બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / diabetic patients should follow these yogasana and exercise

Health / ડાયાબિટીસ હોય તો શરીરને હેલ્ધી રાખવા દરરોજ કરવા જોઈએ આ યોગાસન, શરીરમાં મળશે અનેક ફાયદા

Manisha Jogi

Last Updated: 11:50 AM, 10 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના સમયમાં બિઝી લાઈફસ્ટાઈલ અને કસરત ના કરવાને કારણે લોકો અનેક બિમારીઓનો ભોગ બની રહ્યા છે. ડાયાબિટીસના દર્દીઓએ કઈ કસરત કરવી જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • આજના સમયમાં લોકો અનેક બિમારીઓનો ભોગ બની રહ્યા છે
  • ડાયાબિટીસના દર્દીઓએ કઈ કસરત કરવી જોઈએ
  • ડાયાબિટીસ કંટ્રોલમાં રહે તે માટે દરરોજ કરો આ યોગાસન

આજના સમયમાં બિઝી લાઈફસ્ટાઈલ અને અનહેલ્ધી ફૂડ, માનસિક પરેશાની અને કસરત ના કરવાને કારણે લોકો અનેક બિમારીઓનો ભોગ બની રહ્યા છે. મોટાભાગના લોકો ડાયાબિટીસની સમસ્યાથી પરેશાન છે. આ બિમારી પર ધ્યાન આપવામાં ના આવે તો વ્યક્તિને આંખોની રોશનીનની સમસ્યા તથા કિડનીની બિમારી થઈ શકે છે. 

ડાયાબિટીસનો કોઈ ઈલાજ નથી, પણ લાઈફસ્ટાઈલમાં કેટલાક ફેરફાર કરીને ડાયાબિટીસ કંટ્રોલ કરી શકાય છે. દવાઓ તથા કસરતની મદદથી ડાયાબિટીસ કંટ્રોલ કરી શકાય છે. આ બિમારીથી બચવા માટે તમારા રૂટીનમાં યોગ અને વ્યાયામ શામેલ કરો. ડાયાબિટીસના દર્દીઓએ કઈ કસરત કરવી જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

મંડૂકાસન
આ આસન કરવા માટે સૌથી પહેલા વજ્રાસનમાં બેસો. હવે બંને હાથના અંગૂઠાને હથેળીમાં દબાવીને ચાર આંગળીઓ તેના પર રાખીને હાથ બાંધી દો. હવે બંને હાથ નાભી પાસે રાખીને આગળની તરફ વળો અને પછી ધીરે ધીરે ઉપર આવો. આ પ્રક્રિયા 8 થી 10 વાર કરો. 

તાડાસન
સૌથી પહેલા બંને પગ વચ્ચે ચાર આંગળી જેટલી જગ્યા રાખીને સીધા ઊભા રહો. હવે બંને હાથની આંગળીઓ બંને હાથમાં ફસાવીને તે હથેળી ઉપરની તરફ રાખીને માથા ઉપર લઈ જાવ. હવે ઊંડા શ્વાસ લો અને શ્વાસ છોડતા સમયે હાથ નીચે લાવી દો. શક્ય હોય તેટલું હાથ ખેંચવાની કોશિશ કરો. 

આ કસરત કરવાથી પણ લાભ થશે

  • ડાયાબિટીસના દર્દીઓ વક્રાસન, પાદહસ્તાસન, ધનુરાસન, વજ્રાસન, સવાસન અને સૂર્ય નમસ્કાર કરી શકે છે. 
  • ડાયાબિટીસના દર્દીઓ માટે સ્વિમિંગ એક સારી કસરત છે, નિયમિતરૂપે સ્વિમિંગ કરવું જોઈએ.
  • દરરોજ 3થી 4 કિલોમીટર સાયકલ ચલાવવાથી પણ ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. 
  • વેઈટલિફ્ટિંગ, એરોબિક્સ, સ્ક્વેટ્સ, લન્જેસ, પુશઅપ્સ, પુલઅપ્સ જેવી કસરતથી પણ ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. 

વધુ વાંચો: દેખા-દેખીમાં આવીને તમે પણ પીવો છે Green Tea? નુકસાન જાણીને ધ્રૂજવા લાગશે હાથ

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ