બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / diesel tanker truck collision in Chandrapur 9 persons were charred to death in fire

મહારાષ્ટ્ર / ચંદ્રપૂરમાં ટ્રક અને ડીઝલ ટેન્કર વચ્ચે ભીષણ અકસ્માત, ટ્રકચાલક સહિત 9 ના દર્દનાક મોત

Mayur

Last Updated: 01:11 PM, 20 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના ચંદ્રપૂરમાં શુક્રવારે એક ભીષણ અકસ્માત થયો હતો. ડીઝલ ટેન્કર અને ટ્રક વચ્ચે ભયાનક ટક્કરના કારણે 9 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

  • મહારાષ્ટ્રના ચંદ્રપૂરમાં ભયાનક રોડ એક્સિડેન્ટ 
  • ડીઝલ ટેન્કર અને ટ્રક વચ્ચે ભયાનક અથડામણ 
  • ડ્રાઈવર સહિત નવના મોત 

મહારાષ્ટ્રના ચંદ્રપૂરમાં શુક્રવારે એક ભીષણ અકસ્માત થયો હતો.

ટ્રક અને ડીઝલ ટેન્કર વચ્ચે ભીષણ અકસ્માત

અહીં ચન્દ્રપુર મૂળ રોડ પર બે ટ્રક એકબીજા સાથે ભયાનક રીતે ટકરાયાં હતા જેના કારણે બંને ટ્રકમાં આગ લાગી ગઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકમાં બેઠેલા ડ્રાઈવર સહિતના લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. 

નવ લોકોએ જીવ ગુમાવ્યા

આ અકસ્માતમાં ટ્રક ડ્રાઈવર અને મજૂરો સહિત નવ લોકોએ જીવ ગુમાવ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. 

વિકરાળ આગ ફાટી નિકળી 

અકસ્માત થનાર આ ટ્રક લાકડાથી ભરેલો અને ટેન્ક ડીઝલથી ભરેલું હોવાના કારણે આગ ફાટી નિકળી હતી  બાદમાં ફાયર વિભાગની ગાડીઓ પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. 

મૃતકોના શબ ચન્દ્રપુર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેના પોસ્ટમૉર્ટક કરવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ