બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Discovering husband's infidelity days after marriage can drive wife to suicide: Delhi High Court

ન્યાયિક ચુકાદો / લગ્ન બાદ બેવફાઈને કારણે આપઘાત કરવા પર પતિને માફ ન કરી શકાય, ન મળી શકે જામીન- HC

Hiralal

Last Updated: 05:21 PM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોતાની બેવફાઈથી પત્નીને આપઘાતની ફરજ પાડનાર પતિને જામીન આપવાનો ઈન્કાર કરતાં દિલ્હી હાઈકોર્ટે એક મહત્વની ટીપ્પણી કરી છે.

  • દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટીપ્પણી
  •  પતિની બેવફાઈ કોઈ પત્ની સહન કરી શકતી નથી
  • પતિના આડા-સંબંધો તેને આપઘાત કરવા મજબૂર કરી શકે

લગ્ન બાદ પતિની બેવફાઈ પર પત્ની પર ભારે પડતી હોય છે અને તે આ વાત કોઈ પણ સંજોગોમાં સહન કરી શકતી નથી, અને તે મોતને ગળે લગાડી લેતા પણ વાર નથી લગાડતી. બેવફાઈને કારણે પત્નીના આપઘાત પર પતિને જરા પણ માફી આપવાના મૂડમાં હાઈકોર્ટ નથી. દિલ્હી હાઈકોર્ટે આવી એક મોટી ટીપ્પણી કરી છે. 

હાઈકોર્ટના જસ્ટીસે શું કહ્યું 
દિલ્હી હાઈકોર્ટે હાલમાં જ કહ્યું હતું કે, લગ્ન બાદ તરત પતિની બેવફાઈ તેમજ તેના ખરાબ વર્તનની જાણકારી મળવા પર પત્ની આપઘાત કરવા મજબૂર બની શકે છે. જસ્ટિસ સ્વર્ણકાંત શર્માએ કહ્યું હતું કે જીવનસાથીની બેવફાઈ વ્યક્તિની માનસિક અને ભાવનાત્મક સુખાકારી પર ગહન અને વિનાશક અસર કરી શકે છે.
આઘાતની આ ભાવના જબરજસ્ત હોઈ શકે છે કારણ કે એક સ્ત્રી વિશ્વાસ અને આશા સાથે લગ્નમાં પ્રવેશી હોય છે જે તેના પતિના લગ્નેતર સંબંધના ઘટસ્ફોટથી તૂટી શકે છે. કોર્ટે જણાવ્યું હતું કે, જીવનસાથી દ્વારા બેવફાઈ અને ત્યારબાદના ખરાબ વર્તનનું નિદાન થવાની ભાવનાત્મક આઘાત સ્ત્રીને આત્મહત્યા કરવાની હદ સુધી પગલું ભરવાની ફરજ પાડી શકે છે અને પત્નીને આપઘાત કરવાની ફરજ પાડનારને માફ ન કરી શકાય. જસ્ટીસ શર્માએ મહિલાના મૃત્યુ માટે ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમ 498 એ (ક્રૂરતા) અને 306 (આત્મહત્યા માટે ઉશ્કેરણી) હેઠળ નોંધાયેલા વ્યક્તિને જામીન આપવાનો ઇનકાર કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. 

શું હતી ઘટના 
આ દંપતીએ 18 મે, 2022 ના રોજ લગ્ન કર્યા હતા અને ત્યાર પછી તરત પત્નીને પતિના આડા-સંબંધોની જાણ થઈ હતી, પતિ તેની સાથે ખરાબ વ્યવહાર પણ કરતો હતો. આ વાતનો ભાર આઘાત લાગતાં મહિલાએ 31 મે, 2022 ની આસપાસ ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. મહિલાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી પુરુષના લગ્નેતર સંબંધ છે. મહિલાના પિતાએ તેના મોત માટે આરોપીને જવાબદાર ઠેરવ્યો છે.

કોર્ટે કેમ ફગાવી અરજી 
જામીન અરજી પર વિચાર કર્યા બાદ કોર્ટે તારણ કાઢ્યું હતું કે આરોપી સામે ચોક્કસ આક્ષેપો થયા હતા કે તેનો લગ્નેતર સંબંધ છે અને તેથી મહિલા દરરોજ ભારે તણાવ અને આઘાતમાંથી પસાર થઈ રહી હતી તેને કારણે તેને આપઘાતની ફરજ પડી હતી. આથી કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ