બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / રાજકોટ / Dhirendra Shastri's Darbar will be an unprecedented success: Vijay Rupani's statement

રાજકોટ / 'ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારને અભૂતપૂર્વ સફળતા મળશે',  બાગેશ્વર સરકારના દિવ્ય દરબારની તડામાર તૈયારી વચ્ચે વિજય રૂપાણીનું નિવેદન

Priyakant

Last Updated: 12:29 PM, 25 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vijay Rupani Statement News: પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દિવ્ય દરબારનાં કાર્યાલયની મુલાકાત લઈ કહ્યું કે, ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દરબારને અભૂતપૂર્વ સફળતા મળશે

  • પૂર્વ CM વિજય રૂપાણીએ દિવ્ય દરબારના કાર્યાલયની લીધી મુલાકાત
  • ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દરબારને અભૂતપૂર્વ સફળતા મળશે: વિજય રૂપાણી 
  • પ્રદેશ કોંગ્રેસ જ્યારે દરબારને ગણાવી રહી છે BJPનું માર્કેટિંગ 
  • ભાજપના મોટા નેતાઓ આવી રહ્યા છે તેમના સમર્થનમાં 

રાજકોટમાં આગામી દિવસોએ  બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાનાર છે. જેને લઈ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, વિજય રૂપાણીએ દિવ્ય દરબારનાં કાર્યાલયની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે, ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દરબારને અભૂતપૂર્વ સફળતા મળશે. 

રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી 1 જૂન અને 2 જૂનના રોજ વિશ્વ પ્રસિદ્ધ બાગેશ્વરધામ બાલાજી હનુમાનના આસ્થાના કેન્દ્ર અને બાગેશ્વરધામ મધ્યપ્રદેશના પિઠાધિપતિ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રાજકોટમાં સનાતન હિન્દુ ધર્મના પ્રચાર અર્થે આવી રહ્યા છે. જેને લઈ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કાર્યાલયની મુલાકાત લીધી હતી. 

વિજય રૂપાણીએ કહ્યું કે, બાબા હનુમાનજીનાં ઉપાસક છે. રાજકોટમાં દિવ્ય દરબાર યોજવામાં આવી રહ્યો છે જે ખૂબ જ સફળ થાય અને તેઓ આગળ વધે તે માટે અમે સાથે છીએ. આ સાથે તેમણે કહ્યું કે, સનાતન ધર્મ માટે અમે હમેંશા બાબા અને સનાતની સાથે છીએ. તેમણે કહ્યું કે, બાબા ધર્મ અને સંસ્કૃતિની વાત કરે છે. કોઈ ચમત્કાર નું વાત કરે છે, કોઈ પોતાનું દુઃખ લઈને આવે તે તેમની શ્રદ્ધાનો વિષય છે. અમારું કહેવું છે કે ધર્મ એ શ્રદ્ધા નો વિષય છે.

રાજકોટ આવી રહ્યા છે બાબા બાગેશ્વર 
આયોજન સમિતિના સદસ્ય યોગીનભાઈ છનિયારાએ જણાવ્યું છે કે, રાજકોટની પાવન ધરતી ઉપર રેસકોર્સ મેદાનમાં આગામી 1 જૂન અને 2 જૂનના રોજ બાગેશ્વરધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રાજકોટમાં સનાતન હિન્દુ ધર્મના પ્રચાર અર્થે આવી રહ્યા છે.  તેઓએ જણાવ્યું છે કે, પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વર્તમાનમાં તેમની આધ્યાત્મિક આભાથી લોકોના જીવનની સમસ્યાનું સમાધાન કરવા બાબતે ખૂબ જ દેશ–વિદેશમાં લોકપ્રિય થયા છે, સાથે જ તેઓ સનાતન ધર્મની પુન:સ્થાપના અને હિન્દુ રાષ્ટ્ર્ર વિશે પણ ખુલીને પોતાની વાત ખૂબ જ સ્પષ્ટ્તાપૂર્વક મુકી રહ્યા છે. જેના કારણે તેઓ આજની યુવા પેઢીમા પણ અતિ લોકપ્રિય બન્યા છે. જ્યાં પણ તેમના દિવ્ય લોકદરબારો લાગે છે ત્યા લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. રાજકોટમાં પણ સનાતન હિન્દૂ ધર્મ પ્રેમી જનતા ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડશે તેવી ધારણા રાખવામાં આવી રહી છે. 

File Photo

બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને મળી Y કેટેગરીની સુરક્ષા
પ્રખ્યાત કથાકાર બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમને Y શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. તેને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. થોડા સમય પહેલા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. Y સુરક્ષામાં એક કે બે કમાન્ડો હોય છે. આ સુરક્ષા વર્તુળમાં પોલીસકર્મીઓ સહિત આઠ જવાન સામેલ છે.

મળી હતી જાનથી મારી નાખવાની ધમકીઓ
થોડા મહિના પહેલા બાગેશ્વર ધામ સરકારના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને તેમના પરિવાર સાથે જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. અમર સિંહ નામના વ્યક્તિએ ધીરેન્દ્ર શાસ્ત્રીના કાકાના દીકરાને ધમકીભર્યો ફોન કર્યો હતો. ફોન કરનારે કહ્યું હતું કે, "ધીરેન્દ્ર શાસ્ત્રીના પરિવાર સાથે તેરમીની તૈયારી કરી લો." આ કોલ બાદ પોલીસે એફઆઈઆર નોંધી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ