બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:30 AM, 18 July 2025
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં આદપોકાર ગામે આવેલું અતિ પ્રાચીન આદિનાથ મહાદેવ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ જ નથી, તે અનેક લોકવાયકાઓ, ઐતિહાસિક સંદર્ભો અને આધ્યાત્મિક મહાત્મ્યથી ભરપૂર પવિત્ર તીર્થધામ છે. આ સ્થળને બ્રહ્માજીની તપોભૂમિ અને પાંડવપુત્ર અર્જુનની ભક્તિનું કેન્દ્ર માનવામાં આવે છે.
ADVERTISEMENT

સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માજી હિમાલયથી ફરતા ફરતા આદપોકાર ગામની મનોરમ્ય ધરતી પર આવ્યા ત્યારે આ સ્થળનું શાંત અને રમણીય વાતાવરણ તેમને ગમી ગયું એટલે અહીં તપ સાધના કરવાનો નિર્ણય કરી જળાશયના કિનારે ધ્યાનસ્થ થયા હતા, ત્યારે એક અસુરે તેમની તપસ્યામાં વિઘ્ન કરતા તપોભંગથી ક્રોધિત થયેલા બ્રહ્માજીએ તેના પર કમળ પુષ્પ ફેંક્યું, એટલે તે અસુર તરત જ અલોપ થઈ ગયો અને જે સ્થળે કમળ પુષ્પ પડ્યું, ત્યાં સ્વયં ભગવાન ભોળાનાથ પોતાના મસ્તક પર તે પુષ્પ ધારણ કરીને પ્રગટ થયા.
ADVERTISEMENT

આદિનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ ઘણો લાંબો છે, સમયાંતરે તેનો અનેક વખત જીર્ણોદ્ધાર થયો છે. વર્તમાન મંદિરનો જીર્ણોદ્ધાર આશરે ૨૫ થી ૩૦ વર્ષ પહેલાં મુંબઈ અને કલકત્તાના કેટલાક ભાવિક ભક્તોએ કરાવી પવિત્ર ધામના જતન અને વિકાસમાં યોગદાન આપ્યું હતું.
ADVERTISEMENT
મહાભારતકાળ સાથે પણ આ મંદિરનો સંબંધ જોડાયેલો છે. પાંડવપુત્ર અર્જુન, તેમની શિવભક્તિ માટે જાણીતા હતા, તેઓ આદિનાથ મહાદેવ મંદિરે નિયમિત પૂજા અર્ચના કરવા આવતા હોવાનું કહેવાય છે. તેમનો નિયમ હતો કે જ્યાં સુધી તેઓ આદિનાથ દાદાના દર્શન અને પૂજા ન કરે, ત્યાં સુધી ભોજન ગ્રહણ કરતા નહોતા. આ વાત અર્જુનની શિવ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા દર્શાવે છે. ગ્રામવાસીઓ પણ જાણે અર્જૂનની પરંપરાને યથાવત રાખીને નિત્ય મહાદેવના દર્શન કરીને જ પોતાના દિવસની શુભ શરુઆત કરે છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ 5 હજાર વર્ષ બાદ આ ઝાડમાંથી નીકળ્યું ફૂલ, સમુદ્ર મંથન સાથે જોડાયેલો છે ઈતિહાસ, જાણો ઐતિહાસિક મહત્વ
આદિનાથ મહાદેવ મંદિર દેશભરમાંથી આવતા અનેક શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસ દરમિયાન, હજ્જારોની સંખ્યામાં ભક્તો પગપાળા ચાલીને અહીં દર્શનાર્થે પહોંચે છે. શ્રાવણ માસની પૂર્વ સંધ્યાએ, આ મંદિર ભક્તિમય માહોલથી છલકાઈ જાય છે. ભક્તોની દ્રઢ માન્યતા છે કે જેમ ભગવાન ભોળાનાથ બ્રહ્માજી પર પ્રસન્ન થયા હતા, તેમ આદિનાથ દાદા પણ દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.
ADVERTISEMENT

આદિનાથ મહાદેવ મંદિરની નજીક ભૂતકાળમાં સાત પવિત્ર કુંડ આવેલા હોવાની પણ લોકવાયકા છે. જોકે, સમય જતાં કોઈ મોટી જળ હોનારતમાં આ કુંડ નાશ પામ્યા હોવાનું માનવામાં આવે છે. બ્રહ્માજીની તપસ્યા અને મહાદેવનું પ્રાગટ્ય આદિ પુષ્પેશ્વરથી આદિનાથ. આ મંદિર માત્ર પૌરાણિક કથાઓ અને લોકવાયકાઓનો સંગમ નથી, પરંતુ તે ભક્તિ, શ્રદ્ધા અને શાંતિનું પ્રતિક પણ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.