બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Do not do these three mistakes when you have a fever

હેલ્થ / તાવ આવે ત્યારે અજાણતા પણ ન કરતાં આ 3 ભૂલો, નહીં તો લેવાના દેવા પડશે, પ્રવાહીનો મારો રાખો

Vishal Dave

Last Updated: 11:50 PM, 14 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણે વિચારીએ છીએ કે દવા અને આરામ કરીએ તો બધું સારું થઈ જશે. પરંતુ શું તમે જાણો છો કે તાવ દરમિયાન કેટલીક ભૂલો પણ થાય છે, જેના કારણે તમારા સ્વસ્થ થવામાં વિલંબ થઈ શકે છે

બદલાતી ઋતુમાં તાવ એક સામાન્ય સમસ્યા છે અને ઘણીવાર આપણે વિચારીએ છીએ કે દવા અને આરામ કરીએ તો બધું સારું થઈ જશે. પરંતુ શું તમે જાણો છો કે તાવ દરમિયાન કેટલીક ભૂલો પણ થાય છે, જેના કારણે તમારા સ્વસ્થ થવામાં વિલંબ થઈ શકે છે. હા, ક્યારેક અજાણતા કરવામાં આવેલી ભૂલો તમારી સમસ્યાઓ વધારી શકે છે.

એવી ત્રણ ભૂલો વિશે જાણીએ  જે લોકો બીમાર હોય ત્યારે વારંવાર કરતા હોય છે. જો તમને તાવ છે તો આ ભૂલો કરવાથી બચો.

1. ખાવામાં બેદરકારી
કેટલાક લોકો માને છે કે તાવ દરમિયાન ખોરાક ન ખાવો જોઈએ. આ સલાહ સંપૂર્ણપણે ખોટી છે. ખોરાક બંધ કરવાથી શરીર નબળું પડી શકે છે અને રોગપ્રતિકારક શક્તિ પર પણ નકારાત્મક અસર પડે છે. તાવ દરમિયાન શરીરને ઊર્જાની જરૂર પડે છે. ખીચડી, દાળ કે સૂપ જેવા હળવા ખોરાકનું સેવન કરવું ફાયદાકારક છે. તેમજ તાવમાં શરીરમાંથી પ્રવાહી ઓછું થઈ જાય છે, તેથી પૂરતા પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અથવા ઈલેક્ટ્રોલાઈટ્સયુક્ત દ્રાવણ પીવું જરૂરી છે.

2. મધનું સેવન
એવો દાવો કરવામાં આવે છે કે તાવ દરમિયાન મધનું સેવન ન કરવું જોઈએ. જો કે, આ સંદર્ભે કોઈ નક્કર વૈજ્ઞાનિક પુરાવા ઉપલબ્ધ નથી. તાવ દરમિયાન મીઠી વસ્તુઓનું વધુ પડતું સેવન નુકસાનકારક હોઈ શકે છે, પરંતુ યોગ્ય માત્રામાં મધનું સેવન કરવું સલામત છે.

3. પંખો ન ચલાવો અને ગરમીમાં પડ્યા રહેવું 
એ વાત સાચી છે કે તાવ દરમિયાન પરસેવો વળવાથી શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. પરંતુ, પરસેવો પાડવા માટે પંખાનો ઉપયોગ ન કરીને ગરમીમાં પડ્યા રહેવું પણ યોગ્ય નથી માટે ધીમી ગતિએ પંખાનો ઉપયોગ કરી શકો છો 

તાવની સારવાર કેવી રીતે કરવી?
તાવ દરમિયાન આરામ કરવો અને હળવો ખોરાક લેવો જરૂરી છે. ઉપરાંત, પૂરતા પ્રમાણમાં પ્રવાહીનું સેવન કરવું જોઈએ. જો તાવ વધુ હોય અથવા 3 દિવસથી વધુ સમય સુધી ચાલુ રહે તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

VTV ગુજરાતી સમાચારની તમામ અપડેટ પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલને અનુસરો.

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ