ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / દર મહિને ₹10,000ની બચતથી 30 વર્ષમાં EPFમાં કેટલા કરોડનું ફંડ બની શકે ? જાણો બંને સ્કીમના રિટર્ન અને જોખમનો તફાવત

photo-story

7 ફોટો ગેલેરી

EPF vs NPS / દર મહિને ₹10,000ની બચતથી 30 વર્ષમાં EPFમાં કેટલા કરોડનું ફંડ બની શકે ? જાણો બંને સ્કીમના રિટર્ન અને જોખમનો તફાવત

Last Updated: 01:34 PM, 10 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દર મહિને 10 હજારની બચતથી 30 વર્ષમાં કરોડપતિ બનવું શક્ય છે. EPF સુરક્ષિત રસ્તો આપે છે, જ્યારે NPS બજારના જોખમ સાથે મોટું ફંડ બનાવી શકે છે. જેમાં તમારી જોખમ લેવાની ક્ષમતા પર આધાર રાખે છે.

1/7

photoStories-logo

1. NSP કે EPF

નોકરી કરતા દરેક વ્યક્તિને ભવિષ્ય સુરક્ષિત રાખવાની ચિંતા હોય છે. રિટાયરમેન્ટ સમયે પૈસાની તંગી ન આવે તે માટે યોગ્ય જગ્યાએ રોકાણ કરવું જરૂરી છે. જો કોઈ વ્યક્તિ દર મહિને 10,000 રૂપિયા બચાવે અને આ 30 વર્ષ સુધી ચાલુ રાખે તો તેની તરફથી કુલ 36 લાખ રૂપિયા જમા થાય છે. હવે પ્રશ્ન એ છે કે આ 36 લાખ રૂપિયા ત્રણ દાયકામાં કેટલા મોટા ફંડમાં ફેરવાઈ જશે. આ માટે દેશમાં બે સૌથી ફેમસ વિકલ્પ છે. કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) અને નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)નો સમાવેશ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. વૃદ્ધાવસ્થાને આર્થિક રીતે મજબૂત બનાવવાનો હેતુ

આ બંને સ્કીમનો હેતુ વૃદ્ધાવસ્થાને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે પણ કામ કરવાની રીત અલગ છે. EPF સરકાર દ્વારા નક્કી કરેલા સુરક્ષિત વ્યાજ પર ચાલે છે, જ્યારે NPSનું પ્રદર્શન સીધું બજારના ઉતાર-ચઢાવ સાથે જોડાયેલું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. EPFમાં બનશે આશરે 1.57 કરોડનું ફંડ

EPF તે લોકો માટે સૌથી ભરોસાપાત્ર વિકલ્પ માનવામાં આવે છે જેઓ પોતાના પૈસા પર કોઈ જોખમ ન લેવા માંગતા હોય. આ સંપૂર્ણ સરકારી અને સુરક્ષિત બચત વ્યવસ્થા છે. વર્ષ 2025-26 માટે સરકારે EPF પર 8.25% વ્યાજ દર નક્કી કર્યો છે. જો 30 વર્ષ સુધી સરેરાશ 8.25% વ્યાજ મળતું રહે તો દર મહિને 10,000 રૂપિયાનું રોકાણ વધીને આશરે 1.57 કરોડ રૂપિયા થઈ જશે. એટલે કે તમારી તરફથી જમા કરેલા 36 લાખ પર 1.21 કરોડથી વધુ વ્યાજ ઉમેરાઈ જશે. વ્યાજ દર દર વર્ષે બદલાઈ શકે છે પણ અસલી મૂડી અને વ્યાજ બજારના જોખમથી સંપૂર્ણ સુરક્ષિત રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. NPSમાં બની શકે છે 2.26 કરોડનું મોટું ફંડ

NPSનું માળખું EPFથી એકદમ અલગ છે. અહીં કોઈ નક્કી વ્યાજ નથી પણ તમારા પૈસા શેર બજાર, કોર્પોરેટ બોન્ડ અને સરકારી સિક્યોરિટીઝમાં રોકાય છે. એક્ટિવ ચોઈસ હેઠળ તમે કુલ રોકાણનો 75% સુધી ભાગ ઈક્વિટીમાં મૂકી શકો છો. બજાર સાથે જોડાયેલું હોવાથી કમ્પાઉન્ડિંગની તાકાત ઝડપથી કામ કરે છે. જો 30 વર્ષમાં સરેરાશ 10% વાર્ષિક રિટર્ન મળે તો દર મહિને 10,000નું રોકાણ વધીને આશરે 2.26 કરોડનું વિશાળ ફંડ બની શકે છે. જો રિટર્ન 9% પણ રહે તો પણ ફંડ આશરે 1.83 કરોડ થઈ જાય છે. અંતિમ ફંડ બજારના પ્રદર્શન, એસેટ એલોકેશન અને રિટાયરમેન્ટ વખતે એન્યુઇટીની ખરીદી પર આધાર રાખે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. વિડ્રો અને ટેક્સમાં મોટો ફરક

રિટાયરમેન્ટ વખતે પૈસા કાઢવાના નિયમો બંનેમાં અલગ છે. જેમાં EPFમાં 58 વર્ષે રિટાયર થતાં કુલ જમા રકમની 100% એકસાથે કાઢી શકાય છે. નોકરી દરમિયાન પણ ઘર ખરીદવા, બાળકોની ભણતર-લગ્ન કે ગંભીર બીમારીમાં આંશિક વિડ્રોની સુવિધા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. મેક્સીમમ કેટલા કાઢી શકાય?

NPSમાં રિટાયરમેન્ટ પર મહત્તમ 60% રકમ એકસાથે કાઢી શકાય છે. બાકીની ઓછામાં ઓછી 40% રકમથી એન્યુઇટી ખરીદવી ફરજિયાત છે. જેથી આજીવન માસિક પેન્શન મળે. વિશેષ પરિસ્થિતિમાં મર્યાદિત આંશિક નિકાસી પણ મળે છે. ટેક્સની બાબતમાં EPF મુખ્યત્વે EEE કેટેગરીમાં આવે છે (રોકાણ, વ્યાજ અને વિડ્રો પર છૂટ). પણ વાર્ષિક યોગદાન 2.5 લાખથી વધી જાય તો વધારાના ભાગ પરના વ્યાજ પર ટેક્સ લાગે છે. તો NPSમાં 80C હેઠળ 1.5 લાખની સાથે 80CCD(1B) હેઠળ વધારાના 50,000ની ટેક્સ છૂટ મળે છે. રિટાયરમેન્ટ પરની 60% એકસાથેની રકમ પણ ટેક્સ-ફ્રી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. તમારા માટે કયું વધુ સારું?

ફક્ત આંકડા જોઈએ તો 10% રિટર્નના અંદાજે NPS (2.26 કરોડ) EPF (1.57 કરોડ)થી લગભગ 69 લાખ આગળ નીકળી જાય છે. પણ આ વધારાની કમાણી પાછળ શેર બજારનું જોખમ પણ છે. જો તમે બજારના ઉતાર-ચઢાવથી દૂર રહીને સુરક્ષિત અને નિશ્ચિત રકમ ઈચ્છતા હોવ તો EPF યોગ્ય છે. જો લાંબા ગાળે જોખમ લઈને મોટી સંપત્તિ બનાવવી હોય તો NPS વધુ સારો ઓપ્શન બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

EPF schemes crorepati NPS schemes
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ