બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:42 AM, 25 March 2025
સનાતન ધર્મમાં અમાવસ્યા તિથિનું ખાસ મહત્ત્વ માનવામાં આવે છે. આ વખતે 29 માર્ચે શનિવારે અમાવસ્યા આવી રહી છે, જેને શનિ અમાવસ્યા કહેવામાં આવશે. આ દિવસે ગંગા સહિત પવિત્ર નદીઓમાં સ્નાન અને દીપદાન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે.
ADVERTISEMENT
શનિ અમાવસ્યાનો શુભ સમય અને મહત્ત્વ
જ્યોતિષાચાર્ય કલ્કિ રામ અનુસાર, ચૈત્ર અમાવસ્યા તિથિ 28 માર્ચની રાત્રે 7:55 વાગ્યે શરૂ થઈને 29 માર્ચની સાંજે 4:27 વાગ્યે પૂર્ણ થશે. તેથી શનિ અમાવસ્યા પર્વ 29 માર્ચે મનાવવામાં આવશે. આ દિવસે શનિ દેવ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે, જે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
ADVERTISEMENT
પિતૃ તૃપ્તિ માટે દીપદાન કરો
ધાર્મિક માન્યતા મુજબ, અમાવસ્યા તિથિએ પિતૃઓ પૃથ્વી લોક પર આવે છે. આ દિવસે દીપદાન કરવાથી અને પૂજા-પાઠ કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે. જેના કારણે જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે.
ADVERTISEMENT

આર્થિક તંગી દૂર કરવા સરળ ઉપાય
ADVERTISEMENT
જો તમે આર્થિક મુશ્કેલીથી પરેશાન છો, તો શનિ અમાવસ્યાના દિવસે સાંજે પીપળના વૃક્ષ નીચે પાણી ચઢાવો અને સરસવ તેલનો દીવો પ્રગટાવો. આમ કરવાથી ન માત્ર આર્થિક સંકટ દૂર થાય છે, પણ પિતૃઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે.
પિતૃ દોષથી મુક્તિ મેળવવાનો ઉપાય
ADVERTISEMENT
જે લોકોને પિતૃ દોષની સમસ્યા હોય, તેમણે આ દિવસે સવારમાં પવિત્ર નદીમાં સ્નાન કરી પિતૃ તર્પણ અને દીપદાન કરવું જોઈએ. આ ઉપાયથી પિતૃ દોષથી છુટકારો મળે છે અને જીવનમાં શાંતિ આવે છે.
ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવાનો ઉપાય
ADVERTISEMENT
શનિ અમાવસ્યા દિવસે ઘરના મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ પ્રવેશ કરે છે.
વધુ વાંચો: ધામોદમાં 1200 વર્ષ પૌરાણિક કેદારેશ્વર મહાદેવનું મંદિર, પાંડવોએ અહીં કર્યો હતો વસવાટ, કથા રોચક
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.