બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ભારત / Politics / 'Disclose bond numbers', Supreme Court slams SBI on electoral bond issue

આદેશ / 'બોન્ડના નંબર જાહેર કરો', ઈલેક્ટોરલ બોન્ડ મુદ્દે SBI પર ભડકી સુપ્રીમ કોર્ટ, આપ્યો સોમવાર સુધીનો સમય

Priyakant

Last Updated: 11:42 AM, 15 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Electoral Bonds Case Latest News: સુપ્રીમ કોર્ટે કહ્યું, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ સ્પષ્ટ આદેશ હોવા છતાં ચૂંટણી પંચને આપવામાં આવેલા ડેટામાં બોન્ડ નંબરનો ઉલ્લેખ કર્યો નથી

Electoral Bonds Case : ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે,  શુક્રવારે (15 માર્ચ, 2024) ઈલેક્ટોરલ બોન્ડ કેસ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સમય દરમિયાન ચૂંટણી પંચે કહ્યું કે, તેમણે વર્ષ 2019 પહેલા રાજકીય પક્ષો પાસેથી મળેલા દાનની માહિતી સીલબંધ પરબિડીયામાં સુપ્રીમ કોર્ટને આપી હતી. તેની નકલ તેમણે રાખી ન હતી.  સુપ્રીમ કોર્ટે તેના પર કહ્યું કે, તેને ચૂંટણી પંચને પરત કરવામાં આવશે. તે પહેલા તેને સ્કેન કરવામાં આવશે અને તેની ડિજિટલ કોપી સુપ્રીમ કોર્ટ પાસે રાખવામાં આવશે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે એ હકીકત પર સવાલ ઉઠાવ્યા કે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ સ્પષ્ટ આદેશ હોવા છતાં ચૂંટણી પંચને આપવામાં આવેલા ડેટામાં બોન્ડ નંબરનો ઉલ્લેખ કર્યો નથી.

SBI પર ભડકી સુપ્રીમ કોર્ટ
આ તરફ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ભારતીય સ્ટેટ બેંક (SBI) ને ચૂંટણી બોન્ડ્સ પર સંપૂર્ણ ડેટા શેર ન કરવા બદલ સખત ઠપકો આપ્યો. આ સ્કીમને રદ કરતી વખતે કોર્ટે SBIને છેલ્લા 5 વર્ષમાં કરાયેલા દાનની તમામ વિગતો શેર કરવાનો નિર્દેશ આપ્યો હતો. ઠપકો ઉપરાંત સુપ્રીમ કોર્ટે SBIને બોન્ડના ચોક્કસ નંબરો જાહેર કરવાના પ્રશ્ન પર નોટિસ જાહેર કરી અને તેને ચૂંટણી પંચને તેની સાથે સંગ્રહિત ચૂંટણી બોન્ડ ડેટા પરત કરવાની મંજૂરી આપી. સુપ્રીમ કોર્ટ દરેક ચૂંટણી બોન્ડ પર છપાયેલ અનન્ય આલ્ફાન્યૂમેરિક કોડ શેર ન કરવા માટે SBIની અરજી પર સુનાવણી કરી રહી હતી. આ અનન્ય નંબર રાજકીય પક્ષો સાથે દાતાઓને મેચ કરવામાં મદદ કરશે.

File Photo

ચૂંટણી પંચે અરજી આપી  
5 જજોની વિશેષ બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. હવે આ કેસની આગામી સુનાવણી સોમવારે (18 માર્ચ) થશે. હકીકતમાં સુપ્રીમ કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને ચૂંટણી પંચને ચૂંટણી બોન્ડ ખરીદનારા તમામ લોકોની માહિતી આપવાનો આદેશ આપ્યો હતો. તેમજ ચૂંટણી પંચને આ તમામ માહિતી પોતાની વેબસાઈટ પર અપલોડ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ચૂંટણી પંચે તેના અમલીકરણ અંગેના આદેશમાં સુધારા અંગે અરજી દાખલ કરી છે, તેના પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

વધુ વાંચો: 'આ કાયદો ધર્મના આધારે...', CAA પર પાકિસ્તાને ભારત વિરૂદ્ધ ઝેર ઓક્યું, જુઓ અમેરિકાએ શું કહ્યું

શું ઈચ્છે છે ચૂંટણી પંચ?
ચૂંટણી પંચ દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં સુપ્રીમ કોર્ટે 11 માર્ચે આપેલા આદેશમાં સુધારો કરવાની માંગ કરી છે. આમાં આદેશના ઓપરેટિવ ભાગમાં કેટલીક સ્પષ્ટતા અથવા સુધારો માંગવામાં આવ્યો છે. જો કે તેની વિસ્તૃત માહિતી હજુ સુધી ઉપલબ્ધ નથી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ