતને આજે જ સુધારી લો. 

શિવલિંગ 
તુલસીના કુંડામાં ભૂલથી પણ શિવલિંગ ન રાખવું જોઈએ. પૈરાણિક કથાઓ અનુસાર, પૂર્વજન્મમાં તુલસીનું નામ વૃંદા હતું જે શક્તિશાળી અસુર જાલંધરના પત્ની હતા. જાલંધરને પોતાની શક્તિઓ પર ખૂબ જ અભિમાન હતું. આ રાક્ષસનું વધ ભગવાન શિવે જ કર્યું હતું. આ કારણે શિવલિંગને તુલસીથી દૂર રાખવામાં આવે છે. 

કાંટાવાળા છોડ 
તુલસીના ચમત્કારી છોડને ક્યારેય પણ કાંટાવાળા છોડની સાથે ન રાખવા જોઈએ. એવું કરવાથી અશુભ પરિણામોની પ્રાપ્તિ થાય છે. માટે ગુલાબ અને કેક્ટસ જેવા કાંટાવળા છોડને તેનાથી દૂર રાખવા જોઈએ. તેનાથી ઘરના સદસ્યોની વચ્ચે મતભેદ, લડાઈ ઝગડા અને તણાવની સમસ્યા વધી શકે છે. 

કચરા પેટી 
તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર હોય છે માટે તેની આસ-પાસ સાફ સફાઈનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તુલસીના છોડની પાસે ક્યારેય કચરા પેટી ન રાખો. તેનાથી ઘરમાં નકારાત્મકતા અને દરિદ્રતા આવી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Dharma Mistake Tulsi Plant તમારા કામનું તુલસી Vastu Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ