બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Diwali gift to countrymen: Team India's 9th win in a row, beats Netherlands by 160 runs, Rohit-Virat take a wicket each

UNBITTEN / દેશવાસીઓને દિવાળી ગિફ્ટ: ટીમ ભારતની સતત 9મી જીત, નેધરલેન્ડને 160 રનથી હરાવ્યું, રોહિત-વિરાટે લીધી એક-એક વિકેટ

Vishal Khamar

Last Updated: 09:54 PM, 12 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ટીમની જીતનો સિલસિલો જારી રહ્યો છે. ભારતે હવે તેની છેલ્લી ગ્રુપ મેચમાં નેધરલેન્ડને 160 રનથી હરાવ્યું છે. ભારતીય ટીમનો આ સતત નવમો વિજય હતો. ભારતીય ટીમ હવે ન્યૂઝીલેન્ડ સામે સેમિફાઇનલ મેચ રમશે.

  • ભારતે ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં સતત નવમી જીત હાંસલ કરી
  • ભારતે નેધરલેન્ડને 160 રનથી હરાવ્યું
  • 15 નવેમ્બરે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુંબઈ ખાતે રમાશે સેમી ફાઈનલ

ભારતે ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં સતત નવમી જીત હાંસલ કરી છે. 12 નવેમ્બર (રવિવારે), ટીમ ઈન્ડિયાએ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં નેધરલેન્ડને 160 રનથી હરાવ્યું. ભારતીય ટીમ હવે ન્યૂઝીલેન્ડ સામે સેમિફાઇનલ મેચ રમશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સેમી ફાઈનલ મેચ 15 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

નેધરલેન્ડની ટીમ પર શરૂઆતથી જ દબાણ હતું
411 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ડચ ટીમ શરૂઆતથી જ દબાણમાં હતી. જો કે, તેના બેટ્સમેનોએ ભારતીય ઝડપી બોલરોનો સારી રીતે સામનો કર્યો અને પ્રારંભિક પાવરપ્લેમાં માત્ર એક વિકેટ ગુમાવી. પાવરપ્લે બાદ કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજાએ વિકેટ લઈને વિપક્ષી ટીમને બેક ફૂટ પર મોકલી દીધી હતી. આ પછી નેધરલેન્ડની ટીમે નિયમિત અંતરે વિકેટો ગુમાવી અને 47.5 ઓવરમાં 250 રનમાં સમેટાઈ ગઈ.

નેધરલેન્ડ માટે તેજા નિદામનારુએ 39 બોલમાં છ છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 54 રનની ઇનિંગ રમી હતી. જ્યારે સાયબ્રાન્ડ એન્જેલબ્રેક્ટે 45 રન અને કોલિન એકરમેને 35 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ બે-બે વિકેટ લીધી હતી. વિરાટ કોહલી અને રોહિત શર્માને પણ એક-એક વિકેટ મળી હતી.

  • નેધરલેન્ડની શરૂઆત જ ખૂબ ખરાબ રહેવા પામી હતી. મોહમ્મદ સિરાજે તેની પહેલી જ ઓવરમાં ભારતને સફળતા અપાવી હતી. તેણે વેસ્લી બારેસીને પેવેલિયનમાં મોકલ્યો હતો. બીજી ઓવરના ચોથા બોલ પર બારેસી આઉટ થયો હતો. ઓફ સ્ટમ્પની બહાર સિરાજના બોલે બારેસીના બેટની કિનારી લીધી અને વિકેટકીપર કેએલ રાહુલે સારો કેચ લીધો.
  •  જે બાદ નેધરલેન્ડે કોલિન એકરમેનની વિકેટ પણ ગુમાવી છે. કુલદીપ યાદવે 13મી ઓવરના પહેલા બોલ પર એકરમેન (35)ને LBW આઉટ કર્યો હતો.
  • ત્યાર બાદ કેપ્ટન રોહિત શર્માએ રવિન્દ્ર જાડેજાને ઓવર આપતા રવિન્દ્ર જાડેજાએ પ્રથમ બોલ પર જ વિકેટ લીધી હતી. મેક્સ ઓડાઉર્ડ (30)ને જાડેજાએ બોલ્ડ કર્યો હતો.
  • નેધરલેન્ડે પણ ચોથી વિકેટ ગુમાવી છે. અને આ વખતે સફળતા વિરાટ કોહલીના ફાળે ગઈ છે. કોહલીએ તેની બીજી ઓવરમાં નેધરલેન્ડના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સને આઉટ કર્યો હતો.
  • જસપ્રીત બુમરાહને મેચમાં પ્રથમ વિકેટ મળી છે. બુમરાહે એક પરફેક્ટ યોર્કર પર બાસ ડેલિડાને બોલ્ડ કર્યો.
  • ત્યારે નેધરલેન્ડની છઠ્ઠી વિકેટ પણ પડી છે. સિબ્રાન્ડ એન્ગલબ્રેખ્ત (45) પોતાની અડધી સદી પૂરી કરી શક્યો નહોતો. સિરાજે તેને બોલ્ડ કર્યો.
  • કુલદીપ યાદવે તેની છેલ્લી ઓવરમાં બીજી વિકેટ લીધી હતી. કુલદીપે લોગાન વેન બીકને બોલ્ડ કરીને બીજી સફળતા મેળવી હતી. નેધરલેન્ડની સાત વિકેટ પડી ગઈ હતી. 
  • રવિન્દ્ર જાડેજાને પણ વધુ એક સફળતા મળી છે. ભારતીય સ્પિનરે રોલોફ વાન ડેર મર્વેને આઉટ કર્યો હતો. રવિન્દ્ર જાડેજાએ પણ બે વિકેટ લીધી હતી. 
  • જસપ્રીત બુમરાહે બીજી વિકેટ લીધી છે અને આ વખતે તેણે આર્યન દત્તને સ્લોઅર બોલ પર બોલ્ડ કર્યો હતો.
  • ટીમ ઈન્ડિયાએ લીગ તબક્કાની તેની છેલ્લી મેચ પણ જીતી લીધી છે. છેલ્લી વિકેટ સુકાની રોહિત શર્માના ખાતામાં આવી, જેણે અડધી સદી ફટકારનાર તેજા નિદામાનુરુને આઉટ કર્યો અને આયર્લેન્ડનો આખો દાવ 250 રન પર સમાપ્ત થયો. આ રીતે ભારતે તેની તમામ 9 મેચ જીતી લીધી છે.

પહેલા બેટિંગનો રોહિતનો નિર્ણય અસરકારક સાબિત થયો 
ભારત અને નેધરલેન્ડ વચ્ચે ICC ODI વર્લ્ડ કપ 2023ની છેલ્લી લીગ સ્ટેજની મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ. કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો જે ખૂબ જ અસરકારક સાબિત થયો હતો. હિટમેન અને શુભમન ગીલે ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 100 રનની ભાગીદારી પણ થઈ હતી. યુવાન શુભમન ગિલ આજે અદ્ભુત ફોર્મમાં જોવા મળ્યો હતો. તેણે ડચ બોલરોને ખરાબ રીતે ફટકાર્યા હતા. આ દરમિયાન ગિલે સ્કાયસ્ક્રેપર સિક્સ પણ ફટકારી હતી. તેણે લગભગ બોલને સ્ટેડિયમની બહાર મોકલી દીધો. કેપ્ટન રોહિત શર્મા પણ તેની આ સિક્સ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો. જે પોતે સિક્સર કિંગ છે. 

ભારત માટે ઓપનર તરીકે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન કોણે બનાવ્યા?

ભૂતપૂર્વ તોફાની બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે ભારત માટે ઓપનર તરીકે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે. ભારત માટે ઓપનર તરીકે વીરેન્દ્ર સેહવાગે સૌથી વધુ 15,758 રન બનાવ્યા છે. આ મહાન ખેલાડીઓની યાદીમાં બીજા નંબરે સચિન તેંડુલકરનું નામ આવે છે. સચિન તેંડુલકરે ભારત માટે ઓપનર તરીકે 15,335 રન બનાવ્યા છે. આ યાદીમાં 'હિટમેન' રોહિત શર્માનું નામ ત્રીજા નંબરે આવે છે. ભારત તરફથી ઓપનર તરીકે રોહિત શર્માએ 14,049 રન બનાવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ