બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અમદાવાદ / Disgruntled people expressed against BJP candidate Amraiwadi, dhaari

ઇલેક્શન 2022 / ગુજરાતમાં આ દ્રશ્યો ભાજપનું ટેન્શન વધારશે, બે મહત્વપૂર્ણ બેઠક પર નારાજ લોકોએ જુઓ શું કર્યું

Kishor

Last Updated: 07:10 PM, 26 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતની ધારી બેઠક અને અમદાવાદની અમરાઈવાડી વિસ્તારમાં નારાજ લોકોએ ભાજપના ઉમેદવાર સામે રોષ વ્યકત કર્યો હતો. જે અંગેના વીડિયો સામે આવ્યો છે.

  • બે મહત્વપૂર્ણ બેઠક પર નારાજ લોકોએ ઉમેદવારનો કર્યો વિરોધ 
  • અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં ભાજપ ઉમેદવારનો વિરોધ
  • ધારી વિધાનસભા બેઠકમાં જે.વી.કાકડિયા સામે રોષ

ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકીર રહ્યાં છે ત્યારે તમામ પક્ષના ઉમેદવારોએ જનતાને રિઝવવા જોરશોરથી પ્રચાર-પ્રસાર શરૂ કરી દીધો છે. આ દરમિયાન અનેક ઉમેદવારોનો સ્થાનિકોના વિરોધનો પણ સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે અમરેલીની ધારી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર જે.વી.કાકડિયા અને અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં પણ ભાજપના ઉમેદવાર ડો.હસમુખ પટેલને  લોકરોષનો ભોગ બનવાનો વારો આવ્યો હોવાનું સામે આવ્યુ છે. 

ધારીમાં જે.વી.કાકડિયાનો સ્થાનિકોએ વિરોધ કર્યો 
ધારી વિધાનસભા બેઠકમાં ભાજપના ઉમેદવાર જે.વી.કાકડિયાનો સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. સ્થાનિકોએ રસ્તો બનાવવા માટે રજૂઆત કરી છે. જે.વી.કાકડીયાનો સભામાં ધારી બેઠકના ગામડાઓમાં સ્થાનિકો દ્વારા વિરોધ કરાયો હતો. રોડ રસ્તાઓના મુદ્દાઓને લઈને સભામાં લોકો આકરા પાણીએ થયા હતા. એટલુ જ નહિ ગામડાઓના રોડ રસ્તાઓ સુધારો પછી મત માંગવાની વાત કહી હતી. બીજી બાજુ ખાતર અને ગેસ સિલિન્ડરના ભાવો વધતા હોવાનો સ્થાનીકોમાં રોષ ઉઠ્યો હતો.

 
અમદાવાદમાં ભાજપ ઉમેદવારનો વિરોધ
બીજી બાજુ અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં પણ ભાજપના ઉમેદવાર ડો.હસમુખ પટેલનો સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. હાટકેશ્વર સર્કલ વિસ્તારમાં શીતલનગર, બળિયાનગર અને અંબિકાનગરમાં વિરોધ કરાયો હતો. પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકોમાં રોષનો જ્વાળા ભભૂકયો હતો. અને આથી ડોર ટૂ ડોર પ્રચાર દરમિયાન ભાજપના કાર્યકરો અને ઉમેદવારનો સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. આપને જણાવી દઈએ કે, છેલ્લા ઘણા વર્ષોથી અમરાઇવાડી વિસ્તારમાં ભાજપની પકડ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ