બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:30 AM, 12 July 2025
દક્ષિણ ગુજરાતમાં અનેક મંદિરો આવેલા છે. સુરત જિલ્લામાં વિવિધ દેવી-દેવતાઓના વિશેષ દેવાલયોમાં હનુમાનજીના પણ અનેક પ્રાચીન મંદિરો આવેલા છે. આવું જ એક આસ્થાનું પ્રતીક બારડોલી તાલુકાના ખરવાસા રોડ પર આવેલું પંચમુખી હનુમાનજીનું મંદિર છે. મંદિર પહેલા નાનું ડેરું જ હતું પરંતુ બાદમાં તેનો જીર્ણોદ્ધાર કરીને મોટું મંદિર બનાવવામાં આવ્યુ.
ADVERTISEMENT
મંદિરનું પ્રાગટ્ય પણ રહસ્યમય સંજોગોમાં થયું હોવાનું લોકવાયકા છે. મંદિરના પૂજારીને હનુમાનજી મહારાજની હાજરી આવી હતી અને તે જગ્યાએ જઈને જોતા સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ ત્યાં નીકળી હતી. જેની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. નિયમિત મંદિરે આવતા ભાવિકો હનુમાનજીને અડદ, કાળાતલ, સિંદૂર, ખારેક અને લીંબુ મરચા ધરાવે છે. જે ભાવિકે કોઈ માનતા રાખી હોય અને જ્યારે તેને તેનુ ફળ મળે ત્યારે તે હનુમાનજીને શ્રીફળ ધરાવી માનતા પૂર્ણ કરે છે.

ADVERTISEMENT
હનુમાનજીની મૂર્તિ મળ્યા બાદ પુજારી અને આસપાસના અમુક લોકો જ એક નાનું ડેરું બનાવીને દાદાની પૂજા અર્ચના કરાતા હતા. વર્ષો વીતતા ગયા તેમ ધીમે ધીમે પંચમુખી હનુમાનજી પ્રત્યે ભક્તોની આસ્થા અને શ્રદ્ધા વધતા હાલ વાર તહેવારે અહીં ભક્તોનો જમાવડો થાય છે. દાદા પર અતૂટ શ્રદ્ધા ધરાવતા ભાવિકો દર શનિવારે અચૂક હનુમાનજીના દર્શન કરવા આવે જ છે અને દાદા પણ તેમના ભક્તો પર સદાય આશીર્વાદ વરસાવે છે.

ADVERTISEMENT
નિસંતાન દંપતિ હનુમાનજી દાદા સમક્ષ સંતાન પ્રાપ્તિ માટે માનતા રાખે છે અને તેમના ઘરે ચોક્કસપણે પારણા બંધાય છે તેવી ભાવિકોની અતૂટ શ્રદ્ધા છે. સુંદર રમણીય જગ્યામાં આવેલા હનુમાજી મંદિરે નિત્ય સવાર સાંજ કરવામાં આવતા પૂજા અને આરતી સમયે મંદિર અને આજુબાજુના વિસ્તારમાં ફેલાતા ભક્તિમય તરંગોમાં ભાવિકો લીન થઈ શાંતિનો અહેસાસ કરે છે.
આ પણ વાંચોઃ રક્ષાબંધન પર શક્તિશાળી યોગ શરૂ કરાવશે ગોલ્ડન ટાઇમ, ઘોડાની જેમ દોડશે આ જાતકોનો બિઝનેસ
ADVERTISEMENT

પંચમુખી હનુમાન દાદાની રંગેચંગે કરવામાં આવતી આરતીમાં ભાવિકો મોટી સંખ્યામાં જોડાય છે. બારડોલી તેમજ સમગ્ર જિલ્લાભરમાંથી ભક્તો અહીં આવી પંચમુખી હનુમાન દાદાની દર્શન કરી ધન્યતા અનુભવે છે. ભાવિકો અનેક માનતાઓ સાથે દાદાના શરણે આવે છે અને શ્રદ્ધાળુઓની સાચા મનથી માંગેલી દરેક ઈચ્છા પૂર્ણ થયાના અનેક પ્રમાણ છે. દર શનિવારે પંચમુખી હનુમાનજીના મંદિરે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. અને પંચમુખી હનુમાન દાદાની પૂજા આરતી કરે છે. વર્ષ દરમિયાન હનુમાન જયંતિ સહિતના વિવિધ તહેવારોની ભક્તિ ભાવ સાથે ઉજવણી કરવામાં આવે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.