બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / વિશ્વ / Pakistan made statement against India on Citizenship Amendment Act

Citizenship Amendment Act / 'આ કાયદો ધર્મના આધારે...', CAA પર પાકિસ્તાને ભારત વિરૂદ્ધ ઝેર ઓક્યું, જુઓ અમેરિકાએ શું કહ્યું

Priyakant

Last Updated: 11:26 AM, 15 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાને CAAને ભેદભાવપૂર્ણ ગણાવ્યું છે અને કહ્યું, આ કાયદો લોકોને ધર્મના આધારે વહેંચવા જઈ રહ્યો છે, અમેરિકાએ કહ્યું CAA નોટિફિકેશનથી ચિંતિત

Citizenship Amendment Act : નાગરિકતા સંશોધન અધિનિયમ એટલે કે CAAના અમલીકરણની સૂચના જાહેર થયા બાદ હવે તેને દેશભરમાં લાગુ કરવામાં આવ્યો છે. વિપક્ષ CAAના વિરોધનું રણશિંગુ વગાડી રહ્યું છે. પરંતુ આ દરમિયાન પાકિસ્તાને પણ CAAને લઈને નિવેદન આપ્યું છે. પાકિસ્તાને CAAને ભેદભાવપૂર્ણ ગણાવ્યું છે અને કહ્યું છે કે, આ કાયદો લોકોને ધર્મના આધારે વહેંચવા જઈ રહ્યો છે. પાકિસ્તાને નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, ભારતીય મુસ્લિમોએ આ કાયદાથી ડરવાની જરૂર નથી કારણ કે CAA તેમની નાગરિકતા પર અસર કરશે નહીં. 

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે કહ્યું કે તે સ્પષ્ટ છે કે, CAA અને તેના નિયમો ભેદભાવપૂર્ણ છે કારણ કે તેઓ ધર્મના નામે લોકોને વહેંચે છે. તેમણે કહ્યું કે, આ નિયમો એ ખોટી માન્યતા પર આધારિત છે કે, મુસ્લિમ દેશોમાં લઘુમતીઓ પર અત્યાચાર થઈ રહ્યો છે અને ભારત લઘુમતીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન છે. મુમતાઝે કહ્યું કે, 16 ડિસેમ્બર 2019 ના રોજ પાકિસ્તાનની સંસદમાં CAAની ટીકા કરતો એક ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો જેમાં CAAને સમાનતાના આંતરરાષ્ટ્રીય નિયમોની વિરુદ્ધ હોવાનું કહેવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, અમે માનીએ છીએ કે ભારતની અંદર લઘુમતીઓને નિશાન બનાવવામાં આવશે નહીં અને સરકાર આ દિશામાં પગલાં લેશે.

જાણો CAA પર અમેરિકાએ શું કહ્યું?
ભારતમાં CAA નોટિફિકેશન જાહેર થયા બાદ અમેરિકાએ પણ તેના પર પ્રતિક્રિયા આપી છે. અમેરિકાએ કહ્યું છે કે, તે CAA નોટિફિકેશનથી ચિંતિત છે અને તેના પર નજર રાખી રહ્યું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું કે, ભારતે 11 માર્ચે નાગરિકતા સંશોધન બિલનું નોટિફિકેશન બહાર પાડ્યું, જેનાથી અમે ચિંતિત છીએ. આ કાયદાનો અમલ કેવી રીતે થશે તેના પર અમે ચાંપતી નજર રાખી રહ્યા છીએ. ધાર્મિક સ્વતંત્રતા માટે આદર અને કાયદા હેઠળ તમામ સમુદાયો સાથે સમાન વ્યવહાર એ મૂળભૂત લોકશાહી સિદ્ધાંતો છે. 

જાણો શું છે CAA ? 
નાગરિકતા સંશોધન બિલ પહેલીવાર 2016માં લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. તે અહીંથી પસાર થયું પણ રાજ્યસભામાં અટકી ગયો. બાદમાં તેને સંસદીય સમિતિને મોકલવામાં આવ્યું હતું અને પછી ચૂંટણી આવી. પુનઃચૂંટણી પછી નવી સરકારની રચના કરવામાં આવી હતી તેથી તે ફરીથી ડિસેમ્બર 2019 માં લોકસભામાં રજૂ કરવામાં આવ્યું. આ વખતે આ બિલ લોકસભા અને રાજ્યસભા બંનેમાં પસાર થયું હતું. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા પછી આ 10 જાન્યુઆરી, 2020 થી કાયદો બની ગયો. નાગરિકતા સંશોધન કાયદા દ્વારા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી અને પારસી ધર્મના શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. કાયદા અનુસાર 31 ડિસેમ્બર 2014 પહેલા ભારતમાં આવીને સ્થાયી થયેલા લોકોને જ નાગરિકતા આપવામાં આવશે.

વધુ વાંચો: રાષ્ટ્રપતિની ચૂંટણી રશિયામાં, પરંતુ વોટિંગ થયું ભારતમાં! એ કઇ રીતે? જાણો કોને ક્યાંથી મત આપ્યો

તો પછી કેમ થઈ રહ્યો છે CAAનો વિરોધ ? 
નાગરિકતા સંશોધન કાયદાના વિરોધનું આ સૌથી મોટું કારણ છે. કેટલાક વિરોધીઓ આ કાયદાને મુસ્લિમ વિરોધી ગણાવે છે. તેમનું કહેવું છે કે, જ્યારે નાગરિકતા આપવાની છે તો ધર્મના આધારે શા માટે આપવામાં આવી રહી છે? મુસ્લિમોને આમાં શા માટે સામેલ કરવામાં આવતા નથી? આના પર સરકારની દલીલ છે કે, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ઇસ્લામિક દેશો છે અને અહીં ધર્મના આધારે બિન-મુસ્લિમો પર અત્યાચાર ગુજારવામાં આવે છે. આ કારણથી બિન-મુસ્લિમો અહીંથી ભારતમાં ભાગી ગયા છે. તેથી તેમાં માત્ર બિન-મુસ્લિમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કાયદા મુજબ ભારતીય નાગરિકતા માટે ઓછામાં ઓછા 11 વર્ષ સુધી દેશમાં રહેવું જરૂરી છે. પરંતુ નાગરિકતા સંશોધન કાયદા હેઠળ આ ત્રણ દેશોના બિન-મુસ્લિમોને 11 વર્ષની જગ્યાએ 6 વર્ષ રહેવા પછી જ નાગરિકતા આપવામાં આવશે. અન્ય દેશોના લોકોએ ભારતમાં 11 વર્ષ પસાર કરવા પડશે, પછી ભલે તે કોઈપણ ધર્મનો હોય.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ