બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ચૈત્ર નવરાત્રીના 9 દિવસ વ્રત નથી કરી શકતા? તો કરજો આ કાર્ય, થશે શુભદાયી ફળની પ્રાપ્તિ

ધર્મ / ચૈત્ર નવરાત્રીના 9 દિવસ વ્રત નથી કરી શકતા? તો કરજો આ કાર્ય, થશે શુભદાયી ફળની પ્રાપ્તિ

Last Updated: 11:59 AM, 28 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવરાત્રી શરૂ થવાની છે અને માતા દુર્ગાના ભક્તો 9 દિવસ સુધી ઉપવાસ રાખશે, પૂજા-અર્ચના કરશે. પણ જો કોઈ કારણસર તમે ઉપવાસ ન કરી શકો, તો પણ કેટલાક એવા કામ કરી શકો છો, જેનાથી માતાજીની કૃપા મળી શકે.

સનાતન ધર્મમાં નવરાત્રી પર્વનું વિશેષ મહત્ત્વ છે. વર્ષમાં 4 વાર નવરાત્રી આવે છે, અને ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસે હિન્દુ નવા વર્ષની શરૂઆત થાય છે. આ વર્ષે 30 માર્ચ 2025, રવિવારથી ચૈત્ર નવરાત્રી પ્રારંભ થઈ રહી છે. આ 9 દિવસ માતાજીની કૃપા મેળવવા માટે વિશેષ છે. તેથી લોકો 9 દિવસ ઉપવાસ રાખે છે, ઘરમાં ઘટસ્થાપના કરીને માતા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરે છે. નવરાત્રીના 9 દિવસ માટે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક વિશેષ ઉપાય કહેવામાં આવ્યા છે. આ ઉપાય ખાસ કરીને ત્યારે વધુ અસરકારક સાબિત થાય છે, જ્યારે તમે કોઈ કારણસર 9 દિવસના ઉપવાસ ન કરી શકો, પણ માતાજીની કૃપા મેળવવા ઈચ્છો છો.

navratri

જો ઉપવાસ ન કરી શકો, તો પણ આ કામ જરૂર કરો

જો તમે નવરાત્રીના 9 દિવસ ઉપવાસ ન કરી શકો, તો નીચે આપેલા ઉપાયો દ્વારા પણ ઉપવાસ જેવું પુણ્ય ફળ મેળવી શકો છો:

  • ઘરમાં વિધિ-વિધાન સાથે ઘટસ્થાપના કરો.
  • જો ઘટસ્થાપના ન કરી શકો, તો માતાજીના સમક્ષ 9 દિવસ અખંડ દીવો પ્રગટાવો.
  • અખંડ જ્યોતિ પ્રગટાવતી વખતે અને 9 દિવસ તેને સતત પ્રગટ રાખતી વખતે તમામ નિયમોનું પાલન કરો.
  • દરરોજ માતા દુર્ગાની આગળ બેસીને "ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાયૈ વિચ્ચૈ " મંત્રનો જાપ કરો.
  • અષ્ટમી અથવા નવમીના દિવસે કન્યા પૂજન કરો.
  • આ બધું કરવાથી નવરાત્રીના ઉપવાસ જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે.
pooja

નવરાત્રીમાં આ ખાસ ઉપાય અજમાવો

  • માતા દુર્ગાને સોળ શ્રૃંગાર અર્પણ કરો.આવું કરવાથી માતાજી પ્રસન્ન થાય છે.
  • સુખ-સમૃદ્ધિ માટે નવરાત્રી દરમિયાન ઘરમાં તુલસીનું વાવેતર કરો.
  • જો તમારા ઘરમાં તુલસીનો છોડ નથી અથવા જૂનો છોડ બદલવાનો હોય, તો નવરાત્રી એ માટે શ્રેષ્ઠ સમય છે.
  • જૂના તુલસીના છોડને સન્માનપૂર્વક જળાશયમાં વિસર્જિત કરવો.
  • તુલસીની માટી પવિત્ર હોય છે, તેથી તેને ગંદી જગ્યાએ ન ફેંકવી.
  • દરરોજ સૂર્યાસ્ત પછી તુલસી પાસે દીવો પ્રગટાવો.
  • જો તમારા ઘરમાં માતા દુર્ગાની મૂર્તિ અથવા તસ્વીર નથી, તો નવરાત્રી એ માટે શ્રેષ્ઠ સમય છે.
  • માતાજીની તસ્વીર લાવીને દરરોજ તેની પૂજા કરો.

વધુ વાંચો: 29 માર્ચથી ચમકી જશે આ 3 રાશિના જાતકોની કિસ્મત, શુભ રહેશે શનિના ચાંદીનો પાયો

આ ઉપાયો કરીને પણ નવરાત્રી વ્રત જેવું જ પુણ્ય ફળ મેળવી શકાય છે અને માતા દુર્ગાની કૃપા પ્રાપ્ત થાય છે.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

chaitra navratri chaitra navratri 2025 navratri 2025
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ