બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Dhirendra Shashtri Bagheshwar Dham openly challenged his oppositions to come in front

બાગેશ્વર ધામ / હું લલકારીને બોલાવું છું...: ચેલેન્જ આપનારાઓને ધીરેન્દ્ર શાસ્ત્રીએ આપ્યો જવાબ

Vaidehi

Last Updated: 10:26 AM, 22 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના વિરોધીઓને ચેલન્જ આપતાં કહ્યું કે,'કોઈપણ પંથ કે ધર્મનો વ્યક્તિ આવે અને અમારો સામનો કરે! ચમત્કાર દેખાડનારાને અમે પકડશું પણ નહીં અને ...'

  • ધીરેન્દ્ર શાસ્ત્રીએ વિરોધીઓને આપ્યો પડકાર
  • 'કોઈપણ ધર્મ કે પંથનો વ્યક્તિ આવીને સામનો કરી લે'
  • કહ્યું એકને પકડશું તો 25ને કરન્ટ લાગી જશે

મધ્યપ્રદેશમાં બાગેશ્વરધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના વિરોધીઓને ચેલેન્જ આપી છે. તેમણે કહ્યું કે 'અમે અમારા ગુરુજીનાં પ્રતાપ અને બાલાજી સરકારનાં બળ પર પ્રણ લઈને કહીએ છીએ કે કોઈપણ ધર્મ કે પંથનો વ્યક્તિ આવીને અમારો સામનો કરી લે. અમે તેને લલકારીએ છીએ. ચમત્કાર દેખાડનારાને અમે પકડશું પણ નહીં અને ભીનો કરી દેશું.!  તેથી અમારી પ્રાર્થના છે કે અમારી સામે આવો તો એટલું જ પૂછજો જેટલું તમે સાંભળી શકો. પછી ન કહેતાં કે ગુરુજીએ અમારી પોલ ખોલી દીધી.'

'એક વ્યક્તિને પણ પકડશું તો 25ને કરન્ટ લાગી જશે'
શાસ્ત્રીએ કહ્યું કે અમારી પાસે તો કોઈ તાકાત નથી પરંતુ ગુરુનો પ્રતાપ અને પ્રસાદ મળ્યો છે. તેનાં પ્રણ લઈને કહીએ છીએ કે સનાતન ધર્મનાં સંતોને છોડીને કોઈપણ વ્યક્તિ અમારો સામનો કરી લે. અમે એક વ્યક્તિને પણ પકડશું તો 25ને કરન્ટ લાગી જશે. મોઢું દેખાડવા લાયક નહીં છોડીએ. મને અમારા બાલાજી પર અને સન્યાસી બાબા પર વિશ્વાસ છે.

સૂરતનાં હીરાનાં વેપારીએ શાસ્ત્રીને આપી હતી ચેલેન્જ
હાલમાં જ સૂરતનાં એક હીરાનાં વેપારી જનક બાવળિયાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કર્યો હતો. તેમાં તેણે કહ્યું હતું કે બાગેશ્વર ધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત આવી રહ્યાં છે. તેમનો પહેલો કાર્યક્રમ સૂરતનાં લિંબાયત વિસ્તારમાં છે જ્યાં તેઓ તેમને મળવા ઈચ્છે છે. તેમણે શાસ્ત્રીને પડકારતાં કહ્યું કે જો તેઓ પોતાના દિવ્ય દરબારમાં સૌની સામે જણાવી દેશે કે તેમના હાથમાં રહેલા પેકેટમાં કેટલા હીરાઓ છે તો શાસ્ત્રીની દિવ્ય શક્તિઓનો તે સ્વીકાર કરી લેશે. સાથે જ તેમનાં ચરણોમાં 2 કરોડ હીરા અર્પિત કરશે. જો કે અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમયમાં જ વેપારીએ અંગત કારણોસર વિવાદનો અંત લાવવા સામેથી જણાવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ