બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / Disaster is coming to Gujarat! A signal number 2 was put up on the beach, instructing fishermen to take out their boats as well

વાવાઝોડું / ગુજરાત પર આવી રહી છે આસમાની આફત! દરિયા કિનારે 2 નંબરનું સિગ્નલ લગાવાયું, માછીમારોને બોટ પણ બહાર કાઢી લેવા સૂચના

Vishal Khamar

Last Updated: 11:18 PM, 6 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિપોરજોય સંભવિત વાવાઝોડાની આગાહીને પગલે બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ત્યારે જાફરાબાદ, પોરબંદર તેમજ માંગરોળનાં દરિયામાં કરંટ વધતા 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તેમજ માછીમારોએ  પોતાની બોટ બહાર લઈ લેવાની સૂચના આપવામાં આવી રહી છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

  • અમરેલીનાં પીપાવા  પોર્ટને દરિયો બની શકે છે તોફાની
  • જાફરાબાદ, માંગરોળ, પોરબંદરમાં 2 નંબરનું સિગ્નલ લગાવાયું
  • માંગરોળમાં માછીમારોને પોતાની બોટ બહાર લઇ લેવા સૂચના

બિપોરજોય વાવાઝોડાની અસર ગુજરાતનાં દરિયા કિનારાનાં વિસ્તારોમાં જોવા મળી રહી છે. અમરેલીનાં પીપાવાવ પોર્ટનો દરિયો આગામી સમયમાં તોફાની બની શકે છે. ત્યારે જાફરાબાદ બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તેમજ જાફરાબાદ, પોરબંદર, માંદરોળનાં દરિયા કિનારે પણ 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માંગરોળનાં દરિયામાં કરંટ વધતા 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ત્યારે માંગરોળમાં માછીમારોને પોતાની બોટ બહાર લઈ લેવાની સૂચના પણ આપવામાં આવી છે. 

વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ ગયું છે પરંતું ગુજરાતમાં અસર વર્તાશેઃ અંબાલાલ પટેલ
અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયું છે. ત્યારે હવામાન વિભાગ બાદ અંબાલાલ પટેલે પણ વાવાઝોડાને લઈને આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, વાવાઝોડાની પ્રક્રિયા અરબ સાગરમાં શરૂ થઈ છે. અત્યારે વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ ગયું છે. જોકે, વાવાઝોડાની ગુજરાતમાં અસર વર્તાશે. વાવાઝોડાના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે. તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે પવન ફૂંકાશે.

દરિયામાં જોવા મળશે ભારે હલચલ
અંબાલાલ પટેલે જણાવ્યું કે, 7, 8, 9 જૂનના રોજ દરિયામાં ભારે હલચલ જોવા મળશે. સમુદ્રમાં ઉચાં મોજા ઉછળશે. આ દરમિયાન કેરળમાં વરસાદ આવી શકે છે. ગુજરાતમાં 15 જૂન સુધીમાં વરસાદ આવી શકે છે. આ વાવાઝોડાની અસર ગુજરાતમા જોવા મળશે. તેની અસરના ભાગરૂપે ગુજરાતમાં વરસાદ જોવા મળશે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આપશે. ચોમાસાને લઈને અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 7, 8, 9 જૂને કેરળમાં વરસાદ આવી જશે. ગુજરાતમાં ચોમાસું સમયસર આવવાની શક્યતાઓ છે. 

માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડાએ બેથી ત્રણ વખત પોતાની દિશા બદલાવી છે, જેથી એવું લાગી રહ્યું છે કે આ વાવાઝોડું હજું પણ પોતાની દિશા બદલી શકે છે. જ્યાં સુધી આ વાવાઝોડાનો ખતરો ટળી ન જાય ત્યાં સુધી માછીમારોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. 

સિગ્નલ નંબર-01
પવનની ગતિ 1 થી 5 કિલોમીટરની હોય ત્યારે આ એક નંબરનું સિગ્નલ લગાવાય છે બહુ ગંભીર નથી હોતો પવન

સિગ્નલ નંબર-02
પવનની ગતિ 6થી 12 કિલોમીટરની ઝડપે ફુકાતો હોય ત્યારે, બંદર ઉપર 2 નંબરનું સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર-03
આ પ્રકારનુ સિગ્નલ ત્યારે લગાવાય છે, જ્યારે પવનની ઝડપ 13 થી 20 કિલોમીટરની ઝડપે ફુકાતો હોય.

સિગ્નલ નંબર-04
ચાર નંબરનુ સિગ્નલ, દરિયાકાંઠે 21 થી 29 કિલોમીટરની ઝડપે પવન ફુકાતો હોય ત્યારે લગાવાય છે.

સિગ્નલ નંબર-05
બંદર ઉપર પાંચ નંબરનું સિગ્નલ ત્યારે લગાવાય છે, જ્યારે ફુંકાતા પવનની ગતી 30 થી 39 કિલોમીટરની હોય છે.

સિગ્નલ નંબર-06
જ્યારે દરિયામાં પવનની ઝડપ 40થી 49 કિલોમીટરની હોય ત્યારે બંદર ઉપર ભયસુચક 6 નંબરનું સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર-07
જ્યારે વહેતા પવનની ઝડપી 50 થી 61 કિલોમીટરની હોય ત્યારે બંદર ઉપર સાત નંબરનું સિગ્નલ લગાવવામાં આવે છે.

સિગ્નલ નંબર-08
દરિયામાં કે દરિયાકાંઠે ફુકાઈ રહેલા પવનની ઝડપ જ્યારે 62થી 74 કિલોમીટરની વચ્ચે હોય ત્યારે બંદર ઉપર આઠ નંબરનું ભયસુચક સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર-09
જ્યારે પવનની ઝડપ 75 થી 88 કિલોમીટર સુધીની હોય ત્યારે બંદર ઉપર ભયસૂચક 09 નંબરનું સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર-10
જ્યારે દરિયામાં ફુકાતા પવનની ગતી, 89 થી વધુ પરંતુ 102 કિલોમીટર સુધીની હોય ત્યારે બંદર ઉપર 10 નંબરનું સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર -11
સમુદ્રમાં ફુકાતા તોફાની પવનની ઝડપ 103 થી 118 કિલોમીટર સુધીની હોય છે. જ્યારે આટલી ઝડપે પવન ફુકાઈ રહ્યો હોય ત્યારે બંદર ઉપર 11 નંબરનું સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર-12
જ્યારે તોફાની પવનની ઝડપ 119થી 220 કિલોમીટર ની હોય ત્યારે બંદર ઉપર 12 નંબરનું સિગ્નલ લગાડવામાં આવે છે. મોટાભાગે 11 નંબર સુધીના જ સિગ્નલ ભારતમાં લગાવાય છે. ક્યારેક જ 12 નંબરનું સિગ્નલ લગાવાય છે. અગાઉ પવનની ગતીને ધ્યાને લઈને કુલ 17 નંબર સુધીના સિગ્નલો રાખવાનું નક્કી કરાયુ હતું. પરંતુ મોટે ભાગે ભય સુચક સિગ્નલનો વપરાશ 12 નંબર સુધીનો કરવામાં આવે છે. ભારતમાં સામાન્ય રીતે 11 નંબર સુધીના જ સિગ્નલનો ઉપયોગમાં લેવામાં આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Biporjoy Storm Stormy Sea porbandar પોરબંદર બિપોરજોય વાવાઝોડું Biporjoy Cyclone In Gujarat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ