બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / do not eat cauliflower if you have thyroid or kidney issue

ભારે કરી! / આ લોકો માટે ઝેર સમાન છે ફૂલાવરનું શાક, ખાશો તો થશે એવી ગંભીર અસર કે...

Kinjari

Last Updated: 03:16 PM, 30 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફૂલાવરનું શાક, પરાઠા કે તેમાંથી બનાવેલી વાનગીઓ મોટાભાગના લોકોને પસંદ હોય છે, પરંતુ કેટલીક બીમારીઓમાં તમારે ફૂલાવરનું સેવન કરવાનું ભૂલવું જોઈએ નહીં. તેનાથી તમારી સમસ્યા વધી શકે છે.

  • ફૂલાવરનું શાક આ લોકોએ ભૂલથી પણ ન ખાવું જોઇએ
  • પાચન અને ગેસની સમસ્યાઓ થશે
  • કિડનીની સમસ્યા ધરાવતા લોકોએ ટાળવું

ફૂલાવરમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. આ ઉપરાંત તેમાં વિટામિન A, B, C અને પોટેશિયમ પણ હોય છે. તેને ખાવું તમારા માટે ફાયદાકારક છે, પરંતુ જો તમને થાઈરોઈડ કે પથરીની સમસ્યા હોય તો ફૂલાવર ખાવાનું ટાળો.

પાચન સાથે સમસ્યાઓ
ગેસની સમસ્યામાં પણ ફૂલાવરનું સેવન ન કરો. આ શાકભાજીમાં રેફિનોઝ હોય છે, જે એક પ્રકારનું કાર્બોહાઇડ્રેટ છે. આ કાર્બોહાઇડ્રેટ કુદરતી રીતે કેટલીક શાકભાજીમાં હોય છે, પરંતુ આપણું શરીર તેને પચાવી શકતું નથી. જેના કારણે એસિડિટીની સમસ્યા વધી શકે છે. જો તમને પેટ સંબંધિત સમસ્યા સતત રહેતી હોય તો ફૂલાવરનું સેવન ન કરો.

ફૂલાવરમાં એન્ટીઑકિસડન્ટ, ફાયટોન્યુટ્રિઅન્ટ્સ, ફોલેટ, વિટામિન K અને ફાઇબર જેવા પોષક તત્ત્વો અને ગ્લુકોસિનોલેટ્સ નામના સલ્ફર ધરાવતા રસાયણો હોય છે. જ્યારે આ રસાયણો પેટમાં જાય છે, ત્યારે તેઓ હાઇડ્રોજન સલ્ફાઇડ સંયોજન બનાવે છે. તેનાથી ગેસની સમસ્યા થઈ શકે છે.

થાઈરોઈડના દર્દીઓ ખાતા નથી
જો તમને થાઈરોઈડની સમસ્યા છે તો ફૂલાવરનું સેવન ન કરો. આ T3 અને T4 હોર્મોન્સમાં વધારો કરી શકે છે.

કિડનીની સમસ્યામાં
પિત્તાશય અથવા કિડની સ્ટોનની સમસ્યામાં ફૂલાવરનું સેવન તમને નુકસાન પહોંચાડશે કારણ કે, તેમાં કેલ્શિયમની માત્રા વધુ હોય છે. યુરિક એસિડ વધી ગયું હોય તો પણ ફૂલાવરનું સેવન ન કરવું. આ ખાવાથી તમારી સમસ્યા વધી જશે.

પોટેશિયમની ઊંચી માત્રા
ફૂલાવરમાં પોટેશિયમની માત્રા વધુ હોય છે, જે લોકો તેનું વધુ સેવન કરે છે, તેમનું લોહી ધીમે ધીમે ઘટ્ટ થવા લાગે છે. જો તમે પહેલાથી જ લોહીને ઘટ્ટ કરવા માટે દવા લઈ રહ્યા છો, તો ડૉક્ટરની સલાહ પછી જ ફૂલાવરનું સેવન કરો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ